જો તમે પણ કરો છો થૂંક લગાવીને રૂપિયાની ગણતરી તો થશે ધન હાનિ, આવા સંકેતો કેહશે કેવો રહેશે તમારો આવનારો સમય

મિત્રો, આપણા પૌરાણિક જ્યોતિષ શાસ્ત્રમા વેદિક ગણિતની સાથે-સાથે અનેકવિધ વિદ્યાઓઓનો સમાવેશ થાય છે. શાસ્ત્રોમા દર્શાવેલી આ વિદ્યાઓના આધારે અમુક બાબતોને શુકન અને અપશુકન એવા બે ભાગોમા વહેંચવામા આવી છે. આમાંની અમુક બાબતો પાછળ વૈજ્ઞાનિક તર્ક હોય છે તો અમુક બાબતો ફક્ત માન્યતાઓ પર જ આધારિત હોય છે.

image source

આપણા જીવનમા ઘણીવાર એવો સમય આવતો હોય છે કે, જ્યારે આપણને વિશેષ પ્રકારના સંકેત મળતા હોય છે. આ સંકેતો આપણને એ બાબત અંગે જાણ કરે છે કે, ભવિષ્યમા આપણી સાથે શુ થવા જઇ રહ્યુ છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા સંકેતો વિશે જણાવીશુ કે જે તમને તમારા આવનાર સમય વિશે સંકેત આપશે, તો ચાલો જાણીએ.

image source

જો કોઇ નવી વસ્તુ આપણા ઘરમા આવતા જ તૂટી જાય અથવા તો ખંડિત થઇ જાય અથવા ખરાબ થઇ જાય તો સમજી જવુ કે તમારુ ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યુ. જો રસોઈઘરમા વારંવાર દૂધ ઉભરાઇને ઢોળાઇ જાય છે અથવા તો રસોઈઘરમા તેલ અને ઘી અવારનવાર ઢોળાય જાય છે તો તે એવો સંકેત દર્શાવે છે કે, હાલ ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યુ.

image source

આ ઉપરાંત જો પૂજા કરતી વખતે કૂતરાનો ભસવાનો અથવા તો ઝઘડાનો અવાજ સંભળાય તો તે પણ સારા સંકેત નથી. જો ઘરમા કરોળિયાના જાળા થઇ જાય અને મંદિર ગંદુ રહેતુ હોય તો તે શુભ સંકેત નથી. આ સિવાય પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો તે શુભ સંકેત નથી. આ ઉપરાંત નવા વસ્ત્ર પહેરતાની સાથે જ ફાટી જાય અથવા તો કોઇ ખૂણામા ફસાઇ જાય તો તે શુભ સંકેત નથી.

image source

આ સિવાય જો તમે ઘરની બહાર નીકળો તે સમયે પગમા ઠેસ વાગે અથવા તો ચંપલ તૂટી જાય અથવા તો બૂટ ફાટી જાય તો તે અશુભ સંકેત છે.

આ સિવાય ઘરનો મુખ્ય દરવાજો અથવા છત હંમેશા ગંદી રહેતી હોય અથવા છત પર નકામી વસ્તુઓ પડી હોય તો તેનાથી રાહુ ક્રોધિત થઇને દુર્ભાગ્ય લાવે છે. આ સિવાય જો તમે નવરાત્રીના સમયે જવ વાવો અને તે તમામ જવ એકસાથે ઉગીને સોનેરી રંગના નીકળે તો તે સૌભાગ્ય લઇને આવે છે. આ સિવાય જો જ્વારા પૂરા ના નીકળે અને ચાર-પાંચ દિવસ બાદ નીકળે તો સમજો કે તે તમારા ભાગ્યમા અવરોધ લાવે છે.

image source

આ ઉપરાંત જો રૂપિયાને થૂક લગાવીને ગણવામા આવે તો તે લક્ષ્મી હાનિના સંકેત છે. આ સિવાય જો તમારા ખાટલા અથવા બેડ પર એકાએક માંકડ થઇ જાય તો સમજો કે દુર્ભાગ્ય તમારા દ્વાર પર દસ્તક આપી રહ્યુ છે. આ સિવાય જો રાત્રિના સમયે તમે રસોઈઘરમા એંઠા વાસણ રાખ્યા હોય તો તે પણ તમારા ઘરમા દુર્ભાગ્યને દસ્તક આપી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ