આ ઘરેલૂ નુસખાની મદદથી હટાવી લો નવજાતા જન્મના વાળ, કામની છે ટિપ્સ

જ્યારે બાળક જન્મે છે ત્યારે તે તમારા જીવનમાં અનેક ખુશીઓ લઈને આવે છે. તમને લાગે છે કે જાણે આખી દુનિયા આ બાળકમાં જ સાઈ છે. પણ એ પણ સાચું છે કે અનેક માતા પિતા પોતાના બાળકને આંખનો તારો માને છે. આ સમયે કોઈ ફરક પડતો નથી કે તેના શરીર પર વાળ છે કે નહીં. પરંતુ જન્મની સાથે જ બાલકોની સ્કીન પરના વાળને એમ જ રહેવા દેવાય છો તો બાળકને આગળ જઈને તકલીફ પડી શકે છે. બાળકની સ્કીન ખૂબ જ સોફ્ટ અને સેન્સેટિવ હોવાના કારણે તેની સાથેના પ્રયોગમાં સાવધાની રાખવી જરૂરી બને છે.

image source

બાળકના શરીર પર જન્મ સમયે જે વાળ હોય છે તેને લનુગો કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે મુલાયમ હોય છે. દરેક બાળકમાં તે અલગ અલગ એટલે કે વધારે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રી ટર્મ બેબીઝમાં જોવા મળે છે. ક્યારેક ફૂલ ટર્મ બેબીઝમાં પણ તે જોવા મળી શકે છે. જન્મના 7-8 મહિનામાં આ વાળ જાતે જ નીકળી જાય છે. જો આ સમય પછી પણ વાળ રહી જાય છે તો પીડિયાટ્રિકની પાસે જવાની જરૂર રહે છે.

આ છે વાળ હટાવવાના ઘરેલૂ નુસખા

image source

બાળકના શરીરથી વાળ હટાવવા અનેક પ્રાકૃતિક ઉપયાર કરાય છે. તે સેફ અને કેમિકલ ફ્રી હોય છે. વૃદ્ધો વાળ હટાવવા માટે શરીરમાં માલિશ કરવાનું સૂચન કરે છે. આ રીતે વાળ હટાવવા માટે પરંપરાગત ચીજોના ઉપયોગની સેફ્ટી સૌથી વધારે છે.

આયુર્વેદિક લોટનું મસાજ

image source

નવજાત શિશુના વાળ હટાવવાનો સૌથી સારો આયુર્વેદિક નુસખો છે, તે લોટ, હળદર અને બદામ તેલથી બને છે. તેમાં આખા ઘઉંના લોટને મહત્વ અપાય છે કેમકે તે વિટામીન ઈથી ભરપીર હોય છે. જે શરીરને માટે એક શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ બને છે. આ ત્વચા પર કોમળ રહે છે અને સાથે બાળકના રંગમાં પણ સુઘાર આવે છે. બદામના તેલને એક સારું મોશ્ચરાઈઝર માનવામાં આવે છે. તેમાં થોડું પાણી મિક્સ કરીને લોટ બાંધીને તેનાથી ત્વચા પર મસાજ કરાય છે. આ પહેલાં ગરમ બદામ તેલમાં લોટને ડુબાડી લેવાય છે.

હળદર અને દૂધ

image source

મસાજ બાદ હળદર અને દૂઘનું મિશ્રણ બાળકના આખા શરીર પર લગાવાય છે. તે સૂકાઈ જાય ત્યારે તેને સાફ કરી લેવાય છે. આ પછી બાળકને નવડાવવામાં આવે છે. આ માટે કોઈ સોપ કે શેમ્પૂની જરૂર નથી, દૂધ ક્લીન્ઝરની જેમ જ કામ કરે ચે.

ઉબટન

ઉબટન બનાવવા માટે બેસન, દૂધ અને ચપટી હળદરનો ઉપયોગ કરાય છે. તેનાથી બાળકને માલિશ કરાય છે જેથી તેના વાળ હટી જશે. દૂધને બદલે દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે.

image source

ચંદન પાવડર અને ચપટી હળદરને દૂઘમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. તેને બાળકના શરીરના એ ભાગ પર લગાવો જ્યાં વાળ છે. હવે બાળકની ધીરે ધીરે મસાજ કરો.

બદામ, પીળી રાઈ અને હળદરની એક પેસ્ટ બનાવો. તેનાથી પણ શરીરના વાળ સારી રીતે નીકળી જાય છે.

કાચા દૂધમાં બ્રેડના ટુકડા પલાળી રાખો અને પછી તેનાથી બાળકના કોમળ શરીરની માલિશ કરો. વાળ ઝડપથી દૂર થશે.

બાળકના શરીરની મસાજ સમયે આ વાતનું ખાસ રાખો ધ્યાન

image source

મસાજ હળવા હાથેથી કરો, બાળકના શરીર પર જોર ન પડે તેનું ધ્યાન રાખો. કાચા દૂધથી મસાજ કરતા સાવધાની રાખો. આ રોગાણુ વાહક બની શકે છે. નવજાત શિશુના શરીરમાં વાળને લઈને પરેશાન થવાની જરૂર નથી. થોડા સમયમાં તે જાતે જ ખતમ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત