Toiletમાં બેસીને ભૂલથી પણ ન કરો મોબાઈલનો ઉપયોગ, થઈ શકે છે જીવલેણ બિમારી

મોબાઈલ એ દરેકનાં જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જીવન મોબાઈલ વિના અધૂરું લાગે છે અને શરીર તેનાથી એક મિનિટ જ દૂર થતાં અસ્વસ્થતા અનુભવવા લાગે છે. મોટાભાગના લોકો શૌચાલયમાં પણ ટાઈમપાસ કરવા મોબાઇલ સાથે લઈ જાય છે. આ અંગે નિશ્ણાતોનું કહેવું છે કે, જે લોકો ટોઇલેટ સીટ પર બેસીને મોબાઇલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તેમને પાઇલ્સ થવાનું જોખમ રહેલું છે. તાજેતરમાં બ્રિટેનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 57% લોકો એવા લોકો છે જેઓ કમોડ પર બેસતી વખતે મોબાઈલનો વારંવાર ઉપયોગ કરે છે અને 8% લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે પણ ટોઇલેટમાં જાય મોબાઇલ સાથે લઇને જાય છે અને તેનો સતત ઉપયોગ કરે છે. આ અભ્યાસમાં ડોકટર્સે તારણ કાઢ્યું કે, જે લોકો ટોઇલેટ સીટ પર બેસી મોબાઇલનો ઉપયોગ કરે છે તેમને પાઈલ્સ થવાનું જોખમ વધી જાય છે.

પાયલ્સની સમસ્યા થઈ શકે છે

image source

પાયલ્સની સમસ્યા હવે વૃદ્ધ લોકોની સાથે સાથે યુવાનોમાં પણ સામાન્ય બની ગઈ છે. પાઈલ્સની સમસ્યા થવામાં મોટે ભાગે શૌચાલયમાં મોબાઇલ લઈ જવાનું પણ જવાબદાર છે. ખરેખર જ્યારે તમે મોબાઇલ સાથે કમોડમાં બેસો છો, ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન મોબાઇલ પર હોય છે. આને કારણે તમે લાંબા સમય સુધી ટોઇલેટમાં બેસી રહો છો. જેનાથી તમને પાઈલ્સ થવાનું જોખમ વધી જાય છે.

શૌચાલયમાં બેસીને સમાચાર વાંચતા રહે છે લોકો

image source

મોટાભાગના લોકો શૌચાલયમાં બેસીને સમાચાર વાંચતા રહે છે, સોશિયલ મીડિયા સાઇટ્સ ચલાવે છે, વિડિયોઝ જુએ છે અથવા ચેટ કરે છે. આને કારણે, તેમને સમયની જાણ રહેતી નથી. શૌચાલયમાં વધુ સમય બેસવાથી ગુદા અને લોઅર રેક્ટમના સ્નાયુઓની નસો પર દબાણ વધી જાય છે. તેનાથી પાઈલ્સનું જોખમ વધી જાય છે. અત્યાર સુધી કબજિયાત અથવા શૌચક્રિયામાં દબાણ લાવવા પર જ પાઈલ્સ થવાની ફરિયાદ રહેતી હતી. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીને, સતત ઉધરસની સમસ્યાથી પીડાતા લોકોમાં અથવા વૃદ્ધ લોકોમાં પણ પાઇલ્સની સમસ્યા વધુ જોવા મળતી હતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે, જે લોકો કમોડ પર બેસી મોબાઇલનો વધુ ઉપયોગ કરે છે તેમને પણ પાઈલ્સ થવાની ફરિયાદ રહે છે

મોબાઈલ પર ચોંટી જાય છે જીવલેણ બેક્ટેરિયા

image source

ટોઇલેટમાં બેક્ટેરિયા હોય છે. આવી સ્થિતિમાં મોબાઈલને ટોઇલેટમાં લઈ જવાથી તેના પર બેક્ટેરિયા ચોંટી જાય છે. શૌચાલયની દરેક વસ્તુમાં સૂક્ષ્મજંતુઓ ચોટેલા હોય છે. શૌચાલયની બહાર નિકળીને તમે તમે તમારા હાથ તો ધોઈ લો છો, પરંતુ તમારા મોબાઇલને ધોતા નથી. આને લીધે તમને ઘણા પ્રકારના ચેપ લાગી શકે છે. તમને જણાવી દઈએ કે આ અંગે ઘણા નિષ્ણાતોએ લોકોને ચેતવ્યા છે.

image source

આ અંગે બ્રિટનના ડો. સારાહ જેર્વિસે જણાવ્યું કે, તમે ફોન લઇને કેટલો સમય કમોડ પર બેસી રહો છો એ કારણથી હેમરોઇડ્સ એટલે કે પાઇલ્સ અથવા મસા થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તમે જેટલો વધુ સમય ટોઇલેટમાં ફોન વાપરશો એટલો વધુ સમય ટોઇલેટ સીટ પર બેસી રહેશો, જેનાથી ગુદાના સ્નાયુઓ અને નસો પર પ્રેશર વધવા લાગે છે અને પાઇલ્સ થવાનું જોખમ વધી જશે. જેથી નિષ્ણાતોનાં મતે જ્યારે પણ ટોઈલેટમાં જાવ ત્યારે મોબાઈલ સાથે ન લઈ જાવ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત