જો તમે પણ કરતા હોવ તમાકુનુ સેવન અને મેળવવા ઈચ્છતા હોવ મુક્તિ તો તુરંત અજમાવો આ પાંચ ઉપાય…

મિત્રો, તમાકુ એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલુ હાનીકારક છે એ વાત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. તેમછતા મોટાભાગના લોકો આ તમાકુની આદતને છોડી શકતા નથી. આ આદતના કારણે કેન્સર સહિત અનેકવિધ ગંભીર બીમારીઓ થવાનો ભય ખૂબ જ વધી જાય છે.

image source

આપણા દેશમા આ તમાકુનો ઉપયોગ અનેકવિધ રીતે કરવામા આવે છે. અમુક લોકો તમાકુને ચાવીને ખાય છે તો અમુક લોકો સિગરેટ પીવે છે અને તમાકુનુ સેવન કરે છે. આપણા દેશમા મોટાભાગની આબાદી તમાકુમા ચૂનો મિક્સ કરીને તેનુ સેવન કરે છે પરંતુ, તે આપણા માટે ખૂબ જ જીવલેણ સાબિત થાય છે, જેથી આજે અમે તમને આ આદત છોડવા માટેના અમુક સરળ ઘરેલૂ નુસખાઓ વિશે જણાવીશુ.

જો તમે તમાકુ અને ચૂનાનુ એકસાથે સેવન કરો છો તો તમને મોઢાનુ કેન્સર થઇ શકે છે. આ સાથે જ શરીરમા નિકોટીનનુ પ્રમાણ પણ વધી જાય છે, જે વ્યક્તિની નર્વ સિસ્ટમને નબળી બનાવી દે છે અને આ સિવાય શરીરમા અનેકવિધ પ્રકારના પરિવર્તન પણ જોવા મળે છે. તો ચાલો આજે આ લેખમા જાણીએ આ આદતને છોડવા માટેના શ્રેષ્ઠ ઉપાય.

ઉપાય :

image source

દરરોજ ઝીણી વરિયાળીમા સાકર ઉમેરી અને તેને યોગ્ય રીતે મિક્સ કરીને તેને મોઢામા રાખી અને ચાવીને તેનો રસ ગળો અને ત્યારબાદ જ્યારે તે મુલાયમ પડે એટલે ચાવીને ખાઈ લો, તો તમારી તમાકુની લત તુરંત છૂટી જશે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

image source

આ સિવાય જો તમે એક પાત્રમા અજમો લઈ અને તેમા લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને બે દિવસ તડકામા રાખો અને ત્યારબાદ તેને સૂકવી જ્યારે પણ તમાકુ ખાવાની તીવ્ર ઈચ્છા જાગે ત્યારે તમાકુની જગ્યાએ આ મિશ્રણનુ સેવન કરો. જો તમે થોડા દિવસો સુધી નિરંતર આ મિશ્રણનુ સેવન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે નાની હરડે લઈ તેમા લીંબુનો રસ અને સિંધાલૂણ નમક મિક્સ કરીને ત્યારબાદ તેને સૂકવીને જ્યારે પણ તમાકુ ખાવાની ખુબ જ તીવ્ર ઈચ્છા થાય ત્યારે આ હરડેને ચૂસો. ત્યારબાદ જ્યારે તે નરમ પડે એટલે ચાવીને તેનુ સેવન કરી લો. આ ઉપાય અજમાવવાથી તમારી તમાકુના સેવનની લત તુરંત છૂટી જશે.

image source

આ ઉપરાંત જો તમે તમાકુ સૂંઘવાની આદત છોડવા ઈચ્છતા હોવ તો ઉનાળાની ઋતુમા કેવડો, ગુલાબ, ખસનુ અત્તર કોટનમાં લઈ કાનમાં રાખો.

image source

ઠંડીની ઋતુમા તમાકુ ખાવાની ઈચ્છા થવા પર હિના મેંદીને સૂંઘો. તમાકુને ક્યારેય પણ એકદમથી છોડવી નહીં. હમેંશા ધીરે-ધીરે જ તેની આદતને છોડી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત