આયર્નની ખામીને પૂરી કરવા બનાવો છો લોખંડની કઢાઈમાં ખાવાનું તો ભૂલથી પણ ન બનાવો આ ચીજો

ખાસ કરીને લોકો આયર્નની ખામીને દૂર કરવા માટે લોખંડના વાસણોમાં ભોજન બનાવે છે. લોખંડના વાસણોમાં ખાવાનું બનાવવાથી લઈને હેલ્થને પણ અનેક લાભ મળે છે. એક વયસ્ક મહિલાને રોજ 18 એમજી આયર્નની જરૂર રહે છે. જ્યારે ચાર મહિના સુધી તમે નિયમિત રીતથી લોખંડના વાસણમાં બનાવેલું ખાવાનું બાળકોને આપો છો કો તેનાથી હિમોગ્લોબિન સ્તરને સુધારી શકો છો.

image source

લોખંડના વાસણમાં બનાવેલું ખાવાનું ખાવાથી અનેક ફાયદા મળે છે. પણ શું તમે જાણો છો કે ખાવાનું બનાવતી સમયે આ વાસણોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી તમે હેલ્થની સાથે અન્ય મુસીબતમાં પણ ફસાઈ શકો છો. તમે જાણો છો કે ભોજને લોખંડની કઢાઈમાં બનાવવાની સાથે કઈ વાતનું ધ્યાન રાખવાનું જરૂરી છે.

image source

ખાટી કે એસિડ સાથે જોડાયેલી વાનગીને ભૂલથી પણ લોખંડની કઢાઈમાં ન બનાવો. એવા ભોજન લોખંડની સાથે પ્રતિક્રિયા કરી શકે છે. તેનાથી ભોજનમાં ધાતુ જેવો અપ્રિય સ્વાદ આવે છે. આ કારણ છે કે કઢી, રસમ, સંભાર કે ટામેટાથી બનનારી કરીને સ્ટેનલેસ સ્ટીલમાં બનાવવાની સલાહ અપાય છે.

લોખંડની કઢાઈમાં બનેલા લીલા શાક જલ્દી કાળા પડે છે. એમાં રહેલું આયરન અને લોહ તત્વના કારણે આવું બને છે. જે હેલ્થ માટે સારું નથી. શાકના કાળા થવાના 2 કારણો હોય છે. એક ોત વાસણ સારી રીતે સાફ ન થયું હોય અને બીજું કે ખાવાનું બનાવ્યા બાદ તમે તેને લોખંડના વાસણમાં જ રહેવા દીધું હોય. આવું ભૂલથી પણ ન કરો. લોખંડના વાસણમાં બનાવાયેલું ભોજન બન્યા બાદ તેને અન્ય વાસણમાં કાઢી લો. તેમાં જ રાખશો તો તે નુકસાન કરી શકે છે.

image source

આ સાથે જો તમે રોજ લોખંડના વાસણમાં ખાવાનું બનાવો છો તો તે યોગ્ય નથી. અઠવાડિયે 2-3 વાર તેમાં ભોજન બનાવો. લોખંડના વાસણોને ધોવા માટે સામાન્ય ડિર્ટજન્ટનો ઉપયોગ કરો. આ વાસણને ધોતાં જ તરત કોઈ કપડાંથી લૂસી લો. નહીં તો તેમાં કાટ લાગી શકે છે. ધ્યાન રાખો કે તેને ધોવા માટે ક્યારેય ખુદરા બ્રશ કે સ્ક્બરનો ઉપયોગ ન કરો.

લોખંડના વાસણનો સંગ્રહ કરતા પહેલાં તેના પર સરસિયાના તેલની પરત લગાવી લો. જેથી તેની પર કાટ લાગશે નહીં. હંમેશા વાસણને સાફ અને સૂકી જગ્યાએ રાખો. જ્યાં પાણી અને ભેજના કારણે તેની પર કાટ ન લાગે.

image source

તો હવેથી તમે પણ જો લોખંડની કઢાઈમાં ભોજન બનાવો છો તો આ વાતોનું ધ્યાન રાખો. જેથી તમે તેના લાભ જ મેળવી શકો અને નુકસાનથી બચી શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત