મીટર પર ઝીરો જોવા સિવાય પણ પેટ્રોલ પંપ પર રાખો આ સાવધાની નહીં તો થશે નુકશાન

આપણે સૌ રોજ પેટ્રોલપંપનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને સાથે પેટ્રોલ ભરાવવાની કેટલીક નાની મોટી સમજ ધરાવીએ છીએક જેમકે પેટ્રોલ ભરાવતા વાહન પર બેસી ન રહેવું. ગેસ ભરાવી રહ્યા હોવ તો ગાડીની બહાર નીકળી જવું, આ સિવાય પેટ્રોલ પંપ પર ફોનનો ઉપયોગ ન કરવો અને સાથે જ હંમેશા ટેન્ક ફૂલ કરાવવાની આદત રાખવી. પંરતુ આ સાથે આપણે આ સમયે કેટલીક નાની વાતોને ઈગ્નોર કરીએ છીએ જેના કારણે આપણને મુશ્કેલી થઈ શકે છે. તો જાણો આ કઈ નાની વાતો છે જેનાથી તમને મુશ્કેલી થઈ શકે છે. તો યાદ રાખી લો આ કેટલીક વાતો અને ફરીથી પેટ્રોલ પૂરાવો ત્યારે યાદ રાખો.

image source

ટેન્ક એક વારમાં ફૂલ કરાવી લો, કારણ તમે જેટલી વાર ફ્યૂઅલ કેપ હટાવો છો તેટલી વાર પેટ્રોલ ઊડે છે અને કસ્ટમરને નુકશાન થાય છે.

જો ટેન્ક ઓવરફ્લો થાય તો કેપને થોડા સમય માટે ખુલ્લી રહેવા દો. નહીં તો ગાડી સ્ટાર્ટ કરતી સમયે એન્જિનમાં થતા સ્પાર્કથી આગ લાગી શકે છે.

image source

ફ્યૂઅલ અને હવામાં રહેલો એક્સીજનને જ્યારે હીટ મળે છે ત્યારે આગ લાગી શકે છે. માટે ફ્યૂઅલ ભરાવતી સમયે ગાડી બંધ રાખો. સ્ટાર્ટ એન્જિનથી એટલો કરંટ આવે છે કે તેનાથી ઇલેક્ટ્રિકલ સ્પાર્ક જનરેટ થઇ શકે.

ફ્યૂઅલ ભરાવતી સમયે પેટ્રોલ ડિસ્પેસિંગ મશીનનું મીટર ચોક્કસ ચેક કરો, તે ઝીરો પર સેટ છે કે નહીં. ફ્યૂઅલ હંમેશા પ્રીસેટ મોડ એટલે કે ઝીરો જોઇને જ ભરાવો.

image source

ફ્યૂઅલ હંમેશા અલગ અલગ પેટ્રોલ પંપથી ભરાવો. જ્યારે તમે એવરેજ કાઢશો ત્યારે તમે નક્કી કરી શકશો કે કયા પેટ્રોલ પંપનું પેટ્રોલ વધારે દિવસ ચાલે છે. જ્યાંની એવરેજ વધારે આવે ત્યાં જ ફરી પેટ્રોલ ભરાવો.

ફ્યૂઅલ ભરાવતી સમયે હંમેશા મીટર પર નજર રાખો. આ સમયે અન્ય સ્ટાફ મેંબર આવીને કોઇ પણ બિનજરૂરી ક્વેરી કરે છે કે ઓફર બતાવે છે તો તેને ઇગ્નોર કરો.

image source

ડેબિટ /ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો. જ્યારે સ્ટાફ મેંબર સ્વાઇપ કરે ત્યારે જાતે પિન નાંખો, જેથી તેનો મિસયૂઝ ન થાય. યાદથી બિલ લો. જો કોઇ ગરબડ થાય તો બિલની મદદથી ક્લેમ કરી શકાય છે.

ફ્યૂઅલ ભરાવતી સમયે ફોન સ્વીચ ઓફ રાખો. એટમોસફિઅરમાં ફ્લેમેબલ ફ્યૂમ હોય છે જે મોબાઇલના રેડિએશનથી બ્લાસ્ટ થાય છે. સાથે સિગરેટ પણ અવોઇડ કરો.

image source

ફ્યૂઅલ ભરાવ્યા બાદ બિલ લેવાનું ન ભૂલો. બિલ માંગનારા કસ્ટમર્સની સાથે સ્ટાફ ક્યારેય ચીટિંગની કોશિશ કરી શકતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!