જો તમે પણ બોલેરો કાર લેવાનું વિચારતા હોવ તો આ માહિતી છે ખાસ તમારા માટે, જાણી લો ફાયદાની વાત

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ જાહેરાત કરી છે કે તેઓ આગામી અમુક વર્ષોમાં ભારતીય બજારમાં પોતાની ઓલ ન્યુ Mahindra Bolero (મહિન્દ્રા બોલેરો) એસયુવી લોન્ચ કરશે. મહિન્દ્રાએ તાજેતરમાં જ એક ઓનલાઇન મીડિયા બ્રિફિંગમાં નાણાકીય વરસજ 2021 માટે કંપનીની ચોથી તિમાહીના પરિણામો જાહેર કર્યા હતા. સાથે જ આ ઓનલાઇન બ્રિફિંગમાં કંપનીએ પોતાની આવનારી બોલેરો એસયુવી વિશે પણ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી..

image source

કંપની ઓલ ન્યુ બોલેરો એસયુવી સિવાય મહિન્દ્રા થારનું 5 દરવાજા વાળું વર્ઝન (5 ડોર વર્ઝન) મોડલ પણ લોન્ચ કરશે. બન્ને મોડલને 2023 – 2026 ના સમાન સમયગાળા દરમિયાન લોન્ચ કરવામાં આવશે. અહીં નોંધનીય બાબત એ પણ છે કે કંપનીએ હજુ સુધી બન્ને કારો કઈ તારીખે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. એ સિવાય મહિન્દ્રાએ એમ જણાવ્યું હતું કે કંપની વર્ષ 2026 સુધીમાં 9 જેટલા નવા મોડલો લોન્ચ કરશે. આ 9 નવા મોડલમાં એક ઓલ ન્યુ બોલેરો એસયુવી પણ હશે જેને 2023 – 2026 ના સમાન સમયગાળા દરમિયાન લોન્ચ કરવામાં આવશે.

કઈ કઈ નવી ગાડીઓ કરવામાં આવશે લોન્ચ

image source

ઘરેલુ વાહન નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ એ જાહેરાત પણ કરી કે ઉપરોક્ત બન્ને એસયુવી સિવાય મહિન્દ્રાની લાઈનઅપ Born EV પ્લેટફોર્મ પર આધારિત અનેક ઇલેક્ટ્રિક વાહનો પણ પણ લોન્ચ કરી શકે છે. એ સિવાય ન્યુ જનરેશન XUV300 એસયુવી અને W620 અને V201 કોડનેમ ધરાવતા અન્ય બે મોડલને પણ લોન્ચ કરવામાં આવશે. એ ઉપરાંત કંપનીએ XUV700 ની લોન્ચિંગ 2021 માં જ કરવાનું પહેલાંથી જ નક્કી કરી રાખ્યું છે. ત્યારબાદ 2022 સુધીમાં નવી સ્કોર્પિયો લોન્ચ કરવામાં આવશે.

નવી બોલેરો એસયુવીમાં શું હશે ખાસ આકર્ષણ

image source

ઓલ ન્યુ બોલેરોમાં સંપૂર્ણ રીતે નવી અપડેટેડ એક્ટીરિયર ડિઝાઇન, નવા સેફટી ફીચર્સ અને સાથે જ અપડેટેડ એન્જીન આપવામાં આવશે. હાલના મોડલમાં BS 6 ઇંધણ ઉત્સર્જન માનકો વાળું 1.5 લીટર, 3 સિલિન્ડર, mHawk ડીઝલ એન્જીન આપવામાં આવે છે. આ એન્જીન 75 bhp નો મેક્સિમમ પાવર અને 210 Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેઅરબોક્સ મળે છે.

5 દરવાજા વાળી નવી થાર પણ થશે લોન્ચ

image source

ભારતીય બજારમાં જે રીતે ન્યુ જનરેશન થાર 3 ડોરને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો અને ટૂંકાગાળામાં જ ગ્રાહકોની મનપસંદ કાર બની ગઈ હતી. થારની આ લોકપ્રિયતાને જોતા એવું તો ચોક્કસ માની શકાય કે જો કંપની આ થારને અપડેટ કરીને બજારમાં મૂકે તો ચોક્કસ ગ્રાહકો તેને પસંદ કરશે જ. ત્યારે મહિન્દ્રાની નવી 5 ડોર થાર પણ બજારમાં આવી રહી છે.

image source

આ કાર સાથે જ થારની ઓફરોડિંગ કેપેબિલિટીમાં પણ વધારો થશે. આ થારમાં સીટ બીજી રો માં હોવાથી ફૂટ સ્પેસ ઘણો વધી જાય છે. તેમાં રેગ્યુલર થારની સરખામણીએ લાંબા વહીલબેસ અને નવી ડિઝાઇનની બોડી પણ હોઈ શકે. સાથે જ તેમાં હાર્ડટોપ સ્ટાન્ડર્ડ પણ હશે તેવી આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!