Site icon News Gujarat

કોરોનામાં વર્ક ફ્રોમ હોમ કરવાની સાથે આ રીતે રાખો હેલ્થનું ધ્યાન, કામની છે 7 ટિપ્સ

હાલમાં દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે અનેક લોકોની નોકરીઓ સંકટમાં છે અને તેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ સમયે એવું બને છે કે તમે કામમાં ફસાઈ જાવ અને ખાવાનું કે પીવાનું ભૂલી જાવ. ક્યારેક એવું પણ બને કે કામના ટેન્શનમાં તમે ખાવાનું છોડી દો અને ફાસ્ટ ફૂડ, ચિપ્સ વગેરેનો સહારો લઈ લો. પછી તમારી ભૂખ મરી જશે અને તમે યોગ્ય રીતે ખાવાનું ખાઈ શકશો નહીં. જો તમે પણ વર્ક ફ્રોમ હોમમાં આ આદત રાખી રહ્યા છો તો તમારે ચેતી જવાની જરૂર છે. તમે સરળ અને યોગ્ય ડાયટ લો તે તમારા માટે જરૂરી છે. જો તમે યોગ્ય ફૂડ હેબિટ રાખશો તો તમારું વજન પણ વધશે નહીં અને તમારી હેલ્થ સારી રહેશે. તમે ઘરે જ કેટલીક ખાસ ચીજો બનાવીને તેનો આનંદ લઈ શકો છો. તો જાણો વર્ક ફોર્મ હોમ કરવાની સાથે સાથે હેલ્થનું પણ કઈ રીતે ધ્યાન રાખવાથી તમને લાભ મળી શકે છે.

વર્ક એરિયાને કિચનથી દૂર રાખો

image source

જ્યારે તમે વર્ક એરિયાને કિચનની આસપાસ હશે તો તમે દરેક સમયે કંઈને કંઈ ખાવાનું ખાઈ લો તે શક્ય છે. એટલું જ નહીં એ એવું થઈ શકે છે કે તમે દિવસમાં અનેક વાર ચા કે કોફી પી લો અને સતત સ્નેક્સ ખાતા રહો. સારું એ રહેશે કે તમે તમારા ઘરમાં તમારી વર્કિંગ પ્લેસને કિચનથી દૂર રાખો.

image source

તમારા ખાવાનો સમય નક્કી કરો અને તમારા ડાયટને પણ સારી રીતે પ્લાન કરી લો. લંચ સમય, સ્નેક્સ સમય અને બ્રેક સમય પણ નક્કી કરો. આ ટાઈમ ટેબલને સ્ટ્રીક્ટ રીતે ફોલો કરો. આમ કરવાથી તમે કામની સાથે સાથે હેલ્ધી ફૂડ ખાઈ શકશો અને ફાલતુ ચીજોથી પેટ ભરાશે નહીં.

પહેલાથી જ બનાવી લો તમારું ખાવાનુ

image source

જ્યારે તમે ઓફિસ જતા હતા તો લંચ બોક્સ સાથે લઈને જતા હતા. આ રીતે વર્ક ફ્રોમ હોમમાં પણ ખાવાનું પહેલાથી તૈયાર કરી લો અને લંચને લંચ સમયે જ ખાઓ. આ સમયે તમે સલાડ, દાળ, ભાત અને શાકને સામેલ કરો.

રિયલ ફૂડ પર રાખો વધારે ફોકસ

પેક્ડ ફૂડ કે ફ્રોઝન ફૂડથી દૂર રહો. જેટલું શક્ય હોય તેટલું ઘરે ખાવાનું બનાવો. આ રીતે એનર્જી લેવલને પણ વધારી શકાશે અને તમારી હેલ્થ સારી રહેશે.

વધારે પ્રમાણમાં પાણી પીઓ

image source

ધ્યાન રાખો કે ગરમીની સીઝન શરૂ થઈ ચૂકી છે. ડિહાઈડ્રેશનના કારણે અનેક વાર માથું દુઃખવું, ગેસની સમસ્યા રહે છે. તેનાથી બચવા માટે દિવસમાં ઓછામાં ઓછા 6-7 ગ્લાસ પાણી પીઓ. તમારી સાથે પાણીની બોટલ લઈને બેસો, જેનાથી તમે ઉભા થવાની આળસના કારણે ઓછું પાણી પીવાથી બચી શકશો.

વધારે કેફીનથી બચો

ખાસ કરીને કિચન એક્સેસ રહેવાથી આપણે 2ને બદલે 4 કપ કોફી પી લેતા હોઈએ છીએ, કેફીન વધારે લેવાથી માથું દુઃખવું, ટેન્શન, થાક અને પાચન સંબંધી સમસ્યાઓ વધી જાય છે.

ઘરે ન લાવો જંકફૂડ

image source

જો તમે ઘરે ચિપ્સ, કોલ્ડ ડ્રિંક, સ્નેક્સ વગેરે લાવીને રાખો છો તો તમે તેને હરતા ફરતા ખાઈ લો છો. આ જંકફૂડ્સના કારણે તમારું પેટ થોડું ભરાઈ જાય છે અને સાથે જ તે મસાલાવાળા જંકફૂડ તમારા પેટને ખરાબ કરે છે. આ ચીજોના બદલે જો તમે કંઈ ખાવા ઈચ્છો છો તો તમે ડ્રાય ફ્રૂટ્, ફ્રૂટ્સ કે સલાડને ઉપયોગમાં લો તે જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version