જો તમે પણ ગૂગલમાં જોઈને હોટલ બુક કરાવતાં હોવ તો સાવધાન, આ સત્ય હકીકત વાંચીને ફાટી જશે તમારી આંખો

દુનિયાના સૌથી મોટા સર્ચ ઈંજીન ગૂગલ પર 1.3 મિલિયન ડોલર એટલે કે અંદાજે 9.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ફ્રેંચ ઓથોરિટીઝના ફ્રાંસની હોટલો પર ખોટી રીતે રેકિંગ આપવા પર લગાવ્યો છે. જણાવી દઈએ કે ગૂગલે હોટલોને 1થી 5 રેકિંગ દેવા માટે ઓફિશિયલ સોર્સ અને ઈંડસ્ટ્રીની વેબસાઈટ પાસેથી મળેલી જાણકારીનો ઉપયોગ કર્યો હતો.

image source

ફ્રાંસની હોટલ ઓનર્સે ગૂગલ રેકિંગને લઈને ફ્રાંસની સરકારને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ફ્રોડ અને કોમ્પિટીશનને લઈને સરકારની એજન્સીએ વર્ષ 2019 અને 2020માં તેની તપાસ શરુ કરી હતી. આ એજન્સીનો ઉદ્દેશ ગૂગલ પર ઉપલબ્ધ 7500 સંસ્થાનોની જાણકારીના સત્યને ચકાસવાનો હતો.

image source

આ મામલે ગૂગલનું કહેવું છે કે ગૂગલ મેપ્સ અને સર્ચ પર હોટેલોને આધિકારિક ફ્રાંસીસી સ્ટાર રેંક દેખાડવા માટે જરૂરી બદલાવ કરવામાં આવ્યા છે. ગૂગલનું કહેવું છે કે આમ કરી અને તેમણે કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી.

image source

જણાવી દઈએ કે ડિસેમ્બર 2019માં ગૂગલ પર 16.7 કરોડ ડોલર એટલે કે અંદાજે 1214 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલ પર આ દંડ ફ્રાંસના પ્રતિસ્પર્ધા પ્રાધિકારણે ઓનલાઈન વિજ્ઞાપન માર્કેટમાં પોતાના વર્ચસ્વનો ખોટી રીતે ઉપયોગ કરવાના કારણે ફટકારવામાં આવ્યો હતો. ગત વર્ષમાં ડિસેમ્બરમાં ફ્રાંસની ડેટા પ્રાઈવસી ઓર્ગેનાઈઝેશને એમેઝોન પર 16.3 કરોડ ડોલર એટલે કે અંદાજે 1184 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

image source

આ પહેલા ડિસેમ્બરમાં ફ્રાંસની ડેટા પ્રાઈવેસી પર વોચ રાખતી સંસ્થાએ ગૂગલ અને અમેઝોન પર જે દંડ લગાવ્યો હતો તેના વિશે મળતી માહિતી અનુસાર સંસ્થાનું કહેવું હતું કે જાહેરાતની કુકીઝ દ્વારા દેશના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આ નિયમો તોડવા માટે ગૂગલ પર 100 મિલિયન યૂરો એટલે કો 12.1 કરોડ ડોલર અને 35 મિલિયન યૂરોનો દંડ લગાવવામાં આવ્યો હતો. સીએનઆઈએલના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને કંપનીઓએ ફ્રેંચ વેબસાઈટ્સને ઈંટરનેટ યૂઝર્સથી ટ્રેકર અથવા તો કૂકીઝ વિશે પહેલાથી મંજૂરી ન હતી માંગી અને આ વિજ્ઞાપનો જાતે જ લોકોના કોમ્પ્યુટરો પર સેવ થઈ ગયા હતા.

image source

ત્યારે ડિસેમ્બર 2019માં ફ્રાંસની પ્રતિસ્રપર્ધા પ્રાધિકરણે ઓનલાઈન વિજ્ઞાપન બજારમાં પોતાના વર્ચસ્વનો ખોટી રીતે ઉપયોગ કરવા માટે ગૂગલ પર 15 કરોડ યૂરો એટલે કે 16.7 કરોડ ડોલરનો દંડ લગાવ્યો હતો, પ્રાધિકરણ તરફથી ગૂગલ પર લગાવેલો હોય તેવો આ પહેલો દંડ હતો. ત્યારબાદ ફરી એકવાર ગૂગલ પર આરોપ લાગ્યો હતો કે તેણે પોતાના અલગોરિધમમાં આધિકારિક સ્ત્રોત એટ આઉટ ફ્રાંસ સાથે બીજી હોટલ ઈંડસ્ટ્રી વેબસાઈટ્સના ઈનપુટનો ઉપયોગ કરી હોટલોને એકથી પાંચ રેંક આપવા તેનો ઉપયોગ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!