મુસાફરી કરતા સમયે જરૂર હોય કે ના હોય, પણ આટલી વસ્તુઓ હંમેશા રાખો સાથે નહિં તો અજાણ્યા વિસ્તારમાં દોડવું પડશે અડધી રાત્રે

મુસાફરી કરતા સમયે તેની તૈયારી આમ તો આપણે જે તે સ્થળે કેટલો સમય રોકાવાના છીએ તેના પર અને આપણી જરૂરત પર આધારિત છે કે જે તે સ્થળે આપણે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડશે. પરંતુ છતાં અમુક ચીજ વસ્તુઓ એવી પણ છે જેને આપણે મુસાફરી કરતા સમયે સાથે રાખવી મૂળભૂત રીતે જરૂરી છે ભલે પછી મુસાફરી લાંબી હોય કે ટૂંકી. કારણ કે આ ચીજ વસ્તુઓ એવી છે કે તેની ગમે ત્યારે જરૂર ઉભી થઇ શકે અને એ તે સમયે એ વસ્તુ ન હોય તો મુસાફરીનો આનંદ ખાટો થઈ જાય.

image source

એટલા માટે એ જરૂરી છે કે મુસાફરી વખતે આવી આવશ્યક ચીજ વસ્તુઓ તમારી સાથે જ હોય જેથી તમે મુસાફરીનો પૂરો આનંદ પણ લઈ શકો. તો એવી કઈ કઈ ચીજ વસ્તુઓ છે જેની મુસાફરી દરમિયાન આપણને ખાસ જરૂર પડી શકે ચાલો જાણીએ..

નાની સાઈડ બેગ

image source

એક નાની સાઈડ બેગ તમારી સાથે હોવી જ જોઈએ પછી ભલેને તમે એકલા મુસાફરી કરી રહયા હોય કે પરિવાર સાથે. એ પણ ધ્યાન રાખવું કે બેગની સાઈઝ બને એટલી નાની હોય જેથી કરીને અમુક સ્થળે જ્યાં મોટું બેગ લઈને જવું પ્રતિબંધિત હોય છે ત્યાં આ બેગ લઈને જઈ શકાય. આ નાની બેગમાં તમે તમારી પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ રાખી શકો છો જેમ કે રૂમાલ, દવા, ચશ્મા વગેરે… એ સિવાય ચલણી સિક્કાઓ પણ બેગમાં રાખવા જેથી જરૂર સમયે તેમાંથી આપી શકાય.

પાણીની બોટલ

image source

મુસાફરી દરમિયાન એ બહુ આવશ્યક છે કે તમે તમારી સાથે એક પાણીની બોટલ પણ સાથે રાખો. જો રાસ્તમાં બોટલમાંનુ પાણી ખલાસ થઈ જાય તો પણ ખાલી બોટલ સાથે રાખવી. કારણ કે શક્ય છે કે અન્ય ક્યાંક પાણીની બોટલ ન પણ મળે કે જે તે દુકાન બંધ પણ હોય તો તેવા સમયે જો તમારી પાસે ખાલી બોટલ હશે તો તમે ગમે ત્યાંથી પીવાનું પાણી તેમાં ભરીને પી શકશો અને આગળ પણ લઈ જઈ શકશો.

રોકડા રૂપિયા

image source

જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી આપણે કેશ પૈસા ચૂકવવાનું થોડું ઓછું કરી નાખ્યું છે અને ઘણા ખરા લોકોને ઓનલાઈન પેમેન્ટ કરવાની આદત પણ પડી ગઈ છે. પરંતુ જો તમે કોઈ એવી જગ્યાએ (ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં) ફરવા જઈ રહ્યા છો જ્યાં આજના સમયમાં પણ ડીઝીટલ પેમેન્ટની પ્રથા નથી પડી તો તમારા માટે પૈસા હોવા છતાં મુશ્કેલી ઉભી થઈ શકે. માટે જરૂરી છે કે મુસાફરી દરમિયાન થોડા ઘણા પૈસા રોકડ સ્વરૂપે તમારી પાસે રાખો જેને યોગ્ય સમયે ઉપયોગ કરી શકાય.

સેફટી પીન

image source

ભલે તમે કોઈની સાથે ફરવા જવા નીકળ્યા હોય પણ જરૂરી છે કે તમે તમારી બેગમાં અથવા સાથે એક સેફટી પીન રાખો. એ આશંકાને પણ ન નકારી શકાય કે મુસાફરી દરમિયાન તમે પહેરેલા કપડાં, કે બુટ ચપ્પલમાં કોઈ સામાન્ય ભાંગતૂટ થઈ જાય અને તમારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે. તેવા સમયે કદાચ તેનું યોગ્ય રીપેરીંગ પણ ન થઈ શકે પરંતુ જો તમારી પાસે એક નાનકડી સેફટી પીન હશે તો કમસે કમ તમે લોકો વચ્ચે ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા સહેજમાં રહી જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત