જીવનમાં ફક્ત આટલી વખત જ બદલાવી શકો છો આધારકાર્ડમાં નામ, આ રીતે ચેન્જ કરાય છે નામ, જાણો સમગ્ર પ્રોસેસ

આધાર કાર્ડની ડિટેલમાં સંશોધન કરવા માટે યૂઆઈડીએઆઈએ અનેક નિયમો બનાવ્યા છે. તેની મદદથી તમે આધાર કાર્ડમાં જન્મ તિથિ, સ્થાન અને અન્ય જાણકારીને અપડેટ કરાવી શકો છો. પણ શું તમે જાણો છો તે તમે તમારા આધાર કાર્ડમાં નામ કેટલી વાર ચેન્જ કરી શકો છો તો તેની જાણકારી અમે તમને આપી રહ્યા છીએ.

image source

તમે આઘાર કાર્ડમાં નામને ફક્ત 2 વાર બદલાવી શકો છો. કેમકે યૂઆઈડીએઆઈના આઘારે કોઈ એક આધાર કાર્ડ ધારક ફક્ત 2 વાર જ નામ અપડેટ કરાવી શકે છે. આ સિવાય તમે આધાર કાર્ડમાં નામ બદલી શકો તે માટેના કેટલાક નિયમો બનાવાયા છે.

આ રીતે ચેન્જ કરી શકાશે આધાર કાર્ડમાં નામ

image source

આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટે યૂઆઈડીએઆઈએ કેટલાક નિયમ બનાવ્યા છે. તેના લીધે તમે તમારા નામમાં કોઈ મોટો ફેરફાર કરાવી શકશો નહીં એટલે કે તમે આખું નામ બદલાવી શકશો નહીં. તમે તમારું નામ તેની સિકવન્સના આધારે બનાવી શકો છો. નામનો સ્પેલિંગ બદલાવી શકોછો. શોર્ટ ફોર્મથી ફૂલ ફોર્મ પણ કરાવી શકો છો.

આ રીતે કરો અપડેટ

image source

આ સિવાય તમે તમારા આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવાની પ્રક્રિયા પણ કરી શકો છો. તમે આધાર કાર્ડમાં કોઈ ભૂલ થાય તો તમે તમારા આધાર કાર્ડમાં પોતે ફરીથી બદલાવ કરી સકીએ છીએ. તેનાથી તમે સૌ પહેલાં યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટિ ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો. આ પછી તમે અહીં નામ, મોબાઈલ નંબર અને જન્મતિથિમાં ફેરફાર કરી શકો છો.

મહત્વની જાણકારી

image source

આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે આધાર કાર્ડમાં નામ, જન્મતિથિ, સરનામું બદલવા માટે તમારે પહેલા ડોક્યુમેન્ટ્સને ચેક કરાવવાના રહે છે. આ માટે તમે આધાર કાર્ડમાં ફક્ત 2 વાર નામ ચેન્જ કરી શકો છો. તેના આધારે તમે જન્મતિથિ તમારા આધાર કાર્ડમાં એક જ વખત અપડેટ કરાવી શકો છો. ફરી વાર તમે યૂઆઈડીએઆઈ તેને ફરી વખત મંજૂરી આપશે નહીં. જ્યારે લિંગ પણ આધાર કાર્ડમાં ફક્ત એક જ વખત ચેન્જ કરી શકાય છે.

image source

આપણે સૌ જાણીએ છીએ તેમ આધાર કાર્ડ આજકાલ એક જરૂરી ડોક્યૂમેન્ટ બની ગયું છે. જો તમે પણ તેને લઈને કોઈ મુશ્કેલીમાં પડવા ઈચ્છતા નથી તો તમે આધાર કાર્ડના અપડેટમાં ઉપરની વાતોનું ધ્યાન રાખો તે પણ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!