Paytmનો યુઝ કરો છો? તો જાણી લો આ વાત, નહિં તો ભરવો પડશે એકસ્ટ્રા ચાર્જ અને પાછળથી આવશે રોવાનો વારો

કોરોના કાળ દરમિયાન લોકોના દૈનિક જીવનના અનેક વ્યવહારોમાં પરિવર્તન આવ્યું છે. તેમાં સૌથી મોટો ફેરફાર છે કે દેશમાં ડિજિટલ પેમેન્ટ પદ્ધતિને પસંદ કરતાં લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં પણ સૌથી વધુ લોકપ્રિય એવી મોબાઇલ વોલેટનો વપરાશ ઝડપથી વધી ગયો છે. લોકો કરિયાણાની દુકાનમાંથી માલ ખરીદવા, વીજળી-પાણીના બિલ ભરવા, ગેસ સિલિન્ડર બુક કરાવવા, મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ કરવા સહિતના કામોમાં ઓનલાઈન પેમેન્ટ કરતાં થયા છે અને તેના માટે પેટીએમ વોલેટનો ઉપયોગ સૌથી વધુ વધ્યો છે. લોકો પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ટ્રાંસફર કરી અને પેમેન્ટ કરે છે. પરંતુ હવે પેટીએમનો આ રીતે ઉપયોગ થોડો મોંઘો પડશે.

image source

જો તમે પણ સામાન્ય નાણાકીય વ્યવહાર માટે પેટીએમનો ઉપયોગ કરો છો તો આ જાણકારી તમારા માટે સારા સમાચાર સમાન નથી. કારણ કે આ વાત જાણીને તમને ઝટકો લાગશે કે પેટીએમનો ઉપયોગ કરવો ફરી એકવાર મોંઘો થઈ ગયો છે.

image source

પેટીએમ વેબસાઇટના માધ્યમથી આપવામાં આવેલી જાણકારી અનુસાર જો કોઈ યૂઝર ક્રેડિટ કાર્ડ દ્વારા પેટીએમ વોલેટમાં પૈસા ભરશે તો તેણે હવે 2.5% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 15 જાન્યુઆરી 2021 થી અમલમાં પણ આવી ચુક્યો છે. આ નિયમ અનુસાર હવે જો તમે અમેરિકન ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ભરો છો તો તમારે 3% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે ઘણા યૂઝર્સનું કહેવું છે કે પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉમેરવા પર તેઓ 2.07 ટકા ચાર્જ વસૂલ કરે છે. જ્યારે કેટલાક યૂઝર્સ કહે છે કે તેઓ પાસેથી 4.07 ટકા વસૂલ કરે છે.

image source

અગાઉ 15 ઓક્ટોબર 2020 થી જો કોઈ વ્યક્તિ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા ઉમેરે છે તો તેણે 2% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે જો તમે ક્રેડિટ કાર્ડમાંથી પેટીએમ વોલેટમાં 100 રૂપિયા ઉમેરતા હોય તો તમારે કુલ 102 રૂપિયાની ચુકવણી કરવી પડશે. જો કે કોઈપણ વેપારી પાસેથી આ ચુકવણી માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.

image source

આ સિવાય પેટીએમથી પેટીએમ વોલેટમાં રૂપિયા ટ્રાંસફર કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. ઉપરાંત તમે ડેબિટ કાર્ડ અથવા નેટબેંકિંગના માધ્યમથી પણ પેટીએમ વોલેટમાં પૈસા ઉમેરશો તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં. અગાઉ કંપનીએ 1 જાન્યુઆરી 2020 ના રોજ નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત