સાવધાન! જો તમે પણ કરો છો મોબાઈલ રીચાર્જ માટે નેટ બેન્કિંગનો ઉપયોગ, તો આ લેખ અવશ્ય વાંચજો…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય ખુબ જ વધારે પડતો આધુનિક બનતો જાય છે અને આ આધુનિકીકરણના કારણે દેશ-વિદેશમા નાણાકીય લેવડ-દેવડ કરવી ખુબ જ સરળ બની ચુકી છે. લોકો ઘરેબેઠા જ ખુબ જ સરળતાથી જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી પૈસા પહોંચાડી શકે છે પરંતુ, આ સુવિધાની સાથે જ સાયબર ક્રાઈમ અને ફ્રોડના કેસ પણ એટલા જ વધ્યા છે, જેના શિકાર સામાન્ય લોકો બને છે. આજે આ લેખમા આપણે આવા જ એક ફ્રોડનો શિકાર બનેલા વ્યક્તિ વિશે માહિતી મેળવીશુ, તો ચાલો જાણીએ.

image source

આ કિસ્સો છે ઉત્તરપ્રદેશનો. અહી ઔરૈયા જિલ્લાના અજિતમલ શહેરમા એક યુવાનના બેન્કના ખાતામાંથી ૨ લાખ ૭૨ હજાર ૫૦૦ રૂપિયા કપાઈ ચુક્યા છે, જેના વિશે તેને કોઈ જાણ જ નથી. પોલીસના સૂત્રો તરફથી એવી માહિતી મળી હતી કે, અજિતમલના એક વિસ્તાર આર્યનગરના નિવાસી આલોક કુમારે છેલ્લા ફેબ્રુઆરી માસમા માતાના મોબાઇલમા ૫૯૮ રૂપિયાનુ રિચાર્જ કરવા માટે એક ઓનલાઈન એપનો ઉપયોગ કર્યો હતો.

image source

તેની માહિતી મુજબ આ સમયે ખાતામાથી પૈસા કપાઈ ગયા હોવા છતા પણ મોબાઇલ રિચાર્જ કરવામા આવ્યુ ના હતુ. ત્યારપછી તેણે કસ્ટમર કેર પર આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. આ ફરિયાદના નિવારણ અંગે ૩ ફેબ્રુઆરીના રોજ તેના મોબાઇલ પર એક કોલ પણ કરવામા આવ્યો હતો.

image source

કંપનીના એક અધિકારી સાથે વાત કરતા તેમણે ફોન કરનારને સિમ કંપનીની થેન્ક યુ એપ અને એની ડેસ્ક એપનો ઉપયોગ કરવાની વાત કરી હતી અને જો તેમાં સફળતા ન મળે તો નેટ બેન્કિંગ દ્વારા મોબાઇલ રિચાર્જ કરવાનું પણ કહેવામાં આવ્યુ હતુ. હવે આક્ષેપ એવો મુકવામા આવ્યો છે કે, જ્યારે નેટ બેંકિંગ દ્વારા મોબાઇલ રિચાર્જ પ્રક્રિયા શરૂ કરી ત્યારે તેની સાથે જ તેમના ખાતામાથી ક્રમશ: ૯૯ હજાર રૂપિયા, ૪૮ હજાર ૬૦૦ રૂપિયા, ૫૦ હજાર રૂપિયા અને ૨૪,૯૫૦ રૂપિયા એમ કરીને કુલ ૨ લાખ ૭૨ હજાર ૫૦૦ રૂપિયા કપાઈ ગયા હતા.

images source

આ ઘટના બન્યા બાદ પીડિત વ્યક્તિએ બેંકમા જઈને પોતાનુ ખાતુ તો બંધ કરાવી જ દીધુ અને ત્યારપછી પોલીસ સ્ટેશને જઈને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર શુક્લા પાસે જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ, આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે હાલ આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર વ્યક્તિ કોણ છે? તે તો યોગ્ય તપાસ પછી જ ખ્યાલ આવશે. માટે આ લેખ પરથી અમારુ તમને એટલુ જ મંતવ્ય રહેશે કે, જો તમે નાણાકીય વ્યવહાર માટે કોઈપણ પ્રકારના ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો તે સમયે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!