અનોખા પશુપ્રેમની મિસાલ બની આ મહિલા, સતત 8 વર્ષ સુધી કર્યો આ ભગીરથ પ્રયાસ, એ પણ કોઈ જ સ્વાર્થ વગર

પ્રાણીઓની વફાદારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. અહીં પણ એક નિ:સ્વાર્થ મિત્રતા અને વફાદારીની વાત આવે છે. વફાદારી માટે પ્રથમ ઉદાહરણ કૂતરાઓનું આપવામાં આવે છે. પ્રાણીઓ હંમેશા મિત્રતાને આગળ વધારવા માટે 2 પગલા આગળ હોય છે. જો કે, અહીં લુઝ મારિયા ઓલમેડો બેલ્ટ્રન અને તેના કૂતરા વિશે વાત કરવામાં આવી રહી છે. લુઝ મારિયા ઓલમેડો બેલ્ટ્રન આ વિશે જણાવી રહ્યા છે કે તેમની પોતાના કૂતરાઓ સાથેની મિત્રતા ખુબ જ રસપ્રદ છે અને તેના માટે તેઓએ અનોખો દાખલો પૂરો પાડ્યો છે.

image source

મેક્સિકોની ટિજુઆનાની 65 વર્ષની આ મહિલા છે. જેને “લા ચોલે” નામથી ઓળખવામાં આવે છે. તે કૂતરાઓ સાથે મિત્રતા બનાવવા માટે લગભગ 8 વર્ષથી રસ્તાની બાજુમાં રહેવા લાગી છે. આ માટે, તેઓએ પોતાનું ઘર પ્લાસ્ટિકની બેગને જ બનાવી લીધી છે. ઠંડી અને વરસાદથી બચવા માટે તે ફક્ત કાળી રંગની પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરે છે. તેઓ આ રીતે 8 વર્ષથી જીવન જીવી રહી છે અને છેલ્લા 8 વર્ષથી આવી રીતે મિત્રો તરીકે કૂતરા સાથે રહેવા ઉપરાંત તે તેમની સંભાળ પણ સારી રીતે રાખી રહી છે.

image source

તે આ વિશે વાત કરતાં કહે છે કે એના બદલામાં કૂતરાઓ પણ તેને રક્ષણ, હૂંફ અને, સૌથી વધુ મહત્વનુ કે આ નિર્દોષ તરફથી તેને ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેણે જણાવ્યું કે આ માટે પોલીસની મદદ પણ મળી ન હતી.

image source

એકલા અને બેઘર થઈ અને હવે કુતરાઓને જ તેનું કુટુંબ બનાવ્યું છે. સ્થાનિક પોલીસે તેને આશ્રયસ્થાનમાં મોકલવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેણે ના પાડી હતી. કારણ જણાવતાં તેણી કહે છે કે કૂતરાઓ ત્યાં રહી શકતા ન હતા માટે તેને પણ કૂતરાઓને છોડીને ક્યાંય જવાની ઈચ્છા નથી . જો કે પોલીસે તેમના વતી તમામ શક્ય મદદ કરી હતી.

image source

આ વચ્ચે તેં મહિલા એક દિવસ પોતાના દીકરા સાથે રહી પણ પછી કૂતરાઓને પાસે પાછી ફરી હતી. આ મહિલાની ઉદારતા અને દુનિયાને મિત્રતા દેખાડતા ઘણા ફોટો એક ફોટોગ્રાફર ઓમર કમરિલોએ તેના કેમેરામાં કેદ કર્યાં હતાં જે પછી આ ફોટો સોશિયલ મીડિયા દ્વારા શેર થયા હતાં. હવે આ તસવીર વધુને વધુ વાયરલ થતાં લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. જો કે, ઘણા લોકો તેની મદદ માટે આગળ આવ્યા હતા.

image source

એ જ શહેરમાં રહેતા અલેજાન્દ્રએ પણ તેમની મદદ માટે અપીલ કરી હતી અને આ પરિશ્રમ પણ રંગ લાવ્યો હતો. હવે ચોલે 6 કૂતરાઓ સાથે આશ્રયસ્થાનમાં રહે છે. અલેજાન્દ્રાએ સરકારને અપીલ કરી છે કે તેઓને એવી જગ્યા આપવામાં આવે જ્યાં તે કુતરાઓ સાથે રહી શકે.

image source

આ વૃદ્ધ મહિલાએ સાબિત કરી દીધું છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, પણ તેણે ક્યારેય દયા અને પ્રેમનો ત્યાગ ન કરવો જોઈએ. વિશ્વની દરેક વ્યક્તિએ આ સ્ત્રી પાસેથી ઘણું શીખવાની જરૂર છે.