જો તમે પણ નહાતી સમયે કરો છો આ ભૂલો તો તમને થઈ શકે છે ગંભીર બીમારી, જાણીને રહો એલર્ટ

અનેક લોકોને અનેકવિધ આદતો હોય છે. જેનાથી તેઓ પોતે જ અજાણતા પોતાને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. નહાતી સમયે આપણે અનેક એવી ભૂલો કરીએ છીએ જેનાથી આપણી સ્કીન અને વાળને નુકસાન થઈ શકે છે. તમારી હેલ્થ સાથે તમે અજાણતા અનેક ભૂલો કરી લેતા હોવ તે શક્ય છે. અનેક લોકો લાંબા સમય સુધી શાવર લેવાની આદત રાખે છે. તેનાથી સ્કીનનું મોઈશ્ચર ઘટે છે અને સાથે સ્કીન ડ્રાય બને છે. સ્કીન પર કરચલીઓ પડવાની શક્યતાઓ પણ વધી જાય છે. તો જાણો તમારે આજથી ગંભીર બીમારીઓથી બચવા માટે કઈ આદતોને સુધારી લેવાની જરૂર છે. ખાસ કરીને નહાતી સમયે તમારે આ નાની વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

આખા શરીર પર સાબુ લગાવવો

image source

આપણે સૌ નહાતી સમયે આખા શરીર પર સાબુ લગાવીએ છીએ. તેનાથી સ્કીન ડ્રાય બને છે. જ્યાં વધારે પરસેવો થાય ત્યાં વધારે સાબુ લગાવવો. બાકી સાબુ ન લગાવીને તમે શરીર પર તેને અઠવાડિયે 2-3 વાર લગાવી શકો છો.તેનાથી તમારી સ્કીન સારી રહે છે.

ડિયો કે એન્ટી બેક્ટેરિયલ સાબુનો ઉપયોગ

વધારે સાબુના ઉપયોગથી સ્કીન રફ અને ડ્રાય બને છે. તેનાથી તમને સ્કીન પર ખંજવાળ આવવાની ફરિયાદ થાય તે શક્ય છે. સ્કીનના સારા બેક્ટેરિયા પણ ઝડપથી ખતમ થઈ શકે છે.

કંડીશનર યૂઝ કરવું

image source

શેમ્પૂ બાદ કંડીશનર નહીં લગાવવાના કારણે વાળ ડ્રાય અને બેજાન બને છે. રોજ કંડીશનર અને શેમ્પૂ યૂઝ કરવાના બદલે અઠવાડિયામાં 2 વખત તેનો પ્રયોગ કરી શકાય છે. ગરમીની સીઝનમાં તમે તેને 3 વાર પણ ઉપયોગમાં લઈ શકો છો.

કસરત કર્યા બાદ તરત નહાઈ લેવુ

કસરત કરવાથી શરીર ગરમ થાય છે. આ પછી તરત બાદ નહાઈ લેવાથી શરદી, ખાંસી અને તાવ આવી શકે છે. કસરતના એક કે બે કલાક સુધી નહાવું નહીં.

નહાતા પહેલા શેવિંગ કે વેક્સિંગ કરવું

image source

જ્યારે તમે શેવિંગ કે વેક્સિંગ કરો છો ત્યારે તમારી સ્કીનના ઓપન પોર્સ ખૂલે છે. આમ કરવાથી સ્કીન ડ્રાય રહે છે. નહાયા બાદ શેવિંગ કરવાથી સ્કીનમાં ભેજ રહે છે અને તેને નુકસાન થતું નથી.

વધારે સ્ક્રબિંગ કરવું

વધારે ગોરા દેખાવવા માટે વધારે સ્ક્રબ કરવું એ સારું નથી. તેનાથી સ્કીનની ઉપરની ચામડી છોલાઈ શકે છે. આ સિવાય તમને ઈન્ફેક્શનનો પણ ભય બની રહે છે.

બોડી સ્ક્રબર અને બાથરૂમમાં છોડવા

image source

વધારે ગોરા દેખાવવા માટે વધારે સ્ક્રબિંગ કરવું એ સારું નથી. તેનાથી સ્કીનની ઉપરની ચામડી છોલાઈ શકે છે અને સાથે ઈન્ફેક્શનનો ડર પણ બની રહે છે.

રૂમાલથી વધારે ઘસીને લૂછવું

જ્યારે તમે નહાયા બાદ તરત જ રૂમાલથી વાળને ઘસીને લૂસો છો ત્યારે તેનાથી સ્કીન અને વાળને નુકસાન થાય છે. સ્કીન ડ્રાય થાય છે અને વાળ ખરવા લાગે છે.