Site icon News Gujarat

ભગવાન ગણેશની પૂજામાં દૂર્વા કેમ જરૂરી છે? જાણી લો આ પાછળનું મહત્વ

હિન્દૂ ધર્મ શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના સાત દિવસ કોઈને કોઈ દેવી કે દેવતાની પૂજા આરાધનાનો દિવસ માનવામાવવા છે છે. એમ જ બુધવારનો દિવસ વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા અને અર્ચનાનો દિવસ છે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાનુ વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશજીની પૂજા કરવાથી બધા જ દુઃખો તેમજ વિઘ્નો દૂર થાય છે. ભગવાન ગણેશની પૂજાથી સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણેશને પ્રસાદમાં મોદક અને દુર્વા ખાસ રૂપે ચડાવવામાં આવે છે. દુર્વા ઘાસ વગર ભગવાન ગણેશની પૂજાને અધૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આખરે કેમ ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચડાવવામાં આવે છે અને શુ છે એ પાછળની કથા.

શુ છે કથા.

image source

પૌરાણિક કથા અનુસાર અનલાસુર નામનો એક રાક્ષસ હતો. આ અનલાસુર રાક્ષસે ચારે બાજુ આતંક ફેલાવી દીધો હતો. આ દૈત્યના આતંકથી બધા જ દેવી અને દેવતાઓ તેમજ ઋષિ મુનિઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. અનલાસુરની સામે જે જતું એ એને સીધો ગળી જ જતો. કોઈપણ દેવતા કે મુનિ અનલાસુરને મારી નહોતા શકતા.ત્યારે બધા દેવતાઓ ભેગા મળીને અનલાસૂરના આતંકથી ત્રસ્ત થઈને ભગવાન ગણેશની શરણમાં ગયા. ભગવાન ગણેશે અનલસૂરને યુદ્ધમાં હરાવીને એને ગળી લીધો હતો.

image source

અનલાસુરને ગળી જવાના કારણે ભગવાન ગણેશજીના પેટમાં ખૂબ જ બળતરા થવા લાગી હતી.એમની આ બળતરા શાંત કરવા માટે મુનિઓએ એમને ખાવા માટે 21 ગાંઠનું દુર્વા ઘાસ આપ્યું. એને ખાતાંની સાથે જ ભગવાન ગણેશની પેટની બળતરા શાંત થઈ ગઈ. ત્યારથી ભગવાન ગણેશની પૂજામાં એમને દુર્વા ઘાસ ચડાવવામાં આવે છે.

image source

ભગવાન ગણેશજી પૂજા આરાધનામાં દુર્વા ચડાવવાથી બધા જ સુખ અને સંપદામાં વૃદ્ધિ થાય છે. દુર્વા વગર ભગવાન ગણેશની પૂજા અધૂરી માનવામાં આવે છે. પૂજામાં દુર્વા ભગવાનને ચડાવવામાં આવે છે.દુર્વા ઘાસના 11 તનખલાને ભગવાન ગણેશને ચડાવવા જોઈએ. દુર્વા ચડાવવા માટે કોઈ સાફ જગ્યા પરથી જ દુર્વા ઘાસને તોડવું જોઈએ. ગંદી જગ્યાએથી ક્યારેય પણ દુર્વા ઘાસ ન તોડવું જોઈએ. દુર્વા ચડાવતી વખતે ભગવાન ગણેશના આ 11 મંત્રનો જાપ કરવો જોઈએ.

image source

ऊँ गं गणपतेय नम:

,ऊँ गणाधिपाय नमः ,

ऊँ उमापुत्राय नमः ,

ऊँ विघ्ननाशनाय नमः

,ऊँ विनायकाय नमः ,

ऊँ ईशपुत्राय नमः ,

ऊँ सर्वसिद्धिप्रदाय नमः ,

ऊँएकदन्ताय नमः ,

ऊँ इभवक्त्राय नमः,

ऊँ मूषकवाहनाय नमः,

ऊँ कुमारगुरवे नमः

Exit mobile version