ષટતિલા એકાદશી: આજે આ રાશિના લોકોના દુર્ભાગ્ય અને દરિદ્રતાનો થશે નાશ, વાંચો તમારી રાશિ શું કહે છે

પોષ મહિનાના વદ પક્ષની એકાદશીએ ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. ષટતિલા નામ પ્રમાણે આ અગિયારસ તલ સાથે જોડાયેલી છે. આ દિવસે તલનું દાન કરવું, તેનો ભોજનમાં અને સ્નાનમાં ઉપયોગ કરવાનું પણ મહત્ત્વનું ગણાય છે. પ્રચલિત માન્યતા અનુસાર ષટતિલા એકાદશીના દિવસે તલનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

image source

તેમાં તલ ઉમેરેલા પાણીથી સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલનો ઉપયોગ કરી હવન કરવો, તલથી તર્પણ કરવું, તલ ઉમેરેલું ભોજન કરવું અને તલનું દાન કરવું. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન પણ કરવામાં આવે છે.

image source

જે વ્યક્તિ ષટતિલા એકાદશીનું વ્રત રાખે છે, તેમના ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. સાથે જ માન્યતા છે કે આ વ્રત કરવાથી વ્યક્તિની જાણે-અજાણે થયેલી ભૂલોને માફ કરવામાં આવે છે. આજે આ વ્રત કરી પૂજા કરવાની સાથે જાણી લો કે કઈ કઈ રાશિના જાતકોની સમસ્યાઓ, દુ:ખ અને દારિદ્રતાનો નાશ આજથી થવાનો છે.

મેષ

image source

બપોર બાદ સ્થિતિ સુધરશે, મોસમમાં થતા ફેરફાર સામે સ્વાસ્થ્યનું અને ત્વચાનું રક્ષણ કરો. સાંજ સુધીમાં હાલત સુધરી જશે.

વૃષભ

બપોર સુધી વેપારમાં સ્થિતિ અનુકૂળ, કામકાજમાં દશા ઠીક રહેશે. પરંતુ બાદમાં પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. સંધ્યા સમય ટેન્શન અને પરેશાની સાથે આવી શકે છે.

મિથુન

image source

બપોર સુધી ટેન્શન, પરેશાની તેમજ દુવિધાભરેલો સમય રહેશે. મુસાફરી કરવી જોઈએ નહીં. બપોર બાદ કારોબારી બાબતોમાં સ્થિતિ સુધરશે.

કર્ક

દિવસ દરેક બાબતે સાવધાન રહેવાનો છે. પ્રોબ્લેમને લઈને જાગૃત રહો. બીજા પર વધારે ભરોસો ન કરો. જરૂર જણાય તો પાછળ હટી જવું.

સિંહ

બપોર સુધી પ્રોપર્ટીના કામ નરમ-ગરમ રહેશે. એટલે ખૂબ વધારે પ્રયત્ન ન કરવા. સ્થિતિ ધીરે ધીરે સુધરશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે.

કન્યા

નબળા વિચારના લોકો સાથે મિત્રતા રાખવી કેટલી મોંઘી પડે તે આજે સમજાઈ જશે. બપોર બાદ સફળતા મળશે. માન-સન્માન ઘટે નહીં અને વધે તેવા કામ થશે.

તુલા

બપોર બાદ કામકાજી સમય મનને વ્યથિત કરી શકે છે. ત્યારબાદ સ્થિતિ સુધરશે. શત્રુ આજે નબળા પડશે. પ્રયત્ન કરો કે તમારા કામ બગડે નહીં.

વૃશ્ચિક

બપોર સુધી આર્થિક કામો નબળા રહે પરંતુ કારોબારી ક્ષેત્રે સ્થિતિ સારી રહેશે. ભાગદોડનું સારું પરીણામ મળશે. પ્રયત્ન કરવાથી બગડેલા કામ સુધરી જશે.

ધન

image source

બપોર સુધીનો સમય નુકસાન આપનાર રહે, લેતી-દેતીના કામમાં સાવધાની રાખવી. બપોર બાદ કામકાજની સ્થિતિ સુધરશે.

મકર

image source

બપોર સુધી વેપાર અને કારોબારમાં લાભ આપનાર દિવસ, માન અને યશની પ્રાપ્તિ થશે. સમય પરેશાની ભર્યો હોય શકે છે.

કુંભ

બપોર સુધી અધિકારીઓનું વલણ નોન-કોપરેટીવ રહેશે. પરંતુ પછીથી કારોબારી મોરચે આગળ વધી શકશો.

મીન

બપોર સુધી મનમાં ઉચાટ અને પરેશાની રહેશે. પરંતુ તેનાથી કામ પર અસર થશે નહીં. પ્રયત્ન કરતા રહેશો. સાંજ સુધીમાં સફળતા મળશે. માન પ્રાપ્ત થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ