વાહન ચલાવતા સમયે ગૂગલ મેપ વાપરો છો, તો થઈ જાવ સાવધાન, નહીં તો ચૂકવવો પડશે આટલો મોટો દંડ

અત્યારે આધુનિક યુગમાં બધાએ નવી આધુનિકતાની સાથે ચાલવું પડે છે નહીં તો તે ખૂબ પાછળ રહી જાય છે. અત્યારે ખૂબ આધુનિક મોબાઈલ ફોન બજારમાં મળે છે. તેથી લોકો તેનો ખૂબ ઉપયોગ કરતાં હોય છે તેમાં ઘણા એવા એપ પણ છે જેનાથી આપણને ઘણી મદદ મળી શકે છે.

image source

તમે ક્યારેય પણ અજાણી જગ્યાએ જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ ડ્રાઇવિંગ કરતાં સમયે કરતાં હશો તો તમને ટ્રાફિકના નિયમો પ્રમાણે પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે છે. તેથી તમારે તેના વિષે જાણવું જોઈએ અને સરખી માહિતી મેળવવી જોઈએ. તેના માટે આજે આપણે જાણીએ.

ગૂગલ મેપનો ઉપયોગ કરવાથી ખિસ્સું ખાલી થઈ શકે છે :

image source

આજના સમયમાં કોને રસ્તો પૂછવા કરતાં આપણે બધા નેવિગેસન દ્વારા આપના સ્થળે પહોંચવાનું વધારે પસંદ કરીએ છીએ. તેના માટે મોટાભાગના લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરતાં હોય છે. તમે જ્યારે ડ્રાઇવિંગ કરો છો ત્યારે તમે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો તો તમને ડ્રાયવિંગના નિયમ પ્રમાણે તમને દંડ થઈ શકે છે, તેના માટે તમને ઘણો મોટો દંડ થવાથી તમારું ખિસ્સું ખાલી થઈ શકે છે.

આના ઉપયોગથી ઘણીવાર નુકશાન પણ થાય છે :

image source

જ્યારે લોકો ડ્રાયવિંગ કરે છે ત્યારે તે ગૂગલ મેપમાં નેવિગેશન ઓન કરી દેતા હોય છે તેનાથી તેમણે તેમના રસ્તાનો ખ્યાલ આવી જાય. તમારા રસ્તામાં વચ્ચે કોઈ જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હોય તો તમને તેની માહિતી પહેલાથી જ મળી શકે છે. તેથી તમે સમય પર બીજો રસ્તો અપનાવી શકો છો. આ બધા ગૂગલ મેપથી તમને લાભ મળી શકે છે.

image source

પરંતુ, તેનાથી ઘણા નુકશાન પણ થઈ શકે છે. તમે તમારી ગાડીમાં ડેશબોર્ડ પર મોબાઈલ હોલ્ડર ના લગાવો ત્યારે તમારે હાથમાં મોબાઈલ લઈને ગૂગલ મેપનો ઉપયોગ કરવો પડે છે અને તેના કારણે તમને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

દિલ્હીમાં એક વ્યક્તિને આ દંડ કરાયો :

image source

હાલના સમયમાં દિલ્હીની પોલીસે એક વ્યક્તિને દંડ આપ્યો છે. તે ગાડી ચલાવનાર વ્યક્તિએ જણાવ્યુ છે કે તે કોઈ સાથે વાત નહોતો કરી રહ્યો તે છતાં પણ તેને દંડ આપ્યો છે. ત્યારે દિલ્હીની ટ્રાફિક પોલીસે કહ્યું કે મોબાઈલ હોલ્ડર વગર તમે ડેશ બોર્ડ અથવા હાથમાં ફોન પકડીને ગૂગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે તેથી તમને દંડ મળી શકે છે.

મોબાઈલ હોલ્ડર હશે તો દંડ નહીં ભરવો પડે :

image source

તમે ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપનો ઉપયોગ કરો છો ત્યારે તમારે વાહનમાં મોબાઈલ હોલ્ડર લગાવવું જોઈએ. આને લગાવીને ફોન પર ગૂગલ મેપનો ઉપયોગ કરવાથી તમને દંડ નહીં થાય. આ હોલ્ડર બાઈકમાં ૨૦૦ રૂપિયાનું અને કારમાં ૧ હજાર સુધી લાગી શકે છે. તેથી તમે પણ એક હજારનો ખર્ચ કરીને પાંચ હજારના દંડથી બચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!