જો જાણી લેશો ગવારના આ ફાયદા તો બે હાથે ખાશો, આ મોટી બીમારીઓમાં છે લાભદાયી

ગવારને સ્વાદમાં ભલે કેટલાક લોકો પસંદ કરતા નથી પણ તેના ગુણ જાણી લેશો તો તમે તેને હેલ્થ માટે લાભદાયી માનવા લાગશો. તેનું નિયમિત સેવન કરવાથી અનેક મુશ્કેલીઓ આવે છે.

image source

ગવાર એક એવું શાક છે જે આખું વર્ષ મળે છે. તે સ્વાદમાં ભલે અનેક લોકોને પસંદ ન હોય પણ તેના ગુણની વાત કરીએ તો તે હેલ્થ માટે ફાયદો કરે છે. તેને કલ્સ્ટર બીન્સના નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેનું નિયમિત સેવન કરાય તો વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય ગવારના સેવનથી હાર્ટ સંબંધી અને પેટની સમસ્યાઓમાં પણ ઝડપથી રાહત મેળવી શકાય છે. આ સિવાય મગજના વિકાસમાં પણ ગવારનું સેવન લાભદાયી રહે છે. લેગુમિનોસે પરિવારથી સંબંધી આ ગવારનું વૈજ્ઞાનિક નામ સિઆમોપ્સિસ ટેટ્રાગોનોલોબા છે જેનો પ્રયોગ શાક બનાવવા સિવાય દવા બનાવવા અને સ્વાસ્થ્યના લાભ માટે કરાય છે. તેમાં રહેતા પોષક તત્વો મધુમેહ, કોલેસ્ટ્રોલ અને હ્રદયની બીમારી જેવી અનેક સમસ્યાઓથી બચાવે છે. તો જાણી લો તમે પણ આ નાની અને લીલીછમ ગવારના સ્વાસ્થ્ય લાભ વિશે.

ગવારનું સેવન વજન ઘટાડે છે

image source

વધતા વજનને ઘટાડવા માટે ગવારનું સેવન જરૂરથી કરવું. ગવારમાં અન્ય શાકની સરખામણીના આઘારે વધારે ફાઈબર હોય છે. તે વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેના માટે લોકો શાકની સાથે સલાડના રૂપમાં પણ તેને પસંદ કરે છે.

કબજિયાતને કરે છે દૂર

image source

જો તમે કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ગવારનું શાક તમારા ડાયટમાં સામેલ કરો. તેમાં ફાઈબર રહેલું છે જેના કારણે કબજિયાતની સમસ્યાને ઘટાડે છે તેના નિયમિત સેવનથી પાચનની સમસ્યા પણ સરળતાથી દૂર થઈ શકે છે.

હાડકાને મજબૂત કરે છે

હાડકાને માટે કેલ્શિયમ એક મહત્વનું પરિબળ હોય છે અને સાથે ગવારને તેનો ભંડાર માનવામાં આવે છે. ગવારમાં રહેલું ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે અને સાથે તેને હેલ્ધી પણ બનાવે છે.

પાચનશક્તિને કરે છે સારી

image source

જે લોકોને ભૂખ લાગતી નથી તેઓએ નિયમિત રીતે ગવારનું સેવન કરવું. ગવાર ભૂખ વધારવાનું કામ કરે છે. તેનાથી પાચન શક્તિ સુધરે છે. એટલું નહીં ગવારમાં રહેલા ફાઈબર મળ પ્રોસેસને સારી બનાવે છે અને સાથે વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ

image source

જો તમે ડાયાબિટિસના દર્દી છો તો તમારે નિયમિત રીતે ગવારનું સેવન કરવું જોઈએ. તેના નિયમિત સેવનથી બ્લડ શુગર વધતું નથી. ગવાર ગ્લાઈસેમિક ઇન્ડેક્સનું પ્રમાણ ઓછું ધરાવે છે. સાથે તેમાં રહેલા ટેનિન અને ફ્લેવોનોઈડ્સ, બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કોલસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે

ગવારને હાર્ટ માટે સારી માનવામાં આવે છે કેમકે આ એલડીએલ કે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ મળે છે તેમાં રહેતા ડાયટરી ફાઈબર, ફોલેટ અને પોટેશિયમ હ્રદય સંબંધી સમસ્યાને સુરક્ષા આપવામાં મદદ કરે છે.

તો જો તમે હજુ પણ ગવાર ખાવાનું ટાળી રહ્યા છો અને તેને જોઈને મોઢું બગાડો છો તો તમને પસંદ આવે તે રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તેના ઉપરના ફાયદા જાણી ગયા હશો તો હવે તમે તેને બે હાથે ખાવા લાગશો.