જો તમે પણ પોપકોર્ન ખાવાના શોખીન હોય તો આ વાંચી લો, શરીરમાં થઈ શકે છે નુકશાન

તમે ગમે ત્યારે અને ગમે ત્યાં પોપકોર્નનો આનંદ માણી શકો છો. મૂવી જોતી વખતે સિનેમા હોલમાં અથવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ જોતી વખતે. આટલું જ નહીં, તમે ઘરે પણ પોપકોર્નની મજા માણી શકો છો. આમ તો પોપકોર્ન ભારત માટે નવું નથી, પરંતુ અહીંના ગામોમાં મકાઈને વર્ષોથી ખાવામાં આવે છે, ગામડામાં લોકો સેકીને તેને ખાતા હતા જેને આજે લોકો પોપકોર્ન તરીકે ઓળખે છે. આજે આ લેખમાં અમે તમને પોપકોર્નના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે પોપકોર્ન ખાવાથી તમને ઘણા પોષક તત્વો મળે છે. ખાસ કરીને પોપકોર્નમાં ફાઇબર, પ્રોટીન, પોલિફેનોલ કમ્પાઉન્ડ, એન્ટીઓકિસડેન્ટ, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ હોય છે અને આ તમામ ગુણધર્મો તમારા શરીરને સ્વસ્થ રાખે છે. ચાલો જાણીએ પોપકોર્ન ખાવાના ફાયદાઓ વિશે.

પોપકોર્ન ખાવાના ફાયદા

કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખે છે

image source

બદલાતી જીવનશૈલી અને આહારપ્રણાલીને કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધવુ સામાન્ય છે. પરંતુ પોપકોર્ન તમારા કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે. શરીરમાં કોલેસ્ટરોલ વધવાથી હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે. આ કિસ્સામાં, પોપકોર્ન તેને નિયંત્રિત કરે છે. કારણ કે પોપકોર્ન ફાઇબરથી ભરપુર હોય છે. જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

કેન્સર સામે લડવામાં મદદગાર

image source

કેન્સર એ એક એવો રોગ છે જેનું નામ સાંભળીને લોકો ડરી જાય છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પોપકોર્ન ખાવાથી કેન્સરની બીમારીથી તમે ઘણી હદ સુધી બચાવે છે. પોપકોર્નમાં પોલી ફિનોલિક નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, આ એન્ટીઓકિસડન્ટો એટલા શક્તિશાળી છે કે તેની મદદથી શરીર કેન્સર પેદા કરનારા ફ્રી રેડિકલ્સથી છૂટકારો મેળવે છે.

વજન ઘટાડવામાં પણ મદદગાર

image source

તમને જણાવી દઈએ કે પોપકોર્ન ખાવાથી તમને જલદી ભૂખ લાગતી નથી. ભૂખ ઓછી લાગવાથી તમારું વજન નિયંત્રિત રહે છે. તેમાં ઓછી કેલરી હોય છે જેના કારણે તે વજન ઘટાડવામાં પણ મદદગાર છે. જો તમને પૌષ્ટિક આહાર સાથે ડાયેટિંગ કરવાનું ગમે છે, તો પોપકોર્ન તમારા માટે ખૂબ જ સારો આહાર છે. તેને મીઠા વગર નિયમિત લો.

ડાયાબિટીસના દર્દી માટે પોપકોર્ન ખૂબ ફાયદાકારક

image source

ડાયાબિટીસના દર્દી માટે પોપકોર્ન ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પોપકોર્નમાં મળતું ફાઇબર ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે ફાઇબરને કારણે જ બ્લડમાં સુગર અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે.

પાચનતંત્ર સારૂ રહેશે

image source

સ્વસ્થ રહેવા માટે પાચનતંત્ર સારૂ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી પેટને સ્વસ્થ રાખવા માટે, પાચન શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ માટે તમારે ઉચ્ચ ફાઇબર ફૂડ સામગ્રી લેવી જોઈએ. આ સ્થિતિમાં પોપકોર્નનું સેવન કરી શકાય છે. પોપકોર્ન કમને કબજિયાત અને પાચનની સમસ્યાઓથી બચાવી શકે છે.

ઉમરને વધતી અટકાવે છે

image source

વધતી ઉંમર સાથે લોકો વધુ જુવાન દેખાવા માંગે છે. પોપકોર્નનું સેવન કરવાથી તમારી વધતી ઉંમરને એક ક્ષણ માટે રોકી શકાય છે. પોપકોર્નનું સેવન કરવાથી માંસપેશીઓની નબળાઇ, કરચલીઓ, ડાઘ, ફોલ્લીઓ વગેરે દૂર રહે છે અને તમે લાંબા સમય સુધી જુવાન રહી શકો છો.

હાડકાને મજબૂત કરે છે

પોપકોર્નમાં મેંગેનીઝ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પોપકોર્નમાં જોવા મળતા મેંગેનીઝ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમને સંધિવા, સાંધાનો દુખાવો જેવા રોગો આગળ જઈને નથી થતા અથવા ઓછા થાય છે.

આયરનની ઉણપ પૂરી કરે છે

image source

જો શરીરમાં આયરનની ઉણપ પૂરી કરવી હોય તો પોપકોર્ન એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેનું સેવન કર્યા પછી તમારે આયરનની ગોળીઓ લેવાની જરૂર રહેશે નહીં.

પોપકોર્ન બનાવાવની વિધિ

પહેલા પ્રેશર કૂકરમાં તેલ નાંખો.

તેલ ગરમ થઈ જાય એટલે તમે તેમાં મકાઈ નાખો.

થોડા સમય બાદ મકાઈ ફુચવા લાગશે.

તેમાં મીઠું નાખો.

હવે પ્રેશર કૂકરમાંથી પોપકોર્ન કાઢી લો.

પોપકોર્ન બનીને તૈયાર છે, તમે ઘરે ટીવી જોતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો.

image source

પોપકોર્નના નુકશાન

પોપકોર્નમાં મીઠું વધારે પ્રમાણમાં હોય છે, તેથી તેને મીઠા વિના ખાવાનો પ્રયત્ન કરો.

પોપકોર્ન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે જો તમે તેને કોઈ મસાલા વગર, માખણ વિના અને મીઠું વગર ખાવ તો.

પેકેજ્ડ પોપકોર્ન ખાવાનું ટાળો કારણ કે તેમાં વધુ મીઠું વધારે પ્રમાણમાં હોય છે

માઇક્રોવેવમાં બનાવેલા પોપકોર્નનું સેવન ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત