જો તમે પણ TVSનું સ્પોર્ટી સ્કૂટર લેવાનું વિચારતા હોવ તો એકવાર વાંચી લો પહેલા ‘આ’, નહિં તો ખિસ્સા પર પડશે આટલો ભાર

TVS NTorq 125 Price Hike : ટીવીએસ મોટર કંપનીએ પોતાના સૌથી વધુ ફીચર્સ સાથે આવનારા સ્પોર્ટી સ્કૂટર TVS NTorq 125 ના ભાવમાં વધારો કરી દીધો છે. સ્કુટરનું ટોપ સ્પેક સુપર સ્ક્વોડ એડિશન 1,540 રૂપિયા સુધી મોંઘું થયું છે. જ્યારે બેઝ ડ્રમ બ્રેક એડિશનની કિંમતમાં 540 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

TVS NTorq 125 ના નવા ભાવ

image source

કિંમતોમાં ભાવવધારો કર્યા બાદ હવે TVS NTorq 125 સ્કુટરની એક્સ શોરૂમ કિંમત 71,095 રૂપિયાથી શરૂ થશે. વેરીએન્ટના આધારે કિંમતોમાં અલગ અલગ વધારો કરવામાં આવ્યો છે. TVS NTorq 125 ના ડ્રમ બ્રેક વેરીએન્ટની કિંમત 71,095 રૂપિયા થઈ છે જ્યારે તેના ડિસ્ક બ્રેક વેરીએન્ટની કિંમત 75,395 રૂપિયા થઈ ગઈ છે. TVS NTorq 125 ના રેસ એડિશનની કિંમત 78,375 રૂપિયા અને સુપર સ્ક્વોડ વેરીએન્ટની કિંમત 81,075 થઈ છે.

image source

TVS NTorq 125 ની વેરીએન્ટના આધારે નવી કિંમતો (આ કિંમતો દિલ્હી એક્સ શોરૂમની છે)

Ntorq 125 ડ્રમ વેરીએન્ટ 71,095

Ntorq 125 ડિસ્ક વેરીએન્ટ 75,395

Ntorq 125 રેસ એડિશન 78,375

Ntorq 125 સુપર સ્ક્વોડ 81,075

એન્જીન

image source

TVS NTorq 125 ના પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં પાવર માટે 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, એયર કુલ્ડ, ફ્યુલ ઇન્જેક્શન BS 6 એન્જીન આપવામાં આવ્યું છે. તેનું એન્જીન 7500 આરપીએમ પર 9.4 PS નો પાવર અને 5500 આરપીએમ પર 10.5 નો પિક ટોર્ક જનરેટ કરે છે.

નોંધનીય છે કે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, યામાહા, રોયલ ઇનફિલ્ડ અને હોન્ડા મોટરસાયકલ જેવી મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપનીઓએ તાજેતરમાં જ પોતાના વાહનોના ભાવવધારાની જાહેરાત કરી હતી. એક એપ્રિલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં વિભિન્ન ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાના ઉત્પાદનમાં ભાવવધારો ઝીંક્યો હતો. મોટાભાગની વાહન નિર્માતા કંપનીઓના કહેવા મુજબ પ્રોડક્ટના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ અને ઉપકરણોની વધતી કિંમતોને કારણે તેમને તેમના વાહનોના ભાવ વધારવાની જરૂર પડી છે.

image source

કિંમતમાં મામુલી ભાવવધારો કરવા છતાં TVS NTorq 125 તેના સેગમેન્ટમાં એક વેલ્યુ ફોર મની સ્કૂટર ગણાય રહ્યું છે. TVS NTorq 125 તેના સેગમેન્ટમાં એવું પ્રથમ સ્કૂટર છે જેમાં ફૂલ ડિજિટલ કંસોલ મળે છે અને એ બ્લુટુથ સપોર્ટ છે. તેના ઈગ્રેસીવ અને શાર્પ સ્ટાઈલિશ લુકને કારણે તે ભારે લોકપ્રિય પણ બન્યું છે.

TVS NTorq 125 સુપર સ્ક્વોડ એડિશનને ગયા વર્ષની શરૂઆતમાં નેપાળમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્કૂટર માર્વેલ એવેન્જર્સથી પ્રેરિત છે. કંપનીએ ગયા વર્ષે તેને ભારતીય માર્કેટમાં પણ લોન્ચ કર્યું હતું જે ત્રણ કલર ઓપશનમાં છે. તેમાં કોમ્બેટ બ્લુ, ઇનવિઝીબલ રેડ અને સ્ટીલ્થ બ્લેક કલરનો સમાવેશ થાય છે. કોમ્બેટ બ્લુ કેપ્ટન અમેરિકાથી પ્રેરિત છે જ્યારે ઇનવિઝીબલ રેડ આયરન મેનથી પ્રભાવિત છે અને સ્ટીલ્થ બ્લેક બ્લેક પેંથરથી પ્રભાવિત છે.

image source

ભારતીય માર્કેટમાં TVS NTorq 125 સ્કૂટરની સીધી સ્પર્ધા હીરો મિસ્ટ્રો એડજ 125, સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125, હોન્ડા ગ્રાઝિયા અને એપ્રિલિયા એસઆર 125 સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *