Site icon News Gujarat

રહો સાવધાન! લેપટોપ અને મોબાઈલ પર વધુ સમય કામ કરવાથી બગડી જાય છે તમારી સ્કિન, જાણો આમાંથી બચવાના ઉપાયો

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય દિન-પ્રતિદિન આધુનીક બનતો જઈ રહ્યો છે. આ સમયની આધુનિકતા સાથે-સાથે લોકોની કાર્ય કરવાની શૈલીમા પણ ફેરફાર આવવા લાગ્યા છે ત્યારે આજે આ લેખમા આપણે આ વાતના સંદર્ભમા જ અમુક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.

image source

હાલની યુવા પેઢી પોતાનો મોટાભાગનો સમય લેપટોપ અને મોબાઈલ પર વિતાવી રહી છે અને આ કારણોસર જ તેમની શારીરિક ક્રિયાઓમા ખુબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બંને વસ્તુઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ફક્ત તમારા સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ, તમારી ત્વચા પર પણ તેની વિપરીત અસર જોવા મળી શકે છે.

image source

ટીવી, લેપટોપ અને મોબાઇલમાંથી નીકળતા યુ.વી. કિરણોને લીધે તમારી ત્વચા પર ખીલ, કરચલી અને તેના જેવી અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજે આ લેખમા અમે તમને આ સમસ્યાઓ દૂર કરવા માટેના અમુક સરળ ઉપાયો વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

image source

તમે આખો દિવસ કામ કર્યા પછી જ્યારે સાંજના સમયે ઘરે પાછા આવો છો ત્યારે તમારા ચહેરા પર એકદમ સુસ્તી નજર આવતી હોય છે. જ્યારે પણ તમને આવુ થાય ત્યારે તમારે તમારા ચહેરા પર થોડા સમય માટે બરફના ટુકડાથી મસાજ કરી લેવી જોઈએ. આમ, કરવાથી તમારી ત્વચા પરની સુસ્તી અને સનબર્નની સમસ્યા એકદમ દૂર થઇ જશે અને તેની સાથે જ તમારી ત્વચાની પ્રાકૃતિક ભીનાશ જળવાઈ રહેશે.

image source

જો તમે તમારી ત્વચાને ખરાબ થતી અટકાવવા ઈચ્છતા હોવ તો તમે તેના માટે ટમેટાની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટ તમને સનબર્નની સમસ્યામા પણ રાહત આપે છે અને તેની સાથે જ તમારી સ્કીન સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓમા તમને મુક્તિ પણ અપાવી શકે છે.

આ ઉપરાંત તમારી ત્વચાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તેને ઠંડા પાણીથી ધોવાની આદત કેળવો. આ આદતના કારણે તમારા ચહેરાને ઘણો બધો આરામ મળશે અને તમારી ચહેરો પણ ચમકી ઉઠશે. આ સિવાય જો તમે તમારા ચહેરા પરની તાજગીને યથાવત રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે એક ચમચી મધમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને ત્યારબાદ આ પેસ્ટને અડધો કલાક માટે તમારા ચહેરા પર લગાવી રાખો અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લેવો. જો તમે નિયમિત આ ઉપાય અજમાવશો તો તમારો ચહેરો ખીલી ઉઠશે.

image source

જો તમે તમારી ઓઈલી ત્વચામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે કાકડીના રસને દહીંમા મિક્સ કરીને તેને તમારી ત્વચા પર લગાવવો ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ પેસ્ટને તમે ૨૦ મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવી રાખો અને ત્યારબાદ સાફ પાણીથી તમારો ચહેરો ધોઈ લો તો તમને ઓઈલી સ્કિનમા ઘણી રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version