આ રંગીન ખિસકોલી વિશે વાંચીને તમે પણ કુદવા લાગશો ઘરમાં, જે લગાવી શકે છે 20 ફૂટ લાંબી છલાંગ, કારણ છે કંઇક એવું કે…

કર્ણાટકની કાવેરી વેલીમાં એક ડેમ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ડેમનું નિર્માણ થવાથી બેંગલુરુ શહેરમાં પાણીની અછતની સમસ્યા અને પુરની સમસ્ય પણ નહીં રહે. પરંતુ આ પ્રોજેકટને કારણે ચાર પ્રકારના જીવોને જોખમ પણ છે. આ જીવો પૈકી એક મનમોહક જીવ છે ઈન્દ્રધનુષી ખિસકોલી. દક્ષિણ ભારતમાં જોવા મળતી આ ખિસકોલીના એક નહીં પણ અનેક નામોથી ઓળખાય છે.

image source

અનેક રંગો ધરાવતી આ ખિસકોલીનું પ્રચલિત નામ માલાબાર જાયન્ટ ખિસકોલી છે. અમુક લોકો તેને ઇન્ડિયન જાયન્ટ ખિસકોલી કે ઈન્દ્રધનુષી ખિસકોલી પણ કહે છે. જો કે તેનું બાયોલોજીકલ નામ ” રાટુફા ઈંડિકા ” માથાથી લઈને પૂંછડી સુધીની આ ખિસકોલીની લંબાઈ લગભગ 3 ફૂટ સુધીની હોય છે. તેના શરીર પર કાળા, ભૂરા, પીળા, વાદળી, લાલ, નારંગી સહિત અનેક રંગો જોવા મળે છે.

image source

ઈન્દ્રધનુષી ખિસકોલી મોટાભાગે એક ઝાડ પરથી બીજા ઝાડ પર લાંબા કુદકા મારતી નજરે પડે છે. નવાઈની વાત તો એ છે કે ક્યારેક જરૂર પડતા આ ખિસકોલી 20 ફૂટ સુધીની લાંબી છલાંગ પણ લગાવી શકે છે. ઈન્દ્રધનુષી ખિસકોલી સંપૂર્ણપણે શાકાહારી જીવ છે અને તેનો મુખ્ય ખોરાક ફળ, સૂકોમેવો અને વૃક્ષોની છાલ હોય છે. જો કે આ પ્રજાતિની ખિસકોલીની અમુક ઉપ-પ્રજાતિની ખિસકોલીઓ શાકાહારની સાથે સાથે જીવજંતુ અને ચકલીના ઈંડા પણ આરોગી જાય છે.

image source

ઈન્દ્રધનુષી ખિસકોલી સામાન્ય રીતે સવારે અને સાંજે સક્રિય રહે છે અને દિવસ દરમિયાન ઊંઘી જાય છે. આ પ્રજાતિની ખિસકોલીની સૌથી ખાસ વાત એ છે કે આ ખિસકોલી મોટાભાગે એકલી જ રહે છે અને જરૂરી સમય દરમિયાન જ સાથે રહે છે. ભારતમાં રાટુફા ઈંડિકાની ચાર પ્રજાતિની ખિસકોલીઓ જોવા મળે છે. પહેલી રાટુફા ઈંડિકા, બીજી રાટુફા ઇન્ડિકા સેન્ટ્રાલીસ, ત્રીજી રાટુફા ઇન્ડિકા ડિલબાટા અને ચોથી રાટુફા ઇન્ડિકા મેક્સિમા.

image source

રાટુફા ઇન્ડિકાની આ ચારે પ્રજાતિઓ ભારતના અલગ અલગ ભાગોમાં જોવા મળે છે. તેના રંગ અને આકાર પણ જે તે વિસ્તાર મુજબ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ઈન્દ્રધનુષી ખિસકોલી 36 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા વૃક્ષો પર રહે છે જેથી તે શિકાર થવાથી બચી શકે. ભારત સિવાય શ્રીલંકા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, મલેશિયા અને થાઈલેન્ડમાં પણ જોવા મળે છે.

image source

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં માલાબાર જાયન્ટ ખિસકોલી રાજકીય જીવનું સન્માન ધરાવે છે અને તેને સ્થાનિક મરાઠી ભાષામાં શેકારૂ ના નામથી ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત