હજુ સુધી પ્લાન નથી કરી વેલેન્ટાઈન ગિફ્ટ, તો કરી લો આમાંથી કોઈ પણ પ્લાન, પાર્ટનર થશે ખુશ

આવતીકાલથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થી રહી છે. આ સમયે તમે વિચાર્યું છે કે તમે તારા પાર્ટનરને કઈ ભેટ આપશો. જો તમે હજુ સુધી તમારા પાર્ટનરને માટે કોઈ ગિફ્ટનો પ્લાન કર્યો નથી તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. હવે તમે ઓનલાીન પણ કોઈ સારી ચીજ મંગાવશો તો તેને આવવામાં સમય લાગી શકે છે. આ કારણે તમે જાતે જ તેને પ્લાન કરી લો તે જરૂરી છે. અહીં અમે તમને કેટલાક ખાસ આઈડિયાઝ આપી રહ્યા છીએ જે તમારી વચ્ચે રોમાન્સ વધારશે અને તમારા પાર્ટનરને પણ ખુશી આપશે. જો ગિફ્ટ પત્નીને આપવાની હોય તો તેમાં તમે થોડી બાંધ છોડ કરી શકો છો પણ જ્યારે પ્રેમિકાને ગિફ્ટ આપવાની હોય ત્યારે આ પ્રશ્ન યક્ષ પ્રશ્ન સમાન બની જાય છે. પહેલા તો સ્ત્રીઓ અમુક ખાસ વસ્તુઓ જોઈને ખુશ થઈ જતી કારણ કે તેઓને આવી વસ્તુ ભાગ્યે જ ગિફ્ટમાં મળતી, જેમ કે જ્વેલરી, ટેડી બેર, ચોકલેટ્સ, ફ્લાવર્સ વગેરે. પણ હવે તો આ બધી વસ્તુઓ બહુ સામાન્ય થઈ ગઈ છે, સ્ત્રીઓને આ બધી વસ્તુઓ ગિફ્ટમાં મેળવવી તો ગમે જ છે પરંતુ તેની સાથે તેઓ આશા રાખે છે કે વેલેન્ટાઈન ડેના દિવસે તેમને મળે કંઈક ખાસ ભેટ.

image source

આજે અહીં એવી ટોપ યૂનીક ગિફ્ટને તમારા માટે લાવવામાં આવે છે જે તમારા પ્રેમ રૂપી ગુલાબને ખીલવવામાં તમારી મદદ કરી શકે છે.આ ગિફ્ટ તમારી પત્ની કે પ્રેમિકાને અચૂક ખુશ કરી દેશે.

સ્પા વાઉચર:

image source

જો તમે તમારી પ્રેમિકા કે પત્ની પોતાની જોબ, ઘરની જવાબદારી અને તમારી સાથે સમય ગાળવા માટે કેટલા સ્ટ્રેસનો સામનો કરે છે. તેને રિલેક્સ થવા માટે તમે તેને કોઈ સ્પામાં એક દિવસની મુલાકાત માટે ગિફ્ટ વાઉચર આપો. સ્પાની મુલાકાત લીધા બાદ તે તમને ખરેખર વધુ પ્રેમ કરવા લાગશે. આ વાઉચર દિલથી આપશો તો તે તમારી પત્ની કે પ્રેમિકા માટે યાદગાર ગિફ્ટ રહેશે.

ગિટાર:

image source

જો તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને સંગીતનો શોખ હોય તો તેને એક ગિટાર ભેટમાં આપી શકો છો. ભલે તેને તે વગાડતા ન આવડતું હોય. અમારી વાત માનો તમારી આ ગિફ્ટ સ્વીકાર્યા પછી તે કંઈ નહીં તો તમારા માટે કોઈ એક ખાસ ધૂન વગાડતા તો શીખી જ જશે.

નોટપેડ:

image source

આજની સ્ત્રીઓ પુરુષોની જેમ જ ટેકનોસેવી બનતી જાય છે. તેઓ પણ હવે પુરુષોની જેમ ઘરે રહીને ઓફિસનુ અડધું કામ કરતી હોય છે. કિચનના પ્લેટફોર્મ પર લેપટોપ પડ્યુ હોય તે વાત હવે સામાન્ય બનતી જાય છે. તમે પણ તમારી ગર્લફ્રેન્ડને બનાવો ટેકનોસેવી અને ગિફ્ટમાં આપો નોટપેડ. આ ગિફ્ટનો તે રોજ ઉપયોગ કરશે અને તેનું કામ પણ સરળ બની જશે.

image source

આ સિવાય પણ તમે ટેડી બેર, હેન્ડ બેગ્સ, જ્વેલરી, કોસ્મેટિક ગિફ્ટ, શૂઝ, ડ્રેસ, મોબાઈલ ફોન, આઈપોડ, ફ્લાવર્સ, કાર્ડ, ચોકલેટ જેવી ભેટ તો આપી જ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત