આ દિવસે એક્સેપ્ટ કરી લેજો વોટ્સએપની પોલિસી, નહિં તો મેસેજ થઇ જશે બંધ

21મી જાન્યુઆરીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પાર્લામેન્ટરી પેનલમાં વોટ્સએપની પ્રાઇવસી પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અગાઉ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ વોટ્સએપને તેની પ્રાઇવસી પોલિસી પાછી ખેંચવા કહ્યું હતું.વોટ્સએપે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેની નવી પોલિસીને વિવાદ બાદ પણ લાગુ કરશે. રિપોર્ટ મુજબ વોટ્સએપની નવી પોલિસીને જો એક્સેપ્ટ નહીં કરવામાં આવે તો વોટ્સએપનાં ફંક્શન કામ કરવાનાં બંધ થઈ જશે.

વોટ્સએપના નવા નિયમોને લીધે યૂઝર્સ સિગ્નલ એપ તરફ વળ્યા

image source

વોટ્સએપની પ્રાઇવસી પોલિસીમાં આવેલ બદલાવમાં તેનાં યૂઝર્સનો ડેટા ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર થઈ શકે છે. જેનાં લીધે ઘણાં યૂઝર્સ વોટ્સએપ બંધ કરીને સિગ્નલ એપ તરફ વળ્યા હતા. વોટ્સએપનાં નવી પ્રાઇવસી પોલિસી પ્રમાણે તે તેનાં યુઝર્સનાં કોલને રેકોર્ડ કરશે અને તેનાં યૂઝર્સનાં દરેક કોલ્સને સેવ કરશે તેમજ વોટ્સએપ પર સરકાર વિરુદ્ધ કરનાર વિરુદ્ધ લિગલ એક્શન લેવામાં આવશે.

નવી પ્રાઇવસી પોલિસી પ્રમાણે વોટ્સએપ યુઝરનો મેટાડેટ કલેક્ટ કરે છે

image source

વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીની ટીકા થયા બાદ તેણે તેનું ક્લેરિફિકેશન રજૂ કરીને કહ્યું કે, વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ સર્વિસ છે. પણ એક માહિતી અનુસાર વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી અનુસાર તે યુઝરનો મેટાડેટા કલેક્ટ કરી શકે છે જેમાં મેસેજ વિશેની માહિતી જાણી શકાય છે. ઉપરાંત વોટ્સએપ કોન્ટેક્ટ, લોકેશન ડિટેઇલ, ફાઇનાન્શિયલ ડિટેલ્સ, યુનિક આઇડેન્ટિફાયર ફોન જેવી વિગતો પણ મેળવી શકે છે.

ભૂતકાળમાં સરકારે વોટ્સેપ પાસે મેસેજ કરનારનું લોકેશન માંગ્યુ હતું

image source

ઈન્ડિયન ગવર્નમેન્ટે ભૂતકાળમાં વોટ્સએપને ઘણી વખત મેસેજ કરનાર વ્યક્તિનું ચોક્કસ લોકેશન મેળવવા અંગેની માંગ કરી હતી. જ્યારે વોટ્સએપ પર અફવાનો માહોલને લીધે  મોબ લિન્ચિંગનાં ઇન્સિડેન્ટ્સ વધી રહ્યાં હતા ત્યારે ગવર્નમેન્ટે વોટ્સએપ પાસે મેસેજનાં લોકેશનની માંગ કરી હતી.

પોલિસી વાંચવાલાયક બનાવાશે

image source

વોટ્સએપ તરફથી આવનાર નવી પોલીસીને એક્સેપ્ટ કરવા માટે 15 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પોલિસી અંગે ઘણો વિવાદ થયો હોવા છતાં તેને લાગુ કરવાનો નિર્ણય વોટ્સએપે લઈ લીધો છે. કંપનીએ ફરી એકવાર આ પોલિસી અંગે લોકોને સમજાવવાનું શરુ કરી દીધુ છે. કંપનીએ કહ્યું કે, યૂઝર્સ માટે આ પોલિસીને વાંચવાલાયક બનાવવામાં આવશે.

બેકઅપ ડેટા થશે ડિલીટ

image source

વોટ્સએપ તેનાં માટે યૂઝર્સને એક બેનર મોકલી રહ્યું છે. પણ તે હજુ સુધી સ્પષ્ટ નથી કરી રહ્યાં કે જો યૂઝર્સ પોલિસીને એક્સેપ્ટ નહીં કરે તો તેમનાં એકાઉન્ટ સાથે શું થશે. એક માહિતી અનુસાર વોટ્સએપ હવે તેનાં યુઝર્સને ધીમે ધીમે પોલિસી એક્સેપ્ટ કરવા માટે કહેશે. પોલિસી એક્સેપ્ટ નહીં કરવા પર કંપનીએ અમુક માહિતી શેર કરી છે.  વોટ્સએપ  યૂઝર્સનો બધો બેકએપ ડેટા ડિલીટ થઈ જશે. જોકે કંપની યૂઝર્સને 15 મે સુધીમાં તેનાં એકાઉન્ટનું બેકઅપ લેવાનું ઓપ્શન આપે છે. 15 મે પહેલા યૂઝર્સ ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઈડ કે ઓઈઓએસ ફોન પર એક્સ્પોર્ટ કરીને તેમનાં એકાઉન્ટનું રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે.

ગ્રૂપમાંથી પણ લેફ્ટ થઈ જશો

image source

વોટ્સએપનાં એફએક્યૂ પેજ મુજબ જો યૂઝર્સ 15 મે સુધી તેની નવી પોલિસીને એક્સેપ્ટ નહીં કરે તો તેનાં ફંક્શનને લિમિટ કરી દેવામાં આવશે. યૂઝર્સ વોટ્સએપનાં બધા ફંક્શન યૂઝ નહીં કરી શકે. એપનાં બધા ફંક્શન યૂઝ કરવા માટે નવી પોલિસીને એક્સેપ્ટ કરવી જ પડશે. કંપની મુજબ યૂઝર્સ કોલ અને નોટિફિકેશન એક્સેસ કરી શકશે પણ મેસેજ સેન્ડ કે રિસીવ નહીં કરી શકે. કંપની મુજબ એકવાર એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ યુઝર્સ તેને રિસીવ નહીં કરી શકે. યૂઝર્સની મેસેજ હિસ્ટ્રી સંપૂર્ણરીતે ખતમ થઈ જશે. પોલિસી એક્સેપ્ટ નહી કરવાવાળા યૂઝર્સ જે ગ્રૂપનાં મેમ્બર છે તે બધામાંથી ઓટોમેટીકલી લેફ્ટ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!