જો તમે ગરમ પાણી પીઓ છો તો ધ્યાન રાખો આ વાતો, નહીં તો હેલ્થને થશે નુકસાન

સૌ પહેલા તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે ગરમ પાણીનું તાપમાન તમારા ટેસ્ટ બડ્સના આધારે તમારા ખાવાનાના સ્વાદનો ખ્યાલ આપે છ. આજે અહીં ગરમ પાણીના ફાયદા અને નુકસાન જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી હેલ્થ માટે કોઈ નિર્ણય લઈ શકો.

image source

હંમેશા આપણે સાંભળીએ છીએ કે ગરમ પાણી પીવાથી અનેક લાભ થાય છે. આ તથ્ય અનેક અંશે સાચું પણ છે. મોટાભાગે લોકો સ્વાસ્થ્ય લાભ માટે ગરમ પાણી પીવે છ. આવું લોકો ખાસ કરીને સવારના સમયે કરે છે. પરંતુ આ જાણવું પણ જરૂરી છે કે ગરમ પાણીનું તાપમાન તમારા ટેસ્ટ બડ્સને નુકસાન કરી શકે છે. ટેસ્ટ બડ્સની મદદથી ખાવાનાના સ્વાદનો અંદાજ આવે છે. આજે ગરમ પાણીના ફાયદાની સાથે નુકસાન પણ ગણાવીશું જેથી તમે તેના ઉપયોગ પહેલાં યોગ્ય નિર્ણય લઈ શકો.

જાણો ગરમ પાણી પીવાના ફાયદા

image source

એક હેલ્થ રિપોર્ટ અનુસાર ગરમ પાણી પીતા પહેલા ચહેરાની સામે ગરમ પાણીનો એક કપ પકડતા સમયે ગરમી, નમી યુક્ત હવાને શ્વાસ લેવા, જૂના સાઈનસને ઢીલા કરવામાં મદદ કરે છે. આ સાથે તે માથાના દુઃખાવવામાં પણ રાહત આપે છે.ગરમ પાણીથી તમારી પાચનક્રિયા સુધરે છે અને સ્કીનને નવી ચમક મળે છે.

image source

જ્યારે ગરમ પાણી તમારા પેટ અને આંતરડામાંથી પસાર થાય છે ત્યારે પાચન અંગો સારી રીતે હાઈડ્રેટેડ થાય છે અને પેટના કચરાને ખતમ કરે છે. ગરમ પાણી પીવાથી કેન્દ્રીય તંત્રિકાઓ શાંત થાય છે. આ કબજિયાતને દર કરવામાં મદદ કરે છે. અનેક લોકો માને છે કે ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

image source

ડોક્ટર્સનું કહેવું છે કે શરીરના ચયાપચય પર અને બનાવટ પર આધારા રાખે છે. ગરમ પાણી અસ્થાયી રૂપે તમારા શરીરના તાપમાનને વધારે છે અને સાથે શરીરમાં વિષાક્ત પદાર્થોથી છૂટકારો અપાવે છે. આવું એટલે થાય છે કે ગરમ પાણી પીઓ છો કે સ્નાન કરો છો તો તમારા શરીરની અંતઃ સ્ત્રાવી પ્રણાલી સક્રિય થાય છે અને તમારા શરીરથી વિષાક્ત પદાર્થોને છોડવાનું શરૂ કરે છે.

ગરમ પાણીના નુકસાન

કહેવાય છે કે વધારે ગરમ પાણી પીવાથી શરીરમાં પાણીની એકાગ્રતામાં અસંતુલન આવે છે. આ સિવાય એક વારમાં વધારે પાણી મસ્તિષ્ક કોશિકાઓના સોજાનું કારણ બની શકે છે. ગરમ પાણીના કારણે દાઝી જવાની શક્યતા પણ રહે છે.

image source

વધારે ગરમ પાણી પીવાથી હોઠ, જીભ કે મોઢાના અંદરના ભાગને નુકસાન થઈ શકે છે. મોઢામાં ચાંદા થવા કે અલ્સરની સમસ્યા રહે છે. થોડા દિવસ માટે ચાવવાનું પણ મુશ્કેલ બને છે. હંમેશા ગલ્પિંગથી પહેલા તાપમાનની તપાસ કરો અને પછી ઉપયોગમાં લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત