જો તમે પણ રાતના લગાવશો વાળમા આ એકમાત્ર વસ્તુ તો વાળ બનશે સિલ્કી અને આકર્ષક, જાણો કેવી રીતે…?

મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ખૂબ સુંદર લાગે તેના માટે તે ઘણા ઉપાયો પણ કરે છે. તેના માટે તે ગુલાબજળનો ઉપયોગ પણ કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુલાબજળનો ઉપયોગ કરવાથી આપણને અનેક લાભ મળી શકે છે. તે આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. એટલું જ તે આપણા વાળ માટે પણ ફાયદાકારક છે. અત્યારના વ્યસ્ત જીવનમાં લોકો પાસે તેના શરીર અને તેની સુંદરતા વધારવા માટે સમય નથી.

image source

લોકો પાસે તેના વાળની સાર-સંભાળ રાખવા માટેનો સમય નથી. તેથી વાળ બેજાન અને સૂકા થઈ જાય છે તેની સાથે તેમાં ઘણી સમસ્યા પણ થવા લાગે છે, તેનાથી તમારી સુંદરતામાં ઘટાડો થાય છે. લોકો પાસે વાળમાં સારી રીતે તેલ નાખવાનો સમય પણ નથી. તેથી વાળ સૂકા થવા લાગે છે. તેના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. ગુલાબજળ વાળ માટે ઉપયોગ કરવામાં આવે તો વાળને લગતી ઘણી સમસ્યા દૂર થઈ શકે છે.

આ રીતે તેનો ઉપયોગ કરવો :

image source

આ ઉપાય કરવા માટે તમારે ગુલાબ જળ એક વાટકામાં લેવું જેટલી તમારા તેની લંબાઈ હોય તેના પ્રમાણમાં લેવું. હવે જ્યારે રાતે સૂતા પહેલા તમારે તેને આના મૂળમાં લગાવો અને તેને આખી રાત માટે રહેવા દેવું. તે પછી સવારે તમારે વહેલા ઊઠીને તેને શેમ્પુથી સારી રીતે ધોવા. આનાથી તમારા વાળ મુલાયમ અને સુંદર બની જશે.

તમારા વાળમાં શેમ્પૂ કરીને પણ ચિકાસ રહે ત્યારે તમારે ૩ ચમચી ગુલાબ જળ, ૧ ચમચી મધ અને અડધું લીંબુ ભેળવીને તેને લગાવી લેવું. આને તમારે એક કલાક માટે રહેવા દેવું અને તે પછી તેને સારી રીતે ધોઈ લેવું આનાથી તમને થોડા દિવસોમાં અસર દેખાવા લાગશે.

image source

અન્ય ઉપાયો :

ઘણા લોકોને સૂર્યના તાપમા રહેવાથી તે સૂકા થઈ જાય છે. તેનાથી આની અને તેની સુંદરતામા ઘટાડો થાય છે. તમારા વ્યસ્ત જીવનના કારણે તમારી પાસે સારી રીતે તેલ નાખવા માટે અથવા તેની જાળવણી કરવા માટેનો સમય ન હોય ત્યારે તમારે તેને ધોતા પહેલા ૩ ચમચી ગુલાબજળ, ૧ ચમચી મધ ભેળવીને તેને આંગળીની મદદથી લગાવો.

image source

ત્યારબાદ તેને તમારે ૨૦ મિનિટ માટે રહેવા દેવું જોઈએ. તે પછી તમારે તેને શેમ્પુથી સારી રીતે ધોઈ લેવા જોઈએ. તેનાથી તમારા બરછટ અને સૂકા વાળની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપરાંત તમારે સૂકા વાળને દૂર કરવા માટે ૨ ચમચી ઓલિવ ઓઇલ અને બે ચમચી ગુલાબજળ નાખીને તેને સારી રીતે ભેળવી લેવું.

image source

તેને બધા વાળમાં સારી રીતે લાગી જાય તેવી રીતે લગાવવું અને તે પછી તેને શેમ્પુથી સારી રીતે ધોઈ લેવું. આનાથી તમારા વાળ ખરાતા હશે તો તે દૂર થશે તેની સાથે તમારા સૂકા વાળ પણ દૂર થશે અને જો તમારા વાળ નાની ઉમરે સફેદ થવા લાગે ત્યારે કોઈ બીમારી ની દવા લેવાથી થઈ શકે છે. આનાથી વાળને ઘણું નુકશાન થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત