જો તમે જીવનમાં આ વસ્તુઓનો આજથી જ ત્યાગ કરી દેશો તો ક્યારે નહિં મળે નિષ્ફળતા, જાણો અને રાખો ધ્યાન

મિત્રો, આપણે બધા આપણા જીવનમા ઘણુ બધુ જ કરવા માંગીએ છીએ અને સફળ થવા માંગીએ છીએ. અમે આ માટે આપણે અથાગ પરિશ્રમ પણ કરવો પડે છે પરંતુ, આ સફળતાનો માર્ગ જરાપણ સરળ હોતો નથી. આ માર્ગ પર અનેકવિધ મુશ્કેલીઓ હોય છે, જે આપણા મનોબળની કસોટી કરે છે.

image source

જો તમે આ સમયે હાથમા હાથ પકડીને ઊભા રહો છો, તો તમારુ સફળતાનુ સ્વપ્ન ક્યારેય પણ સાર્થક નહીં થાય. જીવનમા સફળતા મેળવવા માટે હમેંશા પૌરાણિક શાસ્ત્રોમા જણાવેલી વાતોને અનુસરો. આજે આપણે આ લેખમા એક અત્યંત પૌરાણિક શાસ્ત્ર ચાણક્યનીતિ વિશે વાત કરીશુ.

image source

આચાર્ય ચાણક્યની ચાણક્યનીતિ મુજબ લોભ એ તમારા દુઃખનુ કારણ છે. જે વ્યક્તિ લોભી હોય છે, તેને ક્યારેય પણ સંતોષ થતો નથી. આ કારણોસર તે વ્યક્તિ હમેંશા પરેશાન અને અસ્વસ્થ રહે છે. જે વ્યક્તિ પોતાના મનમાંથી લાલચને બહાર કાઢે છે, તે જ વ્યક્તિ સાચા સુખનુ મહત્વ જાણી શકે છે.

image source

શ્રીમદ ભાગવત ગીતામા પણ પ્રભુ કૃષ્ણ દ્વારા લોભથી મુક્ત હોવાનો સંદેશ આપવામા આવ્યો છે. પ્રભુ શ્રી કૃષ્ણ અર્જુનને એવુ જણાવે છે કે, જે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી લીધુ છે, તેના માટે કશુ જ અશક્ય નથી. લોભ એ વ્યક્તિને ખોટા ં કામ કરવા પ્રેરે છે.

જો તમે કોઈપણ ખોટા કામ કરો છો તો તેના કારણે તમે મુશ્કેલીમા મુકાઈ શકો છો ફક્ત એટલુ જ નહીં લોભને કારણે પણ વ્યક્તિને ક્યારેક શરમ આવી જતી હોય છે. લોભી વ્યક્તિના જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની કીર્તિ કે માન-સન્માન હોતુ નથી. તેણે સમાજમા બદનામીનો પણ સામનો કરવો પડે છે.

image source

વિદ્વાનોનો મત એવો છે કે, વ્યક્તિએ હમેંશા તેના પરિશ્રમ પર આધાર રાખવો જોઈએ. લોભથી તમને કશુ જ નહિ પ્રાપ્ત થાય. લોભ એ અનેકવિધ પ્રકારના દૂષણોને જન્મ આપે છે. જ્યારે લોકોમા બુરાઈઓનો સમાવેશ થાય છે, ત્યારે તેની પ્રતિભાનો નાશ થાય છે. તેથી લોભ ના હોવો જોઈએ.

જે વ્યક્તિ બીજાની પ્રગતિથી બળે છે, ક્યારેક કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને નીચી પાડવા માટે અનૈતિક કૃત્યો કરે છે. ત્યારે જીવનમા આવી પરિસ્થિતિ શરૂ થાય છે, ત્યારે વ્યક્તિનું પતન શરૂ થાય છે. વિદ્વાનો એવુ મત આપે છે કે, લોભથી મુક્ત રહેવાના કિસ્સામાં વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવવો જોઈએ.

image source

ધર્મ અને આધ્યાત્મિકતા અપનાવવાથી લોભ દૂર થાય છે. જ્યારે વ્યક્તિ જીવનનુ મહત્વ જાણે છે, ત્યારે લોભ દૂર થઈ જાય છે. પ્રકૃતિ અને માનવતાની નજીક આવવુ લોભની ઇચ્છાને દૂર કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ