જો તમે બ્રશ કરતી વખતે આ એક વસ્તુ નાખી દેશો, તો પીળા પડી ગયેલા દાંત તરત જ થઇ જશે સફેદ

તમારું સ્મિત તમારા વ્યક્તિત્વનું પ્રતીક હોય છે. કોઈપણ તમને મળે છે ત્યારે સૌથી પહેલા તમારા ચહેરાને જોતા હોય છે. આ જ કારણ છે કે લોકો ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે અનેક પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ બધામાં લોકો દાંતની સુંદરતા પર ધ્યાન આપવાનું ભુલી જાય છે. સુંદર ચહેરાની સાથે દાંત પણ સાફ અને સફેદ હોવા જરૂરી છે. કારણ કે તમે જ્યારે સ્મિત કરો છો ત્યારે દાંત પણ દેખાય છે.

image source

પરંતુ દાંતની કાળજીના અભાવે ઘણી વખત તમારા પીળા દાંત તમને ખુલ્લામને હસવા દેતા નથી. જેના કારણે ઘણી વાર લોકોમાં તમારી છાપ પણ ખરાબ થવા લાગે છે. પીળા દાંત હોવાથી તમે કોઈ સાથે મુક્તમને ચર્ચા કરવા અને હસવા-બોલવા પર પણ સંકોચ અનુભવી શકો છો. એકવાર દાંત પર પીળાશ આવી જાય છે તો પછી તેને દૂર કરવામાં ખૂબ સમસ્યા થાય છે. પીળા દાંત બીજા સામે તમને શરમજનક સ્થિતિમાં મુકી શકે છે.

image source

દાંત પીળા થવાના અનેક કારણ હોય શકે છે. જેમકે તમાકુ જેવા પદાર્થનું સેવન કરવું. આવી વસ્તુઓ ખાવાથી દાંત પીળા થવાની સાથે લાંબા સમયે કાળા પણ પડી જાય છે. આ સિવાય ઘણા લોકો દાંત બરાબર સાફ કરતા નથી. બ્રશ બરાબર ન કરવાથી દાંત ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. પીળા દાંત જોવામાં પણ ખરાબ લાગે છે. બેદરકારીના કારણે દાંત પીળા થયા બાદ લોકોને પણ પસ્તાવો થાય છે.

image source

પીળા દાંતને ફરીથી સાફ અને સફેદ કરવા લોકો મોંઘી મોઘીં ટુથપેસ્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આવી ટુથપેસ્ટ પણ વધારે લાભ કરી શકતી નથી. પરંતુ એક ઉપાય છે જે તમને મદદ કરી શકે છે. આજે તમને એવી એક વસ્તુ વિશે જણાવીએ જે તમારા પીળા દાંતને સફેદ કરી શકે છે. આ ઉપાય કરવા માટે તમારે કોઈ વધારે ખર્ચ કે મહેનત પણ કરવાની જરૂર નથી.

image source

દાંતને સફેદ કરવા માટે તમારે બે જ વસ્તુની જરૂર પડશે. આ વસ્તુઓ પણ એવી છે જે સામાન્ય રીતે દરેક ઘરમાં સફળતાથી મળી રહે છે. કારણ કે આ બે વસ્તુઓ રોજની રસોઈમાં પણ ગૃહિણીઓ ઉપયોગમાં લે છે. આ વસ્તુઓનો ઉપયોગ તમે પણ કરશો તો તમારા દાંત પીળામાંથી સફેદ મહેનત વિના થઈ જશે.

image source

આ બે વસ્તુઓ છે લીંબુ અને સોડા. જો તમારે તમારા દાંતને ચોખ્ખા કરવા હોય તો તમારે આ ઉપાય અચૂક અજમાવવો જોઈએ. તેના માટે થોડો બેકિંગ સોડા લેવો. તેમાં લીંબુના રસના 5થી 6 ટીપા ઉમેરવા. આ પેસ્ટને ટુથપેસ્ટ સાથે લઈ દાંત સાફ કરવા. સતત 7 દિવસ સુધી આ ઉપાય અજમાવવાથી તમને ફાયદો દેખાવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત