તમારા જીવનમાં આવતી અનેક તકલીફોમાંથી બહાર આવવા કરો આ સરળ ઉપાય, મળશે ધાર્યુ પરિણામ

આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરરોજ એક અથવા બીજી રીતે મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. આ મુશ્કેલીઓના લીધે ઘણી વાર આપણું સંપૂર્ણ જીવન પ્રભાવિત થઈ જાય છે. પણ જો આપ કેટલાક સરળ ઉપાયો અપનાવી લેશો તો આપ આપની મુશ્કેલીઓને દુર કરી શકો છો, એટલું જ નહી, મુશ્કેલીઓના લીધે આપના જીવનને પ્રભાવિત થતા પણ અટકાવી શકો છો.

તમામ મુશ્કેલીઓ/ વેદનાઓથી મુક્ત થવા માટે:

image source

જો આપને આપના જીવનમાં બધી તરફથી મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલા રહો છો તો આવી મુશ્કેલીઓનો અંત કરવા માટે આપે દર સોમવારના દિવસે ઘરની નજીક આવેલ ભગવાન શિવજીના મંદિર જવું જોઈએ અને ભગવાન શિવના મંદિરમાં જઈને આપે ભગવાન શિવના પ્રતિક સમાન શિવલિંગ પર કાચા દુધથી અભિષેક કરવો જોઈએ. આમ આવી રીતે ભગવાન શિવનો કાચા દુધથી અભિષેક કરવાથી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે અને આપના જીવનમાં આવેલ તમામ મુશ્કેલીઓનો પણ અંત આવી જશે.

જલ્દી અમીર બનવા માટે બુધવારના દિવસે કરો આ ઉપાય.:

image source

જો આપ જલ્દી ઓછા સમયમાં ધનવાન બનવાની ઈચ્છા ધરાવતા હોવ તો આપે એના માટે એક મુઠ્ઠી ભરીને લીલા મગ લેવા. આપે લીલા મગ લેવાની સાથે જ ૭ આખી કોડીઓ પણ લેવાની છે ત્યાર બાદ આપે એક મુઠ્ઠી લીલા મગ અને ૭ આખી કોડીઓને એક લીલા કપડામાં બાંધી લેવી જોઈએ. ત્યાર બાદ આપે આ પોટલીને બુધવારના દિવસે કોઈપણ વ્યક્તિને કીધા વગર શાંતિથી ઘરની નજીક આવેલ કોઈ મંદિરની સીડીઓ પર મૂકી દેવાની છે. બુધવારના દિવસે આ ઉપાય કરવાથી આપ ઓછા સમયમાં ધનવાન બની શકો છો અને આકસ્મિક ધન પ્રાપ્ત થવાની ઈચ્છા ધરાવતા હોય તેવી વ્યક્તિઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.

નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે રવિવારના રોજ કરો આ ઉપાય.:

image source

જો આપને આપની આસપાસ રહેલ નકારાત્મક ઉર્જાના લીધે મુશ્કેલીઓ આવી રહી છે તો આપે રવિવારના રોજ રાતના સમયે ગાયના દુધને એક ગ્લાસમાં ભરીને પોતાના માથાની નજીક રાખીને સુઈ જવું જોઈએ. ત્યાર બાદ આપે સોમવારના દિવસે સવારના સમયે વહેલા ઉઠીને સ્નાનાદી કાર્યો પૂર્ણ કરી લીધા પછી રવિવાર રાતે જે ગાયના દુધનો ગ્લાસ ભરીને માથાની નજીક રાખીને સુતા હોય તે દુધને આપે સોમવારના દિવસે સવારના સમયે બાવળના ઝાડના મુળિયામાં ચડાવી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી આપની આસપાસ રહેલ નકારાત્મક ઉર્જા ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે અને આપને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવા લાગે છે.

આર્થિક મુશ્કેલીઓને દુર કરવા માટે કરો આ ઉપાય.:

image source

જો આપ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આપે સોમવારના રોજ રાતના સમયે આકાશમાં ચંદ્ર ઉગી જાય ત્યાર બાદ આપ જે પલંગ પર આરામ કરતા હોવ તે પલંગના ચાર ખુણાઓ પર ચાંદીની ધાતુ માંથી બનેલ ચાર ખીલ્લીઓને લગાવી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી આપની આર્થિક મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થતી જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ