જો તમે Whatsapp વાપરી રહ્યાં છો તો ચેતી જજો, સાયબર એજન્સીએ એલર્ટ આપતાં કહ્યું કે….

જો તમે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો તો આ માહિતી વાંચીને વહેલી તકે સાવચેત થઈ જજો. હાલમાં વોટ્સએપ સુરક્ષામાં મોટી ખામી બહાર આવી છે જેના દ્વારા સાયબર હેકર્સ યુઝરની પર્સનલ માહિતી ચોરી શકે છે. આ બધી વાતોને તમે માત્ર અફવાઓ ન સમજતાં કારણ કે આ અંગે આ વખતે વિશ્વાસનીય સૂત્રો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

image source

મળતી માહિતી મુજબ હાલમાં ભારતીય કમ્પ્યુટર સિક્યુરિટી મોનિટરિંગ એજન્સી, કમ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)એ આ અંગે એલર્ટ જારી કર્યું છે. વોટ્સએપ સિગ્નલ ડાઉન થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ વોટ્સએપની આ ખામી બહાર આવતા યુજર્સને તેમની માહિતી આ એપમાં કેટલી સુરક્ષિત છે તે અંગે સવાલો મુંજવી રહ્યાં છે.

image source

જાણવા મળ્યું છે કે સીઇઆરટીએ વોટ્સએપમાં ઘણી ગંભીર ખામીઓ શોધી કાઢી છે જે યુજર્સની માહિતીની સુરક્ષાને જોખમમાં મૂકે છે. આ અંગે એજન્સીએ કહ્યું છે કે સુરક્ષામાં ખામી હોવાનાં કારણે માહિતીના લીક થઈ શકે છે. વોટ્સએપની આ ખામી તાજેતરમાં જ બહાર આવી છે. સાયબર એજન્સીએ પોતાની તપાસમાં જણાવ્યુ છે કે વ્હોટ્સએપ અને વ્હોટ્સએપના બિઝનેસ સોફ્ટવેરમાં એન્ડ્રોઇડનો વી 2.21.32 અને વી 2.21.4.18 આઇફોન યુઝરનો સમાવેશ થાય છે. આ બંનેમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા ક્ષતિઓ જોવામાં આવી છે.

image source

ચિંતાનો વિષય એ છે કે સાયબર હેકર્સ છૂપી રીતે બધી માહિતી ચોરી શકે છે. સીઈઆરટી દ્વારા જારી કરાયેલ ચેતવણીમાં જણાવાયું છે કે વોટ્સએપ એપ્લિકેશનમાં ઘણી એવી સિસ્ટમ છે કે જે દૂર બેઠેલા સાયબર હેકર્સને કોડ દ્વારા માહિતી ચોરી શકે છે અથવા સિસ્ટમમાં પ્રવેશીને યુજર્સની પર્સનલ માહિતી મેળવી લેતા હોય છે. આ ખામીઓ દ્વારા સાયબર હેકર્સ એક સિસ્ટમ દાખલ કરી શકે છે અને તેની પસંદગીનો કોડ દાખલ કરીને માહિતી આસાનીથી ચોરી લે છે.

એક રિપોર્ટ મુજબ આ ખામીઓ વિશે માહિતી મળી છે કે આ સિસ્ટમમાં ગોઠવણીની સમસ્યા અને ઓડિઓ ડીકોડિંગમાં બાઉન્ડ ચેક્સની ગેરહાજરીને કારણે આ સમસ્યાઓ થઈ રહી છે. સાયબર એજન્સીએ સુરક્ષાના જોખમોથી બચવા માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરથી વોટ્સએપનું નવું વર્ઝન અપડેટ કરવાનું સૂચન કર્યું છે. આ મામલે હાલ વોટ્સએપે કોઈ જવાબ આપવાનું ટાળી રહ્યું છે તેવું જાણવા મળ્યું છે.

image source

સીઇઆરટી-ઈન દ્વારા શોધાયેલી આ સુરક્ષા ખામીઓ વિશે હજી વોટ્સએપએ જવાબ ન આપતાં યુજર્સ ઘણાં નારાજ છે. મળતી માહિતી મુજબ આ વર્ષની શરૂઆતમાં એક એપ અપડેટ દરમિયાન વોટ્સએપને યુઝર ગોપનીયતાના નિયમનો વિશે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વોટ્સએપ યુઝરની માહિતી અન્ય લોકો સાથે શેર કરશે તો બીજી બાજુ જો એપ્લિકેશન અપડેટ કરવામાં નહીં આવે તો તે યુઝર માટે વોટ્સએપ સુવિધા બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે ભારે વિરોધ પણ થયો હતો જે પછી વોટ્સએપ દ્વારા આ અપડેટ વૈકલ્પિક કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ઘણા યુજર્સએ તેમનું વોટ્સએપ અપડેટ કર્યું નથી તેવું પણ બન્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!