ભાગ્યે જ જાણતા હશો પેટ્રોલિયમ જેલીના આ ઉપયોગ, જાણો કઈ ચીજોમાં કરી શકશો યૂઝ

પેટ્રોલિયમ જેલીનું લ્યુબ્રિકેટિંગ અને કોટિંગ પ્રોપર્ટી ખૂબ જ ઉપયોગી હોય છે. જે સ્કીનના રેશિઝ અને બળતરાને ઠીક કરવામાં મદદ કરે છે. પેટ્રોલિયમ જેલી એક એવી પ્રોડક્ટ છે જે ઘર ઘરમાં મળી જાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને કોસ્મેટિક કે સ્કીન કેર માટે કરાય છે. પેટ્રોલિયમ ઓઈલ અને મોમથી તૈયાર દરેક સેમી સોલિડ જેલી જેવા પદાર્થનો પ્રયોગ આપણે અન્ય અનેક કામમાં કરી શકીએ છીએ. પછી તે કોઈ ઘાને ભરવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે. બેબી ડાયપરના રેશિઝની બળતરાને ખતમ કરવામાં કે પછી આઈબ્રોનો ગ્રોથ વધારવામાં પણ તેની મદદ લઈ શકાય છે. આ સિવાય જો આંગળીમાં વીંટી ફિટ થઈ ગઈ હોય તો તેને કાઢવા માટે પણ તેનની મદદ લઈ શકાય છે. ટાઇટ કંટેનરને સરળતાથી ખોલવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. તો જાણો કઈ રીતે તમે પેટ્રોલિયમ જેલીને અન્ય ચીજમાં મદદમાં લઈ શકો છો.

image source

ફાટેલા હોઠને કરે છે મુલાયમ

image source

જો તમારા હોઠ ફાટી ગયા છે તો તેને મુલાયમ કરવા માટે તમે પેટ્રોલિયમ જેલીની મદદ લઈ શકો છો. તમે તેને હોઠ પર 10 મિનિટ લગાવીને રહેવા દો. 10 મિનિટ બાદ કપડાથી હોઠને ધીરે ધીરે ઘસો. આમ કરવાથી ડેડ સ્કીન દૂર થશે અને તમારા હોઠ મુલાયમ બની જશે. તમે તેનો પ્રયોગ તમારી એડી, કોણી, સ્કીનને મુલાયમ બનાવવા માટે કરી શકો છો.

નખનને કરે રિહાઇડ્રેટ

મેનિક્યોર અને પેડિક્યોર તમે જાતે કરો છો તો સાફ કરેલા નખ પર પેટ્રોલિયમ જેલીને લગાવીને છોડી દો. એટલુ નહીં તમે તેની આસપાસની સ્કીન પર પણ આ જેલને લગાવી લો અને 10 મિનિટ રાહ જુઓ. તમારી સ્કીન અને નખ હાઈડ્રેટેડ દેખાશે. આમ કરવાથી નખના તૂટવાની અને તેના પર પરત આવવાની સમસ્યા પણ સોલ્વ થશે.

મેકઅપ રિમૂવરની જેમ કરો ઉપયોગ

image source

જો તમારું મેકઅપ રિમૂવર ખતમ થઈ ગયું છે તો તમે પેટ્રોલિયમ જેલીની મદદથી તમે મેકઅપને પણ સાફ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે તેમાં હાલમાં ઓઈલ સ્કીનમાં જઈને પ્રોડક્ટને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ તમે આંખની નીચેના ડાર્ક સર્કલ્સને ઘટાડવામાં પણ કરી શકો છો.

સ્મૂધ શેવિંગ માટે

image source

જો તમે શેવિંગ કરો છો અને સ્કીન પર વધારે કટ લાગે છે તો તમે પેટ્રોલિયમ જેલીની મદદ લઈ શકો છો. એટલું નહીં તમે શેવિંગ બાદ ઈરિટેશન અને રેશિઝ અનુભવો છો તો તમે પેટ્રોલિયમ જેલીનો પ્રયોગ પણ કરી શકો છો. તમે તેને આફ્ટર શેવિંગ લોશનની જેમ ઉપયોગમાં લઈ શકો છો. આ બ્લિડિંગને રોકે છે અને સ્કીનને સોફ્ટ બનાવે છે.

હેર ડાઈના ડાઘથી બચાવે છે

તમે હેર ડાઈ કરતી સમયે નાક, કાન, ગળા કે ફોરહેડ પર કલર લાગવાની સમસ્યા અનુભવી હશે. જો તમે હેરકલર કરતા પહેલા હેયર લાઈન પર પેટ્રોલિયમ જેલી લગાવી લો છો તો તમારી સ્કીન પર ડાઘ લાગશે નહીં.

હેર ગ્રૂમિંગને માટે

image source

જો તમારી પાસે હેર વેક્સ નથી અને તેમ છતાં તમે હેર સ્ટાઈલ કરવા ઈચ્છો છો તો તમે પેટ્રોલિયમ જેલીને વાળમાં લગાવી શકો છો. તેની મદદથી તમે દાઢી, મૂંછની સ્ટાઈલ પણ કરી સકો છો. આ વાળને નરીશ કરશે.