Site icon News Gujarat

ભૂલથી પણ કોરોનાની રસી લેતા પહેલા ના કરતા આવું, જાણો અને ખાસ રાખો સાવચેતી નહિં તો…

મિત્રો, પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસના કેસમા સમગ્ર વિશ્વમા એકાએક વધારો થવા લાગ્યો છે. જો કે, રસીના કારણે લોકો રાહતનો શ્વાસ લેતા થયા છે. આ રસીકરણ આપણા દેશમા પુરજોશમા ચાલી રહ્યુ છે. આપણા દેશ સહીત સમગ્ર વિશ્વમા રસી લીધા બાદ પણ ઘણા લોકોમા અનેકવિધ પ્રકારની આડઅસરો પણ જોવા મળી છે. ડોક્ટરોએ રસી લેતા પૂર્વે અમુક વસ્તુ અંગે ધ્યાન રાખવા માટે કહ્યુ છે તો ચાલો જાણીએ તેના વિશે.

દુ:ખાવા માટેની કોઈપણ દવા ના લેવી :

image source

મોટાભાગના લોકો જરાપણ દુ:ખાવો થાય તો પેઇનકિલર લઇ લેતા હોય છે પરંતુ, જો તમને રસી લેવા માટે જવાના હોવ તો ૨૪ કલાક પહેલા કોઈપણ પ્રકારના દુ:ખાવાની દવા ના લેવી જોઈએ. દાક્તરો જણાવે છે કે, આ પીડાની અમુક સામાન્ય દવાઓ રસી પ્રત્યે ઈમ્યુન સીસ્ટમ રિસ્પોન્સને ઘટાડી શકે છે. આ કારણોસર જ આ રસી લેતા પૂર્વે આ દવાનુ સેવન ટાળવુ જોઈએ.

દારૂનુ સેવન ના કરવુ :

image source

જો તમે રસી લેવા જવાના હોવ તો તેના ૨૪ કલાક પહેલા તમારે દારૂ ના પીવો જોઈએ. દાક્તરો જણાવે છે કે, આલ્કોહોલ એ ડિહાઇડ્રેશન અને હેંગઓવરનુ કારણ પણ બની શકે છે, જે આ રસીને બેઅસર કરી શકે છે. આ રસી લેતા પહેલા તમારે પુષ્કળ માત્રામા પાણીનુ સેવન કરવુ.

મોડી રાત સુધી જાગવાનુ ટાળવુ :

image source

આ રસી જ્યારે તમે લેવા માટે જવાના હોવ તેની આગલી રાતે મોડા સુધી તમારે જાગવુ જોઈએ નહિ. સ્વાસ્થ્યના નિષ્ણાતો જણાવે છે કે, સારી અને સંપૂર્ણ નિંદ્રા મેળવીને તમે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ રસીનો સારો એવો પ્રતિસાદ મેળવી શકો છો. રસી લેતા પૂર્વે જ નહીં પરંતુ, રસીના અપાવ્યાના દિવસે પણ સારી ઊંઘ લેવી એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

બેદરકારી ના દાખવવી :

image source

જ્યારે તમે રસી લઇ લો છો ત્યારબાદ તમારે થોડા સમય માટે તમારા સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી. કોઈપણ રસી ઈમ્યુન સીસ્ટમને મજબુત બનાવવા માટે થોડો સમય લે છે, તેથી આ સમય દરમિયાન બેદરકારી ના દાખવવી. આ સમય દરમિયાન માસ્ક પહેરો, કામ વગરની મુસાફરી ટાળો, ગીચ સ્થળોએ જવાનુ ટાળો, સામાજિક અંતરને અનુસરો, સ્વચ્છતા જાળવો અને રસીના બંને ડોઝ લેવાનુ ભૂલશો નહી.

રસી લીધા બાદ ઉતાવળ ના કરવી :

image source

જ્યારે તમે રસી લેવા માટે જાવ છો ત્યારે હોસ્પિટલની બહાર આવવા માટે ઉતાવળ ના કરો. સ્વાસ્થ્યના નિષ્ણાતો એવુ જણાવે છે કે, રસી લીધા બાદ કમ સે કમ ૧૫ મિનિટ સુધી તે જ સ્થાન પર રહેવુ જોઈએ. જો તમને કોઈ ગંભીર આડઅસર દેખાય તો તમારે તુરંત જ દાકતરનો સંપર્ક કરવો.

Exit mobile version