જો તમે પૂજા કરતા સમયે રાખશો આ વાતોનું ધ્યાન, તો મનોકામના પૂર્ણ થયાની સાથોસાથ થશે લાભાલાોભ

દરેક વ્યક્તિ તેના ભગવાનને માને છે તે તેના ધર્મ પ્રમાણે તેના ભગવાનનું ધ્યાન ધરતો હોય છે. જ્યારે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા અને અર્ચના કરવા માટે અમુક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે છે તેનાથી તે લોકોની બધી સમસ્યા દૂર થાય છે અને તેની પ્રાર્થના ભગવાન સાંભળે છે. હિન્દુ ધર્મ પ્રમાણે બધાના ઘરમાં જરૂર મંદિર હોય છે તેમાં પૂજા પાઠ પણ જરૂર કરવા જોઈએ.

image source

તમે જ્યારે પૂજા પાઠ કરો છો અને તમે તમે તેમાં કોઈ પણ ભૂલ ન કરો તો ભગવાન તમારી પ્રાર્થન અવશ્ય સાંભળે છે અને તેનું ફળ પણ તમને મળે છે અને જ્યારે આપણે પૂજા પાઠ કરતી વખતે આ નિયમોનું પાલન નથી કરતાં ત્યારે આપના ઘરમાં શાંતિનું વાતાવરણ પણ બની રહેતું નથી. તેથી નિયમોનું પાલન કરીને આપણે ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી શકીએ છીએ. તેથી તમે કરેલી પૂજા પાઠનું સારું પરિણામ મેળવવા માટે તમારે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ. તેનાથી ભગવાન તમારાથી પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ તમારા પર વરસાવશે.

image source

ઘણા લોકોની એવી આદત હોય છે કે તે મોડા ઊઠે છે અને તે પછી તે સ્નાન કરીને ભગવાનની પુજા કરે છે. પરંતુ આવું ન કરવું જોઈએ તમારે વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને પૂજા કરવી જોઈએ વહેલી સવારે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તમારે પૂજા કરવા માટે સવારે છ થી આઠ વાગ્યા સુધીનો સમય યોગ્ય રહે છે. આ સ્મયમાં સાંતીનું વાતાવરણ હોય છે તેથી તમારું મન તમે જે પૂજા કરો છો તેમાં સારી રીતે લાગી શકે છે. તેથી વહેલી સવારે પુજા કરવી જોઈએ.

image source

તમે જ્યારે પુજા કરો છો જ્યારે તમારો ચહેરો કઈ દિશામાં છે તે ખાસ મહત્વનું છે તેથી તમારે સાચી દિશામાં જોઈને જ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તમને તમારી પૂજાનું સાચું પરિણામ મળી શકે છે. તમે જ્યારે પુજા કરતી વખતે તમારો ચહેરો પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખો તો વધારે સારું પરિણામ મળી શકે છે. આ દિશાને દેવની દિશા માનવામાં આવે છે. આ માટે તમારે ઘરમાં મંદિરને પણ સાચી દિશામાં રાખવું જોઈએ.

image source

ઘણા લોકો પાસે સમય ન હોવાથી તે ખૂબ વધારે જડપી પૂજા કરતાં હોય છે. પરંતુ તેની જગ્યાએ તમારે હમેશા શાંતિથી નીચે બેસીને જ પુજા કરવી જોઈએ. પૂજા હમેશા શાંતિથી કરવી જોઈએ. તમારે પૂજામાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. આ સિવાય તમારે પૂજા ઘરમાં સવારે અને સાંજે નિયમીત રીતે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

image source

જ્યારે તમે પૂજા પૂરી કરો ત્યારે તે જ સ્થાન પર ઊભા રહીને તમારે ત્રણ વાર ક્ષમા માંગવી જોઈએ કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માં કરજો. તમારે તમારી ભૂલ માટે જરૂર માફી માંગવી જોઈએ. તમારે ઘરમાં ખૂબ મોટી મૂર્તિઓ ન રાખવું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ