હમેશા રહો છો કન્ફ્યુઝ, તો જાણી લો આ ઉપાયો મળી જશે મોટી રાહત

જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વિચારવાની અને સમજવાની ક્ષમતા, નિર્ણય શક્તિ, તર્ક શક્તિ, મસ્તિષ્ક, બુધ્ધિપૂર્વકના કાર્યો અને વાંચવાની ક્ષમતાનો કારક માનવામાં આવે છે. આપણા મગજ અને બૌધ્ધિક કાર્યોને નિયંત્રિત કરવાની ક્ષમતા બુધ રાખે છે. કુંડળીમાં બુધની મજબૂત તે નબળી સ્થિતિ બોદ્ધિક ક્ષમતા અને નિર્ણય શક્તિના સ્તરને નક્કી કરે છે.

image source

જ્યોતિષના આધારે ચંદ્રમાને મૂવમેન્ટ કે ચલાયમાનતાનો કારક માનવામાં આવે છે. 9 ગ્રહોમાં ચંદ્રની સ્થિતિ સૌથી વધારે હોય છે જે એક રાશિમાં લગભગ 2થી સવા બે દિવસ સુધી રહે છે. આ માટે ચંદ્રને પરિવર્તન, મૂવમેન્ટ અને ચલાયમાનતાનો કારક માનવામાં આવે છે. આ માટે કુંડળીમાં કારક બુધ અને ચંદ્રમાનો યોગ થાય તો વ્યક્તિને વિશેષ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

image source

જો તમારી કુંડળીમાં ચંદ્ર અને બુધનો યોગ છે તો અથવા તો ચંદ્ર અને બુધ એક સાથે હોય તો એવામાં વ્યક્તિની બુદ્ધિ અસ્થિર હોય છે અને વ્યક્તિના નિર્ણય લેવાની શક્તિ સ્થિર રહેતી નથી. ચંદ્રમા બુધનો યોગ થવા પર વ્યક્તિના મસ્તિષ્કમાં યોજનાઓ બને છે પણ તેના નિર્ણય હંમેશા બદલાતા રહે છે. કોઈ પણ એક કાર્યનો નિશ્ચય કર્યા બાદ થોડા સમયમાં જ મનમાં તે કાર્ય ન કરીને અન્ય કાર્ય કરવાનો વિચાર આવી જાય છે.

image source

કુંડળીમાં ચંદ્રમા અને બુધનો યોગ હોય તો વ્યક્તિની બુદ્ધિ ચલાયમાન રહે છે. જેનો વ્યક્તિની નિર્ણય શક્તિ કે ડિસિઝન પાવર પર નકારાત્મક પ્રભાવ પડે છે. ચંદ્રમા બુઝનો યોગ હોવાની સ્થિતિ પર વ્યક્તિને તોઈ પણ વાચનો નિર્ણય કરવામાં મોટી શંકા રહે છે અને સાથે વ્યક્તિ હંમેશા કન્ફ્યુઝનની સ્થિતિમાં રહે છે. એવામાં વ્યક્તિને કોઈ 2 બાબતમાંથી એકની પસંદગી કરવામાં મુશ્કેલી રહે છે. અથવા વ્યક્તિ કોઈ એક નિર્ણય લે છે તો પણ તેને સતત એમ લાગે છે કે તેને જે નિર્ણય લીધો છે તે ખોટો છે.

image source

કહેવાનો મતલબ એ છે કે ચંદ્રમા બુધના યોગી વ્યક્તિના મસ્તિષ્કમાં સંશય કે ભ્રમની સ્થિતિ બની રહે છે. ચંદ્રમા બુધના યોગથી વ્યક્તિ ઓવર થિંકિંગ કે વધારે વિચારવાની તાકત પણ રાખે છે. ચંદ્રમા બુધના યોગમાં જો ચંદ્રની ડિગ્રી બુધથી વધારે હોય તો આ યોગની પ્રબળતા વધે છે. જો કુંડળીમાં ચંદ્રમા બુધનો યોગ છે તો આવા વ્યક્તિને કોઈ પણ મોટા કે મહત્વના નિર્ણયો લેતા પહેલા ફરીથી અન્ય વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. આ વ્યક્તિ તેના વિશ્વાસુ હોય તે જરૂરી છે.

image source

જ્યોતિષના આધારે ચંદ્રમા બુધનો યોગ હોય તો વ્યક્તિને વધારે કન્ફ્યુઝન રહે છે અને નિર્ણય લેવામાં પણ સમસ્યા રહે છે. બુધ્ધિ અસ્થિર રહે છે. કેટલાક નાના ઉપાય કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે.

આ મંત્રનો જાપ આપશે લાભ

ઓમ બુમ બુધાય નમઃ

આ સિવાય દર બુધવારે ગાયને લીલું ઘાંસ ખવડાવો.

સોમવારે મંદિરમાં ગરીબ વ્યક્તિને દૂધનું દાન કરો.

ગણેશજીની ઉપાસના કરો.

image source

કોઈ જ્યોતિષીની સલાહ લઈને પન્ના રત્ન ધારણ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ