જો તમે પણ કરો છો રાતે સુતા પહેલા આ કાર્યો તો આવશે તમારા જીવનમા સકારાત્મક બદલાવ, જાણો કેવી રીતે…?

મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના આખા દિવસના થાકને દૂર કરવા માટે ૨૪ કલાકમાથી કમ સે કમ ૮ કલાકની ઊંઘ લેવી અત્યંત આવશ્યક છે અને આ ઊંઘ પણ રાત્રીના સમય દરમિયાન લેવામા આવે તે મહત્વનુ છે કારણકે, સવારની ઊંઘ એ આપણા શરીર માટે જરાપણ યોગ્ય નથી.

image source

સવારની ઊંઘના કારણે આપણા શરીરમા અનેકવિધ પ્રકારની બીમારીઓ પણ પેદા થાય છે. આજે આ લેખમા આપણે અમુક એવા કાર્યો વિશે માહિતી મેળવીશુ કે, જે રાત્રે સુતા પહેલા કરવામા આવે તો તમારા જીવનમા અનેકવિધ પ્રકારના સકારાત્મક બદલાવ આવી શકે છે, તો ચાલો જાણીએ.

જ્યારે આપણે રાત્રીના સમયે પથારીમા ઊંઘ લેતા હોઈએ છીએ ત્યારે જો પથારી આપણા મન મુજબ હોય તો રાતના સમયે આપણને સારી એવી ઊંઘ આવે છે અને તેનાથી આપણો થાક પણ દૂર થાય છે તથા તમામ શારીરિક અને માનીસિક પીડાઓમાંથી પણ મુક્તિ મળે છે. તેથી, રાત્રે સૂવા માટેની પથારી હમેંશા સુંદર, મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ.

આ સિવાય આપણી પથારીની બેડશીટ અને ઓશીકાનો રંગ પણ આકર્ષક હોવો જોઈએ. આ ઉપરાંત જ્યારે પણ તમે રાત્રે સુવા માટે જાવ ત્યારે સૌથી પહેલા કપૂર સળગાવવુ જોઈએ. આ કાર્ય કરવાથી તમને રાત્રે સારી એવી ઊંઘ આવે છે અને તમને તમામ પ્રકારના તણાવમાંથી પણ મુક્તિ મળે છે.

image source

આ ઉપરાંત આપણે રાત્રે સૂતા પહેલા એ વાતો અંગે અવશ્યપણે વિચારવુ જોઈએ કે, જે આપણે આપણા જીવનમા કરવા ઈચ્છીએ છીએ. આમ, કરવાથી આપણે જે વિચારીએ છીએ તે વાત સિદ્ધ થઇ જાય છે. આ સિવાય ક્યારેય પણ રાત્રે સૂતા પહેલા નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં.

image source

હમેંશા રાત્રે સૂતી વખતે પગની દિશા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમારે તમારા રૂમના દરવાજાની તરફ પગ રાખીને ક્યારેય પણ સૂવુ ના જોઈએ આમ, કરવાથી તમારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને બહોળા પ્રમાણમા હાની પહોંચે છે. રાત્રે ક્યારેય પણ એઠવાડવાળુ મોઢુ સાફ કર્યા વગર કે પગ ધોયા વગર સુવુ નહી.

image source

આ ઉપરાંત ક્યારેય પણ બીજાના પલંગ પર, ગંદા ઘરમાં કે તૂટેલા ખાટલા પર પણ સૂવું નહીં. રાત્રે સૂવાના બે કલાક પહેલા જ ભોજન લઇ લો અને શક્ય બને તો રાત્રે સાદો અને હળવો ખોરાક લો. રાત્રે સારી ઊંઘ લીધા પછી વજ્રાસન, ભમરી પ્રાણાયામ અને છેવટે શવાસન કરીને ત્યારબાદ સૂઈ જવું જોઈએ.

image source

રાત્રે સૂતા પહેલા તમારે તમારા ઈષ્ટદેવનુ પણ ધ્યાન પણ ધરવુ જોઈએ. આ સિવાય રાત્રે તમારે હંમેશાં ડાબી બાજુ સૂવું જોઈએ જેથી, તમે સ્વસ્થ અને નીરોગી રહો. તો આ અમુક બાબતો તમે રાત્રે સુતા પહેલા ધ્યાન રાખો તો તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ