જો તમે શેર બજારમા પૈસા લગાવી રહ્યો છો તો અહીં લગાવો, રતન ટાટાએ 1 જ વર્ષમાં આપ્યું સીધું 250% વળતર

જો તમે શેર માર્કેટમાં પૈસા લગાવો છો તો આ માહિતી તમારા માટે સારા સમાચાર લઈને આવી છે. કોરોના સમય પછી પણ શેરબજારમાં મેટલ શેરોમાં ઉંચી માંગ રહી હતી અને તેમા પણ ખાસ કરીને સ્ટીલ શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ટાટા ગ્રુપની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા સ્ટીલએ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. મળતી માહિતી મુજબ 1 વર્ષમાં જ રોકાણકારોના નાણાંમાં ત્રણ ગણા વધારો થયો છે. રતન ટાટા ભારત દેશના મોટા ઉદ્યોગપતિ છે. 1937મા મુંબઇમાં ટાટા દ્વારા સ્થાપિત બહુશાખિય કંપનીજુથ ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી અને આજે દુનિયાભરમા તેમનુ નામ છે.

Tata Group की इस कंपनी ने 1 साल में दिया 250% रिटर्न
image source

ટાટા સ્ટીલનો શેરમા છેલ્લા એક વર્ષમાં લગભગ 250% વધારો થયો છે. આ સાથે વાત કરવામા આવે સેન્સેક્સ વિશે તો તેમા પણ 56%નો વધારો જોવા મળ્યો છે. આ વધારા વિશે વિગતે વાત કરીએ તો 17 જૂન, 2020ના રોજ તેનો શેરનો ભાવ 318.10 રૂપિયા હતો જે આજે 1133 રૂપિયા પર પહોંચી ગયો છે. જો કે આજે તેના શેર એનએસઈ પર 3.21%ના ઘટાડા સાથે રૂ. 1105.50 પર બંધ થયા છે. ટાટા સ્ટીલના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 76% નો કુલ વધારો થયો છે.

image source

આ વધારા પાછળનુ કારણ કહેવામા આવી રહ્યુ છે કે સ્ટીલના ભાવમાં વધારાને કારણે કંપનીને ઘણો ફાયદો થયો છે જેણે તેના શેરો પર તેની અસર દર્શાવી છે. આ સિવાય 31 માર્ચના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પણ કંપનીનું દેવું 28% વધ્યું છે. આ સાથે ગ્લોબલ બ્રોકરેજ કંપની જેફરીઝે ટાટા સ્ટીલ શેરોને બાય રેટિંગ પણ આપી છે અને તેના શેરો માટે શેર દીઠ રૂ .1500નો લક્ષ્યાંક ભાવ આપ્યો છે એટલે કે કંપની રોકાણકારોને 36% વળતર આપી શકે છે.

image source

આ સિવાય સીએલએસએ ટાટા સ્ટીલને બાય રેટીંગ પણ આપી છે અને તેના શેરો માટે રૂ. 1362 નો લક્ષ્યાંક ભાવ આપ્યો છે. આ સિવાય ટાટા સ્ટીલ બીએસઈ સેન્સેક્સમાં સામેલ થશે. કંપની ઓએનજીસીની જગ્યા લેશે.

image source

થોડા સમય પહેલા માહિતી મળી હતી કે હેલ્થકેર સર્વિસીસ સ્ટાર્ટઅપ iKureમાં રતન ટાટાએ રોકાણ કર્યું છે. કંપનીએ રોકાણની રકમ વિશે માહિતી આપી નથી. iKure ક્લિનિક્સ, ડિજિટલ તકનીકો અને પ્રશિક્ષિત ફ્રન્ટલાઈન હેલ્થકેર કામદારો દ્વારા પ્રાથમિક આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીએ કહ્યું કે નવા ફંડથી તે દેશભરમાં અને વૈશ્વિક સ્તરે ઝડપથી પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. આ સાથે જાણવા મળ્યુ છે કે આગામી 5 વર્ષમાં 1 કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક છે.iKure દેશના રાજ્યોમાં 11 લાખથી વધુ લોકોને પ્રાથમિક આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડી છે. કંપની આગામી 5 વર્ષમાં 1 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચવા માંગે છે.