ચાની સાથે ભૂલથી પણ ન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન, નહિતર વેઠવા પડે છે આવા નુકશાન

મિત્રો, શિયાળાની ઋતુમાં ચા લોકો માટે ટોનિકની જેમ કામ કરે છે. સવારે થી રાત્રે સૂવા સુધી લોકો ઘણી વખત ચા પીવે છે. ચા નુ વધુ પડતુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને જો તેની સાથે લેવામા આવેલા ભોજન પર પૂરતુ ધ્યાન આપવામા ના આવે તો તે પરિસ્થિતિને વધુ પડતી ગંભીર બનાવી શકે છે.

image source

મોટાભાગના લોકોને ચા સાથે કંઈક ને કઈક ખાવાની ટેવ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે, ચા સાથે કેવી વસ્તુઓ ખાવાનુ ટાળવુ જોઈએ. ચા સાથે અમુક પ્રકારની વસ્તુઓ ખાવાથી તમારા શરીરને અનેકવિધ પ્રકારની બીમારીઓ થવા માટેનો ભય રહી શકે છે. આ કારણોસર આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે ચા સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને હાની પહોંચી શકે છે. તો ચાલો આપણે આ બાબતો વિશે માહિતી મેળવીએ.

image source

ટેનિન્સ નામનુ તત્વ એ ચા મા પુષ્કળ માત્રામા જોવા મળે છે. તે પ્રોટીન અને આયર્નને ઉચ્ચ સાંદ્રતામાં શોષતા અટકાવે છે. આ કારણોસર પ્રોટીન અને આયર્નથી ભરપૂર વસ્તુઓ ચા સાથે ખાવાની ટાળવી જોઈએ નહીતર તમે કોઈ જીવલેણ સમસ્યાના શિકાર બની શકો છો.

image source

લીલા શાકભાજીમા ગોઇટ્રોજેન પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. માટે કોબીજ, મૂળા, રાઈ, બ્રોકોલી વગેરે જેવી લીલી સબ્જીઓનુ ચા સાથે સેવન કરવાનુ ટાળવુ જોઈએ. અંકુરિત ચીજવસ્તુઓમા પુષ્કળ માત્રામા ફાયટેટ સમાવિષ્ટ હોય છે. તે બીજના અંકુરણ સમયે ફોસ્ફરસના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. માટે ચા સાથે અંકુરિત કઠોળ જેવી વસ્તુઓનુ સેવન કરવાનુ પણ ટાળવુ જોઈએ.

image source

આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે, દૂધ મિક્સ કર્યા વિના ચા પીવાની મજા જ આવતી નથી પરંતુ, જ્યારે પણ ચા બનાવો ત્યારે દૂધની માત્ર હમેંશા મર્યાદિત રાખવી જોઈએ અને આવી ચા માત્ર એક કે બે વાર જ પીવી જોઈએ. જો તમે ગ્રીન ટી પીતા હોવ તો તેમા ક્યારેય પણ દૂધ મિક્સ ના કરો. હકીકતમા દૂધ મિક્સ કરવાથી ચા ના પોષક તત્વોમા ઘટાડો થાય છે.

આ ઉપરાંત દૂધમા ખાંડ મિક્સ કરનારા લોકો માટે ચા ઝેરથી ઓછી નથી. આ પ્રકારની ચા વજન વધારવાનું કામ કરે છે અને ચાના તમામ પોષકતત્વો પણ દૂર કરે છે.જો તમે ગ્રીન ટી પીતા હોવ તો તેની સાથે કશુ પણ સેવન ના કરો પરંતુ, તમે દૂધની ચા સાથે એક કે બે બિસ્કિટનુ સેવન કરી શકો છો. તો આ અમુક બાબતોનુ તમે ચાનુ સેવન કરતા સમયે ધ્યાન રાખો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત