બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો? તો આ ધંધા તમારા માટે છે જોરદાર, જાણો અને તમે પણ કરો સાહસ

આપણે જોઈએ છીએ કે ભારતમાં વિદેશી ફૂડ કંપનીઓ પોતાનો પગ જમાવી રહી છે. અને ફૂડ બિઝનેસ એક એવો બિઝનેસ છે કે જેમાં લગભગ ક્યારેય મંદી નથી આવતી. જો તમે પણ આ ધંધામાં ઝંપલાવવા માંગતા હોય તો તમારી યોગ્યતા અનુસાર તેમાં આગળ જતા ઘણો વિકાસ થઈ શકે તેમ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એક રેસ્ટોરન્ટ કઈ રીતે શરૂ કરવી તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ફાસ્ટ ફૂડ

image source

જો તમે ફાસ્ટફૂડનું સારું જ્ઞાન ધરાવતા હોય અને ફાસ્ટફૂડ બનાવવામાં માહિર કારીગરોને સાથે લઈ કામ કરી શકતા હોય તો તમે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ શરૂ કરી શકો છો. તેમાં ફાયદો એ છે કે આ ફાસ્ટ ફૂડ જો તમારા શહેરીજનોને પસંદ આવી જશે તો તમે ટૂંકા ગાળામાં જ નામના મેળવી કમાણી વધારી શકશો. જો કે આ માટે યોગ્ય આર્થિક સ્થિતિ અને વ્યવસ્થા, યોગ્ય જગ્યાની પસંદગીનું ઓન ધ્યાન રાખવું જરૂરી છે.

લાયસન્સ અને પરમીટ

ઉપરોક્ત રેસ્ટોરન્ટ શરૂ કરતાં પહેલા તમારે અમુક લાયસન્સ અને પરમીટની જરૂર પડશે અને ત્યારબાદ જ પાણીનું કનેક્શન કે વીજ જોડાણ મેળવી શકાશે. આ માટે તમારે બિઝનેસનો વીમો કરાવવો અને સ્વાસ્થ્ય વિભાગની અનુમતિ લેવી પડશે. રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પરમિશન લેવી પડશે. એ સિવાય તમારા વિસ્તારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્શીયલ ટેક્સ વિભાગ પાસેથી ટીન નંબર લેવા પડશે જેના માટે તમે ઓનલાઇન પણ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ સ્થાનિક પાલિકા, કે મહાપાલિકા, પોલીસ અને ફાયર સેફટી વિભાગ પાસેથી પણ સંબંધિત કાગળ કરવા પડશે.

image source

ઉપરોક્ત વિવિધ પ્રોસેસ કરવા તમારે અલગ અલગ ઓફિસે કામ કરાવવાનું રહેશે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પરમિશન માટે તમે તેની વેબસાઈટ www.fssai.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાની કામગીરી અનુસરી શકશો. ત્યારબાદ ફાયર સેફટી વિભાગનું લાયસન્સ મેળવવા તમારે તમારી રેસ્ટોરન્ટની જે તે જગ્યાએ અગ્નિશામક સાધનો રાખવાની વ્યવસ્થા ઉભી કરવી પડશે.

ત્યારબાદ સ્થાનિક તંત્ર પાસેથી લાયસન્સ મેળવવું પડશે જેમાં સ્વાસ્થ્ય વિભાગ પાસેથી લાયસન્સ માટેની ફી જે અંદાજીત 3000 રૂપિયા છે તે ચુકવવાની રહે છે.

સજાવટ

image source

ઉપરોક્ત પ્રક્રિયા અને એ સિવાય પણ કોઈ સરકારી પ્રક્રિયા હોય તો તે પુરી કર્યા બાદ તમે રેસ્ટોરન્ટને સજાવટ અને લોકોનું ધ્યાન તે તરફ ખેંચાય તે પ્રકારના સાઈન બોર્ડ, લાઇટિંગ બોર્ડ, ફર્નિચર, અને અન્ય સાધન સામગ્રી જે ડેકોરેશન માટે જરૂરી હોય તેના પર ધ્યાન આપો.

સ્ટાફ

રેસ્ટોરન્ટ એક વ્યક્તિ પર ન ચાલી શકે તેના માટે વ્યવસ્થિત અને મીઠા સ્વભાવ ધરાવતો સ્ટાફ પણ આવશ્યક છે. સ્ટાફની પસંદગી કરતા સમયે અનુભવીને પ્રથમ પસંદગી આપવી જેથી તે આ વિષયે તેના અનુભવો પણ તમને શેયર કરી શકે.

સ્વાદ અને ભાવ

image source

નવી રેસ્ટોરન્ટ ખોલતા જ તમારે માર્કેટમાં તમારું સ્થાન જમાવવું પડે છે. આ માટે પહેલાથી જ તમે તમારા ફૂડના સ્વાદ, ગુણવત્તા, સ્વચ્છતા અને ગ્રાહકો સાથેની વર્તણુક પર ધ્યાન આપો. સાથે જ ભલે થોડા સમય માટે પણ બજાર કરતા થોડા વ્યાજબી ભાવે તમારી સર્વિસ પુરી પાડો.

પબ્લિસિટી

રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયા બાદ તેની માહિતી ગ્રાહકો સુધી અને ઓછામાં ઓછું તમારા શહેરમાં પહોંચી શકે તે માટે જાહેરાતની પણ જરૂર પડશે. આ માટે તમે સ્થાનિક ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી શકો છો, અથવા અખબારોના પાના વચ્ચે તમારી જાહેરાતના પેમ્પ્લેટ છપાવી તેને નખાવી શકો છો. એ ઉપરાંત તેની ઓનલાઇન પ્લેટફોર્મ, રિક્ષામાં માઇક દ્વારા, રેડિયો પર પણ વિવિધ સ્કીમ સહિત જાહેરાત કરાવી શકો છો.

નફો

image source

જો આ ધંધામાં યોગ્ય ધ્યાન આપવામાં આવે અને તેમાં સ્વાદ, ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા, ગ્રાહકો સાથે સારો વર્તાવ, જાહેરાત અને સ્કીમ દ્વારા સારું સ્થાન બનાવી મહિને સારી એવી આવક કરી શકાય છે. શરૂઆતમાં જેમ કોઈપણ ધંધામાં સંઘર્ષ કરવો પડે તેમ આ ધંધામાં પણ શરૂઆતમાં ઓછા નફો મેળવી ટકી રહેવું જરૂરી છે. એક વખત બિઝનેસ જામી ગયા બાદ ગ્રાહકો જ આપોઆપ તમારો બિઝનેસ જમાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *