સ્વદેશી કંપની Lava ઇન્ટરનેશનલનો આ નવો ફોન દિવાળી આસપાસ આવી શકે છે બજારમાં

વિશ્વભરમાં સ્માર્ટફોનનો વપરાશ કરનારાઓની સંખ્યા લાખોમાં નહિ, કરોડોમાં નહિ પણ કદાચ અરબોમાં હોય તો પણ નવાઈ નહીં. આ જ કારણ છે કે ટૂંક સમયમાં જ ભારે વિકાસ પામેલા વર્લ્ડ કલાસ બિઝનેસ પૈકી સ્માર્ટફોન સેકટર પણ છે. આ સેકટરમાં આજે જે વિકસિત અને આધુનિક સરસામાન હોય ટૂંક સમયમાં જ એ આઉટ ડેટેડ બની જતો હોય છે. ટૂંકમાં કહીએ તો આ સેકટર સતત પરિવર્તન ધરાવતું બિઝનેસ સેકટર છે.

image source

લાવા ઇન્ટરનેશનલના અધ્યક્ષ અને કારોબાર પ્રમુખ સુનિલ રૈનાએ જણાવ્યું છે કે કંપની આગામી બે – ત્રણ વર્ષમાં મોબાઈલ એક્સેસરીઝ સેગમેન્ટમાં 20 ટકા ભાગીદારી મેળવી લેવાની આશા કરી રહી છે.

image source

સ્વદેશી મોબાઈલ કંપની લાવા ઇન્ટરનેશનલ દિવાળી પહેલા પોતાનો 5G સ્માર્ટફોન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ 5G ફોનની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. જેમ ઉપર વાત કરી તેમ લાવા ઇન્ટરનેશનલના અધ્યક્ષ અને કારોબાર પ્રમુખ સુનિલ રૈનાએ જણાવ્યું છે કે કંપની આગામી બે – ત્રણ વર્ષમાં મોબાઈલ એક્સેસરીઝ સેગમેન્ટમાં 20 ટકા ભાગીદારી મેળવી લેવાની આશા કરી રહી છે.

image source

સુનિલ રૈનાના જણાવ્યા મુજબ, જ્યાં સુધી સ્માર્ટફોનની વાત છે તો અમે લગભગ 15 હજાર રૂપિયાની કિંમત ધરાવતા ખંડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ સેગમેન્ટમાં એક તો 4G છે અને તેના પર અમે કામ કરી રહ્યા છીએ અને પછી અમે 5G ઉત્પાદન પર પણ કામ કરી રહ્યા છીએ. અમારી પાસે નિશ્ચિત રૂપે દિવાળી પહેલા કે દિવાળી આસપાસ 5G આવી જશે.

લાવા પાસે ભારતમાં પ્રોડકટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ બન્ને પ્લાન્ટ છે

image source

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વદેશી કંપની લાવા ઇન્ટરનેશનલ પાસે ભારતમાં પ્રોડક્ટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરરિંગ બન્ને પ્લાન્ટ છે. કંપનીના અધ્યક્ષ અને કારોબાર પ્રમુખ સુનિલ રૈનાએ જણાવ્યું હતું કે, અમે એક્સેસરીઝ પોર્ટફોલિયોને પણ જોડીને આ આખા પોર્ટફોલિયોને પૂરો કરી રહ્યા છીએ.

image source

કંપનીએ મે મહિનામાં લાવા પ્રોબડ્સ રજૂ કરવાની સાથે વાયરલેસ એક્સેસરીઝ સેગમેન્ટમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી જેને તેણે મીડિયાટેક એરોહા ચીપસેટ નો ઉપયોગ કરીને સ્વદેશી રૂપે વિકસિત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમે સૌથી સારા ચીપસેટમાંથી એક મીડિયાટેક એરોહાનો ઉપયોગ કરીએ છીએ. આ ઘણા જ ભરોસાપાત્ર અને સૌથી સારા ચીપસેટ પૈકી એક છે.

એક્સેસરીઝ સેગમેન્ટમાં માત્ર 3 – 4 મહત્વપૂર્ણ સક્રિય કંપનીઓ

લાવા ઇન્ટરનેશનલના અધ્યક્ષ અને કારોબાર પ્રમુખ સુનિલ રૈનાએ સુનિલ રૈનાએ જણાવ્યું હતું કે મોબાઈલ એક્સેસરીઝ સેગમેન્ટમાં માત્ર 3 – 4 મહત્વપૂર્ણ સક્રિય કંપનીઓ છે અને લાવા પણ આ ખંડના પ્રમુખ ખેલાડીઓ પૈકી એક હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!