ડાયાબિટિસના રોગીઓ માટે ફાયદારૂપ છે આ 1 વસ્તુ, જાણો કઈ રીતે રાખે છે શરીરને સ્વસ્થ

ચાઈનીઝ ખાવાનાનો સ્વાદ વધારવાથી લઈને સાઉથ ઈન્ડિન ખાવાનામાં વધાર કરવા સુધી લીલી ડંગળી એટલે કે સ્પ્રિંગ ઓનિયનનો યૂઝ કરાય છે. સામાન્ય રીતે લીલી ડુંગળીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરાય છે. અનેક લોકો તેનું અલગથી શાક પણ બનાવે છે. અનેક લોકોને તેનો સ્વાદ ખૂબ જ પસંદ હોય છે તો કોઈને તે જરાય પસંદ હોતો નથી. લીલી ડુંગળી હેલ્થ માટે અનેક ફાયદા કરે છે. ખાવાનાને સ્વાદને લાજવાબ બનાવવા માટેની લીલી ડુંગળી, હેલ્થ સાથેની અનેક સમસ્યાઓથી મુક્તિ આપવામાં મદદ કરે છે. તો જાણો તેના ફાયદાને વિશે.

image source

લીલી ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં સલ્ફર હાજર હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેમાં હાજર રહેલં સલ્ફર યોગિકના કારણો, ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરવાની શરીરની ક્ષમતામાં વધારો કરે છે. આ ઘણે અંશે ડાયાબિટિસને રોકવામાં મદદ કરે છે. ડાયાબિટિસના રોગીએ પોતાના ડાટમાં કોઈને કોઈ રૂપે લીલી ડુંગળીને સામેલ કરવી.

image source

લીલી ડુંગળી હંમેશા ભૂખને વધારે છે. તે ફાઈબરથી ભરપૂર હોય છે અને સારા પાચનમાં મદદ કરે છે. તમે તેને રાતના ખાવાનામાં કે બપોરના ભોજનને માટે અન્ય શાકની સાથે સલાડના રૂપમાં પણ તેને ડાયટમાં સામેલ કરી શકો છો. તેને શાકના રૂપમાં પણ ખાઈ શકાય છે આ કબજિયાતની સમસ્યાથી છૂટકારો આપવામાં પણ મદદ કરે છે.

image source

લીલી ડુંગળીમાં કૈરોટીનોઈડ નામનું તત્વ હોય છે જે આંખની રોશની સારી બનાવે છે. આ વિટામિન એથી સમૃદ્ધ છે જે આંખની દૃષ્ટિને કોઈ પણ નુકસાનથી બચાવે છે. તેને તમે સલાડના રૂપમાં નિયમિત ડાયટમાં સામેલ કરો અને ચટણીના રૂપમાં લો. તમારી આંખો સ્વસ્થ રહેશે.

image source

લીલી ડુંગળી પોતાના એન્ટીવાયરલ ગુણના કારણે ખાંસી, તાવ અને ફ્લૂથી લડવા માટે ઔષધિના રૂપમાં કામ કરે છે. આ શરદી અને તાવની સાથે ગળફા હોય તો તેની સામે લડવામાં કામ કરે છે. કફ ખાસ કરીને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

લીલી ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ હોય છે જે મુક્ત કણોથી લડવામાં મદદ કરે છે અને કેન્સર કોશિકાઓને જન્માવનારા એન્જાઈમના વિકાસને રોકે છે. તેને ડાયટમાં સામેલ કરીને કેન્સર જેવી બીમારીના ખતરાને ઘટાડી શકાય છે.

image source

આટલા અધધધ… ફાયદા જાણ્યા બાદ ભાવે કે ન ભાવે તો પણ કોઈ પણ પ્રકારે તમે લીલી ડુંગળીને ડાયટમાં સામેલ કરી લો તમે તેના પરોઠા, શાક, સલાડ વગેરેમાં ઉપયોગમાં લઈ શકો છો. તેનો કોઈ ખાસ ટેસ્ટ હોતો નથી, તે અન્ય કોઈ પણ ટેસ્ટમાં સરળતાથી ભળી જાય છે અને હેલ્થને ફાયદો આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત