જો તમને ન ખબર હોય તો જણાવી દઈએ FDમાં રોકાણથી થાય છે અનેક ફાયદા

બચત અને રોકાણના અનેક વિકલ્પો લોકોને આપવામાં આવે છે. તેવામાં મોટાભાગના લોકો એફડીને વધારે પસંદ કરે છે. બચતના આ વિકલ્પ તરીકે જેને સૌથી વધુ લોકો પસંદ કરે છે તેવી એફડી માટે તેનાથી મળતા વ્યાજ સિવાય અન્ય કારણો પણ જવાબદાર છે. અન્ય યોજના કરતાં વધારે વ્યાજ આપવા ઉપરાંત એફડી પર વીમો અને ઈનકમ ટેક્સ છૂટ પણ મળે છે. આ બંને લાભ પણ હાલની સ્થિતિને જોતા ખૂબ મહત્વના છે.

image source

કેટલીક બેન્કો તો એફડી અકાઉન્ટ હોલ્ડર્સને હેલ્થકેર બેનિફિટ્સ પણ ઓફર કરે છે. તેવામાં આજે તમને પણ જણાવીએ કે એફડી પર વ્યાજ સિવાય અન્ય કયા કયા લાભ મળે છે. બેન્ક ડિપોઝિટર્સે એફડી અકાઉંટ ખોલવા પહેલા આ લાભ જાણવા મહત્વના છે અને તેને ધ્યાનમાં પણ લેવા જરૂરી છે.

image source

નિષ્ણાંતોના મતે આજના સમયમાં આમ તો રોકાણ અને બચત કરવાના વિકલ્પોની કોઈ કમી નથી. તેથી જ અઘરું થઈ જાય છે રોકાણ કરવાની કઈ રીતને પસંદ કરવી તે નક્કી કરવું. એફડી એ રોકાણ માટેની નવી વ્યવસ્થા નથી. મોટાભાગના લોકો વર્ષોથી તેમાં રોકાણ કરતાં હશે તેનું કારણ છે કે શેરમાર્કેટની ઊથલપાથલમાં એફડી તેમના માટે સ્માર્ટ ચોઈસ છે.

એફડીનો સૌથી મોટો ફાયદો તો એ છે કે તેને ઓછી રકમ સાથે અને નાની ઉંમરથી શરુ કરી શકાય છે. તેના પર સુરક્ષા અને સારું રિટર્ન બંને મળે છે. તો ચાલો આ ફાયદા સિવાય કયા કયા ફાયદા થાય છે એફડીથી તે પણ જણાવીએ તમને.

image source

1. એફડીમાં રોકાણ નાની વયથી શરુ કરી શકાય છે જે બચત કરવાની આદત પાડે છે. તેમાં રોકાણ સુરક્ષિત રહે છે અને રિટર્ન મળવાનું પણ નક્કી હોય છે. તેમાં અન્ય એસેટ્સની જેમ ઉતારચઢાવ આવાત નથી.

2. હવે એફડી અકાઉન્ટ પણ ઘરે બેઠા ખોલી શકાય છે. ઈંટરનેટ બેકિંગ કે મોબાઈલ બેકિંગ વડે તમે એફડી અકાઉન્ટ ખોલી શકો છે. તેના માટે તમારે કોઈ લાંબી પ્રક્રિયા કરવી પડતી નથી. ગણતરીની મિનિટોમાં હવે તો આ કામ થઈ જાય છે.

image source

3. એફડીને સૌથી જૂની અને વિશ્વાસપાત્ર રોકાણ યોજના માનવામાં આવે છે. આજના સમયમાં તેને વધુ લોકપ્રિય બનાવવા માટે બેન્કો તેમાં ફ્રી લાઈફ ઈંસ્યોરન્સ સુધીની સુવિધા આપે છે. દાખલા તરીકે ડીસીબી સુરક્ષા ફિક્સ્ડ ડિપોઝિટ પર 50 લાખ સુધીના એફડી અમાઉંટ સુધીનો ફ્રી લાઈફ ઈંસ્યોરન્સ મળે છે. આમ એફડી સાથે ફ્રી હેલ્થકેર બેનિફિટ મળે છે.

4. બેન્ક ટેક્સ સેવિંગ એફડી પણ ઓફર કરે છે. તેના પર લોકોને ટેક્સમાં રાહત મળે છે.

5. બેન્ક એફડી પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. તેથી ઈમરજન્સીની સ્થિતિમાં એફડી તોડ્યા વિના ફંડ મેળવી શકાય છે.