5 રાશિના લોકોને મળશે શનિદેવની કૃપા, જાણો કઈ તારીખ સુધી થશે અપાર ધનલાભ

શનિદેવને કર્મફળ દાતા કહેવામાં આવે છે. કહેવાય છે કે જો શનિદેવની કૃપા કોઈના પર થઈ જાય તો તો એનું દરેક કામ ઉગરી જાય છે અને એ વ્યક્તિ રાંકમાંથી રાજા બની જાય છે પણ જો શનિ કુપિત થઈ જાય તો એક રાજાને પણ ભિખારી બનતા વાર નથી લાગતી. જ્યોતિષનું માનીએ તો જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક શનિદેવની કૃપા પણ મળે છે અને પ્રકોપ પર સહન કરવો પડે છે કુંડળીમાં શનિ ક્યાં ભાવમાં બેઠો છે, જ્યોતિષ વિશેષજ્ઞ એને જોઈને એમની કૃપા અને પ્રકોપનો અંદાજો લગાવે છે.

image source

શનિ ખૂબ જ ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. એ એક રાશિમાંથી બીજી રાશિ સુધી પહોંચવા માટે લગભગ અઢી વર્ષ લે છે. એને જ શનિની અઢી કહેવામાં આવે છે. કહેવાય છે કે જો શનિ કોઈની કુંડળીમાં શુભ ભાવમાં બેઠો હોય તો સાડા સાતી અને અઢી દરમિયાન પણ શુભ ફળ મળે છે. વર્તમાનમાં શનિ મકર રાશિ વક્રી અવસ્થામાં વિરાજમાન છે અને 11 ઓક્ટોબર સુધી આ અવસ્થામાં મકર રાશિમાં જ રહેશે. એ દરમિયાન શનિની શુભ સ્થિતિ આ પાંચ રાશિ પર પડશે. એટલે આ પાંચ રાશિઓ માટે 11 ઓક્ટોબર સુધીનો સમય ઘણો શુભ છે.

વૃષભ રાશિ.

image source

આ રાશિના લોકો માટે શનિ શુભ અવસ્થામાં છે. એવામાં વૃષભ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ક્યાંક ફસાયેલું ધન પ્રાપ્ત થવાથી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવી શકે છે. અટકેલા કામ બનવાની અણસાર છે અને માન સમ્માનમાં વૃદ્ધિ થવાના સંકેત છે.

કર્ક રાશિ.

image source

શનિદેવની વક્રી ચાલ તમારા માટે પણ શુભ છે. આ દરમિયાન કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોર્ટ કચેરીના કોઈ મુદ્દા જો અટકેલા છે તો એ દરમિયાન એનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પરિવારમાં સભ્યો વચ્ચે પ્રેમ વધશે. નોકરી અને વેપારમાં ઓક્ટોબર સુધી તમને શુભ ફળ મળવાના સંકેત છે. એટલે મહેનતમાં કસર ન રાખો.

સિંહ રાશિ.

શનિનું વક્રી હોવું સિંહ રાશિ માટે વરદાન છે. 11 ઓક્ટોબર સુધીના સમય તમારા માટે એકદમ અનુકૂળ છે. એ દરમિયાન જે પણ કામ કરશો એમાં સફળતા મળશે. ધન લાભ થશે અને એવા લોકોની મુલાકાત થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો.

કન્યા રાશિ..

image source

તમેં જે કામો માટે અત્યાસ સુધી પરેશાન થઈ રહ્યા હતા જલ્દી જ એ કામ બનવાની આશા છે 11 ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. એવામાં પોતાના મહત્વપૂર્ણ કામોમાં પ્રાથમિકતાની સાથે પતાવો જેથી તમારે તમારી મહેનતને અનુરૂપ પૂરું ફળ મળી શકે. અટકેલા કામ પુરા થવાંના સંકેત છે જેનાથી તમને ખૂબ જ ફાયદો મળી શકે છે

મીન રાશિ.

image source

નોકરીમાં પ્રગતિ થવાની પ્રબળ શકયતાઓ છે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે એમના માટે પણ આ સમય ઘણો ફાયદો કરાવે તેવો છે. ધન આગમનથી પરિવારમાં ખુશીઓ આવશે. બધા સંબંધો સુધરશે.