30ની ઉંમર પછી બહુ ખરવા લાગે છે વાળ, ફોલો કરો આ 7 ટિપ્સ, વાળ થશે કાળા+લાંબા

મિત્રો, જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ તેની અસર ફક્ત આપણા સ્વાસ્થ્ય પર જ નહી પરંતુ, સ્કિન અને વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓ પર પણ થાય છે. હાલ, પ્રવર્તમાન સમયમા મોટાભાગના લોકો ખુબ જ બાળવયે વાળ ખરી જવા, વાળમા સફેદી આવી જવી વગેરે જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે અને ઘણા લોકોને તો ટાલ પણ પડી જાય છે.

image source

આપણી વર્તમાન સમયની ખોટી જીવનશૈલી અને આદતો આ સમસ્યાઓ ઉદ્ભવવા પાછળનુ એક જવાબદાર કારણ હોય શકે છે. ખાસ કરીને ૩૦ વર્ષની ઉંમર પછી વાળ વધુ પડતા ખરવા લાગે છે અને આગળની તરફથી તથા સાઈડથી પણ વાળ ખરવા લાગે છે જેથી, આજે અમે તમને અમુક એવી વિશેષ ટિપ્સ વિશે જણાવીશુ કે, જેને અજમાવવાથી તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે, તો ચાલો જાણીએ.

image source

પ્રોટીન એ ફક્ત આપણા સારા સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ, આપણા વાળ માટે પણ અત્યંત આવશ્યક તત્વ છે. આ જ કારણોસર પ્રોટીનયુક્ત ભોજનનુ સેવન અત્યંત આવશ્યક છે જેમકે, ઈંડા, ચિકન, પનીર વગેરે વસ્તુઓને તમારી ડાયટમા સામેલ કરો. આ ઉપરાંત સ્કેલ્પ જેટલી હેલ્ધી હશે તેટલા જ તમારા વાળ પણ હેલ્ધી રહેશે. જો તમારી સ્કેલ્પ સારી અને મજબુત રહેશે તો તમારા વાળ ક્યારેય પણ ખરશે નહી અને તમારા વાળ જડમુળથી મજબુત બનશે.

image source

તમારી વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે રેગ્યુલર તમારા હેરને વોશ કરો અને તેમા ક્યારેય પણ ડેન્ડ્રફ થવા દેશો નહી. આ સિવાય તમને વારંવાર શેમ્પૂથી વાળ વોશ કરવાની આદત છે તો સાવધાન થઈ જાજો કારણકે, તેનાથી તમારા વાળના મૂળ એકદમ નબળા પડી જાય છે અને વાળ ખરવાનુ શરુ થઇ જાય છે. માટે અઠવાડિયામા ફક્ત બે વાર જ હેરવોશ કરવા અને તેના માટે હમેંશા માઈલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો.

image source

વાળ ખરવા પાછળનુ એક સૌથી મોટુ કારણ એક માનસિક તણાવ પણ છે. વર્તમાન સમયમા લોકો અનેક પ્રકારના તણાવની સમસ્યાથી પીડાતા હોય છે અને તેની સીધી અસર આપણા વાળના સ્વાસ્થ્ય પર પડે છે અને વાળ ખરાબ થવા પણ લાગે છે અને તેના કારણે શરીરમા અનેકવિધ બીમારીઓ પણ પ્રવેશવા લાગે છે.

image source

જો તમે તમારા વાળની નિયમિત માલીશ કરો તો તમારા વાળ જડમૂળથી મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે. અઠવાડિયામા જો તમે બે વખત કોકોનટ ઓઈલથી તમારા વાળની માલીશ કરો તો તમારી વાળ સાથે સંકળાયેલી તમામ સમસ્યા દૂર થશે. આ ઉપરાંત વાળને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે એવોકાડો, નટ્સ, ઈંડા, બેરીઝ, પાલક, ફિશ, સીડ્સનુ સેવન કરો તો તેનાથી વાળની સમસ્યાઓથી છુટકારો મળશે અને શરીરને પોષણ મળવાથી વાળ પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. તે તમારા વાળ માટે પણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત