પીડાવ છો અપચો અને ગેસની સમસ્યાથી તો તુરંત અજમાવો શિલ્પા શેટ્ટીએ જણાવેલો આ કારગર ઘરગથ્થુ નુસખો અને મેળવો રાહત….

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતમા અનેકવિધ એવા કલાકારો છે કે, જે પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ જ પંક્ચ્યુલ છે અને ટર પોતાના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવામા કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરતા. તે પોતાનો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાપણ પોતાના શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે સમય કાઢી જ લે છે. ત્યારે આજે આ લેખમા અમે બોલીવૂડ ફિલ્મજગતની એક પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે પોતાના સ્વાસ્થ્યને લઈને ખુબ જ પંક્ચ્યુલ છે, તોઈ શિલ્પા સ્વાસ્થ્ય અંગે શું કહે છે? તે જાણીએ.

What is trusted home remedy of Shilpa Shetty to relieve acidity and indigestion issues?
image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ ફિટનેસ અને તંદુરસ્ત આહાર બાબતે ભરપૂર રસ ધરાવે છે. આ અભિનેત્રી તેના ચાહકો માટે વ્યક્તિગત ફિટનેસ માટેનો આ મૂલમંત્ર આજે આપણી સાથે શેર કર્યો છે. તેણી ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ મોટી સંખ્યામાં ચાહકવર્ગ ધરાવે છે અને તેમનો ચાહકવર્ગ તેમની સાથે સંકળાયેલ તમામ બાબતો જાણવા માટે ખુબ જ આતુર હોય છે, તો ચાલો આજે અપને પણ તેમના ફિટનેસ વિશે થોડી ચર્ચા કરીએ.

તેમને વધુ પડતો શાકાહારી અને ગ્લુટેન મુક્ત આહારનો શોખ છે. આજે આ લેખમા આપણે શિલ્પા શેટ્ટી દ્વારા જણાવવામા આવેલા એક ખુબ જ અસરકારક અને કારગત નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને ગેસ અને અપચાની સમસ્યા સામે તુરંત જ રાહત આપી શકે છે, તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

શિલ્પા શેટ્ટી એસિડિટી અને અપચોથી રાહત માટેનો શેર કર્યો ઉપાય :

image source

આ ઘરેલુ ઉપાયમાં વરિયાળી, જીરૂ, અજવાઈનનો સમાવેશ થાય છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “અનિયમિત ખાવાની આદતો અને તણાવના ઉચ્ચ સ્તરને કારણે એસિડિટી અને અપચોથી ઉત્પન્ન થતી સમસ્યાઓને દૂર કરવામા આ ઉપાય ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સમસ્યાઓનો સામનો કરવાનો એકમાત્ર સરળ ઉપાય છે આ પીણાનુ નિયમિત સેવન. હુ આ મિશ્રણનુ નિયમિતપણે સેવન કરુ છુ.

વરિયાળી, જીરા અને અજવાઈનનુ પાણી પીવાથી થાય છે બોડી સંપૂર્ણપણે ડીટોક્સ :

image source

વરિયાળી,જીરા અને અજવાઈનનુ પીણું એ તમારા શરીરને ડિટોક્સ કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. સવારે પહેલા આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયનો દર વધારવામાં પણ મદદ મળી શકે છે. અજવાઈન એ પાચન સમસ્યાઓ માટેની પ્રાચીન રેસીપી છે. જીરું પાચન પ્રક્રિયાઓને વધારવામાં પણ મદદ કરે છે. બધા જાદુઈ ઘટકોને એક સાથે મેળવવાથી એકંદર સ્વાસ્થ્ય માટે અવિશ્વસનીય અસર પડી શકે છે.

તો આ આરોગ્ય ખજાનાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણી લો. તમારે ત્રણેય ભાગને સમાન રીતે હળવા શેકીને પાવડર સ્વરૂપે પીસીને એરટાઇટ ડબ્બામાં મૂકવાની જરૂર છે. તેણે સમજાવ્યુ કે, તેનો ઉપયોગ કરવા માટે ચમચીના મિશ્રણમાં એક ગ્લાસ પાણી સાથે લીંબુપાણી મિક્સ કરો અને તેનું સેવન કરો. આ પીણાનુ નિયમિત સેવન તમને ટૂંક સમસ્યામા મોટાપાની સમસ્યાથી રાહત આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત