ફંગલ ઇન્ફેક્શનથી છૂટકારો મેળવવાનો ઇલાજ તમારા રસોડામાં જ છે, ખાસ જાણી લેજો તમે પણ

ફંગલ એન્ફેકશન એ એક પ્રકારનું સ્કીન ઇન્ફેકશન જ છે. આ ઇન્ફેકશન કફ અને પિત દોષ થવાને લીધે થાય છે. તેથી આ ઇન્ફેકશન માંથી છુટકારો મેળવવા આજે આપણે આ લેખમાં તેના કેટલાક ઘરેલું ઉપાયો વિષે જાણીશું. આ ઉપાયો તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે. આનો ઉપયોગ કરવાથી સ્કીનને લગતી બધી સમસ્યા દુર થાય છે.

image source

ફંગલ ઇન્ફેક્શન શરીરના કોઈપણ ભાગમાં થઇ શકે છે. ફંગલ ઇન્ફેક્શનથી અસરગ્રસ્ત વિસ્તારમાં ખંજવાળ, પીડા અને લાલાશ થાય છે. જો ફંગલ ઇન્ફેક્શનની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે ફેલાય છે અને શરીરના અન્ય ભાગોમાં પણ થાય છે. તેથી જો ત્યાં ફંગલ ઇન્ફેક્શન હોય તો તેને અવગણશો નહીં. આજે, અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે ફંગલ ઇન્ફેક્શન દુર કરવાના ઘરેલું ઉપાય..

image source

ઘણી વાર ફંગલ ઇન્ફેક્શનના કારણે ચહેરા પર સફેદ રંગના ચકામા પણ પડી જતા હોય છે, અને સમય રહેતા તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો સ્કીનની સાથે સાથે હાડકા અને અન્ય અંગોને પણ તે પ્રભાવિત કરી શકે છે.

હળદર :

image source

તેમાં એન્ટીફંગલ ગુણ હોય છે. એક કાચી હળદરને પીસીને કે પાઉડરની પેસ્ટ બનાવીને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. તેનાથી ઇંજેક્શનના કારણે થનારા ડાધામાંથી પણ છૂટકારો મળે છે.

લીમડો :

image source

લીમડો સ્કીન સંબંધી દરેક ઇન્ફેક્શનને ખતમ કરવામાં મદદ કરે છે. તેના માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી નાહી લો. તે સિવાય તમે ઇચ્છો તો રોજ ત્રણથી ચાર પાનને ચાવી પણ શકો છો.

લસણ :

લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. થોડુ લસણ લઇને પીસી લો. તેને પ્રભાવિત જગ્યાએ લગાવી લો. તમને થોડી બળતરા થઇ શકે છે, પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.

એલોવેરા :

image source

એલોવેરામાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કીન સંબંધી કોઇ પણ સમસ્યાને સાજી કરી દે છે. થોડી જેલ લઇને પ્રભાવિત જગ્યાએ લગાવી દો, અને હલકા હાથથી રગડી લો. બાદમાં લ્યુકવોર્મ વોટરથી ધોઇ લો. જેનાથી તમને લાભ થશે.

નારિયેળ તેલ :

image source

નારિયેળ તેલમાં ફેટી એસિડ હોય છે, જે ફંગસાઇડના રૂપમાં કામ કરે છે. તેનો ઉપયોગ કરીને આસાનીથી ફંગલ ઇન્ફેક્શનથી છૂટકારો મળશે.

દહી :

દહીંની મદદથી ફંગલ ઇન્ફેક્શનને પણ સુધારી શકાય છે. દહીંની અંદર લેક્ટોબેસિલસ અને એન્ટી ફંગલ ગુણધર્મો જોવા મળે છે જે ચેપને સુધારવા માટે કાર્ય કરે છે. જ્યારે તમને ચેપ લાગે છે, ત્યારે દહીંની અંદર થોડું મધ નાખો. તે પછી, તેને તે સ્થાન પર મૂકો જ્યાં ફંગલ ઇન્ફેક્શન થયું છે. દરરોજ દહીં લગાવવાથી ફંગલ ઇન્ફેક્શન સુધરશે અને તમને પીડા, ખંજવાળ અને લાલાશથી રાહત મળશે.

આદુનો રસ :

image source

તમે એક કપ પાણીમાં આદુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે આ પાણી ઠંડુ થાય છે, ત્યારે તમે તેને રૂની મદદથી ચેપગ્રસ્ત ત્વચા પર લગાવો. આ પાણીને દિવસમાં ત્રણ વખત તમારી ત્વચા પર લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *