થઇ જાવ સાવધાન! આઠ કલાકથી ઓછી ઊંઘ બનાવશે તમને આ જીવલેણ બીમારીઓનો શિકાર…

મિત્રો, ઊંઘ એ આપણા જીવનનો એક ખુબ જ મહત્વનો ભાગ છે. જો તમે યોગ્ય ઊંઘ લેતા નથી તો તમારે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તથા તમારે તમારા શરીરમા અમુક અસહ્ય પીડાઓનો પણ સામનો કરવો પડી શકે છે, જે ખુબ જ દર્દનાક હોય છે.

image source

જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તમારે કમ સે કમ આઠ કલાકની ઉંઘ લેવી અત્યંત આવશ્યક છે. આ વાત તો તમે બધા જાણતા જ હશો કે, જો તમે કમ સે કમ આઠ કલાકની ઉંઘ દરરોજ નહી લો તો તમારે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવી તકલીફો વિશે જણાવીશું કે, જે ઓછી ઊંઘના કારણે તમારે ભોગવવી પડી શકે છે.

જ્યારે તમે ઉંઘી રહ્યા હોવ છો ત્યારે તમારા શરીરમા અમુક પ્રકારના સકારાત્મક પરિવર્તન થાય છે, જેનાથી તમારા બોડીનો વિકાસ થાય છે અને બોડીના મસલ્સ મજબુત બને છે તથા તમારા શરીરની કોશિકાઓ પણ રિલેક્સ થવા લાગે છે અને માનસિક વિકાસ પણ થાય છે પરંતુ, જો પૂરતી ઉંઘ ના લેવામા આવે તો તમને આ લાભ મળતા નથી.

જો તમે યોગ્ય ઉંઘ લેતા નથી તો એ તમારી માનસિક ક્ષમતા અને યાદશક્તિ માટે ખૂબ જ હાનીકારક સાબિત થઇ શકે છે. તમારી યાદશક્તિ ખુબ જ ઓછી થઈ જાય છે અને તમને ભૂલવાની બીમારી પણ થઈ શકે છે. આ સિવાય જો તમે યોગ્ય ઊંઘ ના લો તો તમને યોગ્ય આરામ મળતો નથી અને તેના કારણે તમને માનસિક તણાવની અનુભૂતિ થાય છે અને તમે માનસિક સમસ્યાઓનો શિકાર પણ બનો છો. જે લોકો પૂરતીં ઉંઘ નથી લેતા તેમના મગજને યોગ્ય આરામ પણ નથી મળતુ.

image source

જો ઊંઘ અધુરી રહે તો શરીર અને મગજને સંપૂર્ણ રીતે આરામ નથી મળતુ. જેના કારણે આપણને શારીરિક દુ:ખાવો, જકડન જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય ઊંઘ પૂર્ણ થવા પર માથુ ભારે થઇ જવુ અને ચીડિયાપણુ થઇ જવુ એ પણ એક સામાન્ય બાબત છે. આ ઉપરાંત અપૂર્ણ ઊંઘ તમારા પાચન તંત્ર પર પણ ખુબ જ ખરાબ અસર પડે છે.

image source

અયોગ્ય ઊંઘ એ તમારી પાચનશક્તિને નબળી પાડે છે અને તેના કારણે તમારા પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ પણ થતી નથી અને પરિણામે તમે ગેસ, અપચો અને કબજીયાત જેવી સમસ્યાઓથી પીડાઈ શકો છો. માટે જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો યોગ્ય ઊંઘ અવશ્યપણે લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત