આ 5 અસરકારક નુસ્ખાથી છાતીમાં જામેલા જીદ્દી કફને કરી દો દૂર, ચપટીમાં વગાડતા મળશે રાહત

હાલના આ કોરોનાના સમયમાં કફ થઇ જાય તો પણ ટેન્શન વધી જાય છે કારણકે, કફ એ કોરોનાનું મુખ્ય લક્ષણ છે અને તેને મટાડવાના ઘરેલૂ ઉપચાર અપનાવવા જોઇએ. આ કોરોનાની મહામારીમાં તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ ખુબ જ જરૂરી છે. આજે આપણે આ લેખમાં કફને કેવી રીતે દુર કરવા તેના ઘરેલું ઉપાય વિષે જાણીશું. તેનો ઉપયોગ કરવાથી કફની સમસ્યા માંથી છુટકારો મળે છે. તો ચાલો તેના ઘરેલું ઉપાય વિષે જાણીએ.

સ્ટીમ લેવાથી મળશે રાહત :

image source

જો કોઈ વ્યક્તિને કફની સમસ્યા સતાવતી હોય તો સૌથી સારો ઓપ્શન છે કે સ્ટીમ લઇ લેવી જોઇએ. તેનાથી હવા સીધી ફેફસા સુધી પહોંચે છે અને કફને તોડવામાં પણ મદદ કરે છે.

મરી :

image source

છાતીમાં કફ થઇ જવાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. તેવામાં એક ચમચી કાળા મરી પાઉડર અને મધ મિક્સ કરીને ખાવાથી તમને ગળામાં રાહત મળશે. તમે ઇચ્છો તો કાળા મરીનો સુપ બનાવીને પણ પી શકો છો.

મીઠાના પાણીના કોગળા કરો :

image source

કફ થવા પર મીઠાવાળા પાણીના કોગળા કરવા પણ એક અસરદાર ઉપાય માનવામાં આવે છે. લ્યુક વોર્મ વોટરમાં મીઠુ મિક્સ કરીને કોગળા કરો. તેનાથી ગળાની ખરાશમાં પણ આરામ મળશે અને કફને પણ તોડી શકશે.

આદુ :

આદુમાં એન્ટી ઇંફ્લેમેટ્રી ગુણ હોય છે જે નાકના પેસેજને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરમાં બેક્ટેરિયા અને કોરોના વાયરસના સંક્રમણ સાથે લડવામાં મદદ કરે છે. ગળામાં રહેલ કફ માટે આદુના નાના ટુકડા કરીને લીંબુના રસમાં મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી તમને આરામ મળશે.

ફૂદીનાનું તેલ :

ફૂદીનાનું તેલ છાતીમાં જમા થયેલ કફને હટાવવામાં મદદ કરે છે. ગરમ પાણીમાં ફૂદીનાના તેલની કેટલીક ડ્રોપ્સ નાંખો અને સ્ટીમ લો. તેનાથી તમને કફમાં ઘણો આરામ મળશે.

ડુંગળી :

image source

ડુંગળીમાં રહેલાં એન્ટીસેપ્ટિક અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ છાતીમાં કફ જામી જવાની સમસ્યામાં ઘણો આરામ આપે છે. તમે ડુંગળીનો આ ઉપાય અજમાવી ઝડપથી કફમાં આરામ મેળવી શકો છો. તેના માટે એક નાની ડુંગળીનો રસ કાઢી તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી પાણી અને થોડું મધ મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર લો. આને સહેજ ગરમ પણ કરી શકો છો. આ એક રામબાણ ઉપાય છે. જે તમારા કફને દૂર કરી દેશે.

હળદર :

image source

હળદર કેટલી ફાયદાકારક છે એ તો બધાં જાણે જ છે. તેમાં રહેલાં એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણો શરદી, ખાંસી અને કફની સમસ્યામાં રામબાણની જેમ અસર કરે છે. હળદર એક અક્સિર ઈલાજ છે. તેના માટે અડધી ચમચી હળદર પાઉડરમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરી તેમાં એક ચમચી મધ મિક્સ કરી દો. હવે આ મિશ્રણને દિવસમાં ત્રણ થી ચાર વખત ખાઓ. પછી જુઓ કેવી અસર થાય છે.