મિનિટોમાં આ રીતે સસ્તા લીંબુથી ચમકાવી લો તમારું ઘર, કામના છે 7 ઉપાયો

જો તમારે માઈક્રોવેવની સફાઈ કરવી છે તો હવે તે તમારા માટે મુશ્કેલ કામ રહેશે નહીં. માઈક્રોવેવને સાફ કરવા માટે તમારે એક કપ પાણી લેવાનું રહેશે. તેમાં લીંબુના ટુકડા મિક્સ કરવાના રહેશે. હવે માઇક્રોવેવમાં 15 મિનિટ માટે ગરમ થવા રાખો. જ્યારે આ પાણી ગરમ થાય ત્યારે તેને તેમાંથી બહાર કાઢી લો. હવે માઈક્રોવેવને કિચન ટોવેલથી સાફ કરો અને પછી ફરીથી આ સાફ કરી લેવાથી તે નવું થઈ જશે.

image source

તમે ઘરમાં રોજ કચરાનો ડબ્બો પણ વાપરો છો. અનેક વાર એવું બને છે કે આ ડબ્બો સતત બંધ રહેતો હોવાના કારણે તેમાં સ્મેલ આવે છે. જો તમારા ઘરના કચરાના ડબ્બામાં પણ આવું થાય છે તો તમે તેને સાફ કરવા માટે લીંબુના રસની મદદ લઈ શકો છો. પહેલાં તો તમે તેમાં લીંબુનો રસ નાંખીને સાફ કરો અને પછી સાદા પાણીથી ધોઈને ખુલ્લો રહેવા દો. તેમાંની સ્મેલ ગાયબ થઈ જશે.

image source

ઘણી વાર તમે જોયું હશે કે તમે રોજિંદા વપરાશમાં જે શાક સુધારવા માટેનું ચોપિંગ બોર્ડ વાપરો છો તેની પર ડાઘ પડી જાય છે. તેને સાફ કરવા માટે અને તેની પરની શાકની સ્મેલ દૂર કરવા માટે તમે આ લીંબુની મદદ લઈ શકો છો. સૌ પહેલા તો એક લીંબુ લો અને તેને વચ્ચેથી કાપી લો. આ પછી તેની પર લીંબુના ટુકડાને ઘસી લેવાથી ડાઘ દૂર થઈ જાય છે.

image source

કપડા પર પણ રોજ બરોજની ચીજોના કે પછી ખાવાનાના કોઈ ડાઘ લાગે છે તો તેની પર લીંબુ ઘસીને તેને ધોઈને તડકામાં સૂકવી લો તે જરૂરી છે. તમારા કપડા પર લાગેલા ડાઘ ગાયબ થઈ જશે.

image source

તમારા ઘરના બાથરૂમમાં લાગેલા રોડ કે પછી સ્ટીલના નળ પર અનેક વાર પાણીના ડાઘ લાગી જાય છે. જો તમે આ ડાઘને દૂર કરવામાં મુસ્કેલી અનુભવો છો તો તમારે કંઈ કરવાની જરૂર નથી. તમારી રસોઈમાં રહેલું લીંબુ તમે તેની પર ઘસી લો અને તે તરત જ સાફ થઈ જશે.

image source

આ સિવાય બાથરૂમની કે ઘરમાં લાગેલી હાથ ધોવાની સિંક સાફ કરવાનું કામ પણ તમે મિનિટોમાં વધારે મહેનત કર્યા વિના કરી શકો છો. સિંક સાફ કરવા માટેનો સરળ ઉપાય એ છે કે તમે લીંબુને મીઠામાં નીચોવી લો અને તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને સાબુના પાણી સાથે મિક્સ કરો અને પછી આ જે મિશ્રણ બને છે તેનાથી તમે સિંકની સફાઈ કરો. તેનાથી સિંક નવા જેવી ચમકશે અને ડાઘ ઓછી મહેનતે ફટાફટ દૂર થઈ જશે.

image source

જો તમે બારીના કાચ કે કારના કાચ સાફ કરવા ઈચ્છો છો તો તમે પહેલા તેને થોડો ભીનો કરી લો અને તેની પર લીંબુનો રસ નીચોડીને તેનાથી તેને થોડો ઘસી લો. પછી સાફ કપડાની મદદથી તેને લૂછી કાઢો. તમારો કાચ નવા જેવો ચમકવા લાગશે અને સાથે તેની પર જરા પણ ડાઘ રહેશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!