Site icon News Gujarat

આ છે ભારતના સૌથી સ્વચ્છ અને ચોખ્ખું પાણી ધરાવતા બીચ, એક વખત જશો તો વારંવાર થશે જવાનું મન

ઘણા લોકો ફરવા જવા માટે એવી જગ્યાઓની શોધમાં હોય છે જ્યાં તેઓ મન મુકીને શાંતિ માણી શકે અને સાથે જ ત્યાં તેમને ફરવા માટે સારા સ્થાનો પણ મળે અને ત્યાં તેઓને પૈસા વસુલ આનંદ પણ મળે. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી લોકો થોડો સમય કાઢીને પણ ફરવા માટે જરૂર જાય છે જેથી તેઓ એકાંત, ખુબસુરત અને સ્વચ્છ જગ્યાએ પોતાનો સમય વિતાવી શકે.

image source

ત્યારે જો તમે પણ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે આપણા દેશ ભારતમાં પણ એવા અનેક બીચ છે જ્યાંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. ત્યારે ચાલો આજે ભારતના આ સ્વચ્છ બીચો વિશે જાણીએ.

અગોંડા બીચ

image source

દક્ષિણ ગોવાનું એક નાનકડું ગામ છે અગોંડા. આ અગોંડા બીચ ભારતના સૌથી સ્વચ્છ બીચ પૈકી એક છે. અહીં તમે શાંતિનો સમય વિતાવી શકો છો અને સાથે જ અહીંના પાણીમાં સ્વિમિંગનો આનંદ પણ ઉઠાવી શકો છો. આ બીચ પર અનેક શાકાહારી ભોજનાલય અને બ્યુટીક રિસોર્ટ પણ છે જે તમને અનેરો આનંદ આપશે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે.

રાધાનગર બીચ

image source

વિશ્વમાં એવા અનેક બીચ છે જે લોકપ્રિય છે અને પ્રસિદ્ધ પણ છે આ બીચો પૈકી એક બીચ એટલે અંદમાન દ્વીપ પર આવેલ રાધાનગર બીચ. અહીં એક બાજુ તમને જંગલનો ખુબસુરત નજારો જોવા મળશે તો બીજી બાજુ રેતી ઓર બીચનું સ્વચ્છ અને સાફ વાદળી પાણી જોવા મળશે.આ બીચની લહેરો પણ બહુ ઊંચી નથી ઉઠતી એટલે સામાન્ય રીતે લોકો અહીં તરવાનું પણ શીખતાં હોય છે. અહીં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે.

અલેપ્પી બીચ – પદુબીદ્રી બીચ

image source

કેરળમાં સ્થિત અલેપ્પી બીચ ઘણો જૂનો બીચ છે. અહીંથી સૂર્યાસ્તને નિહાળવાનો એક અલગ જ આનંદ છે અને તે સમયે આ જગ્યાની સુંદરતા પણ ખાસ જોવાલાયક હોય છે. એ સિવાય પદુબીદ્રી બીચ પણ જઈ શકો છો જે કર્ણાટકના ઉડુપીથી 24 કિલોમીટરના અંતરે આવેલું એક નાનું ગામ છે. અહીં તમે શાંતિનો સમય વિતાવી શકો છો અને યાત્રાનો થાક પણ ઉતારી શકો છો. સ્નેહીઓ સાથે આ બીચ પર યાદગાર સમય વિતાવવો હોય તો અલેપ્પી અને પદુબીદ્રી બીચ જરૂર જવું જોઈએ.

પાલોલેમ બીચ

image source

ગોવામાં સ્થિત પાલોલેમ બીચમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. અહીંના બીચ પર પણ તમે ભાગદોડ ભરી જિંદગીથી દૂર થોડો શાંતિનો સમય પસાર કરી શકો છો. અહીં પર્યટકો બીચના કિનારે રોકાવવા ઈચ્છે તો તેના માટે ઝુંપડા જેવા નાનકડા રંગીન ઘરો પણ બનાવેલા છે જે સુંદર હોવાની સાથે સાથે ઘણી ખરી સુવિધાઓથી સજ્જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version